- સતત પ્રવર્તમાન ગરીબી અને બેરોજગારી ભયાવહ પરિણામો છે. જૈ પૈકી એક બાળકોમાં કૂપોષણ છે
ભારત એ દિલ્હી, હરિયાણા-દિલ્હી બોર્ડર પરના સિંધુ, શેર બજારો, આરબીઆઈ અને ટીવી ચેનલોથી પણ આગળ છે. જે વાસ્તવિક ભારત છે, વાસ્તવિક લોકો જે રોજબરોજ ફેકટરીઓ અને ખેતરોમાં, ઘરોમાં અને રસ્તાઓ પર ફિઝિકલ કામ પોતાના શરીર અને આત્માને એક સાથે રાખવા કરે છે. અન્ય માનવીયોની જેમ તેઓ ભોજન કરે છે, સૂવે છે, લગ્ન કરે છે, ઉત્પન્ન કરે છે, હસે છે, રૂએ છે અને મૃત્યુ પામે છે. આ બધા પૈકી મોટી સંખ્યામાં લોકો ગરીબી અને બેરોજગારી સાથે તેમના જીવનનિવાર્હ માટે સંઘર્ષ પણ કરે છે.
એ બે શબ્દો-ગરીબી અને બેરોજગારી- ગરીબો, મધ્યમ વર્ગ અને વિકસીત દેશોને અલગ પાડે છે. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોનો એક માત્ર લક્ષ્ય ગરીબી અને બેરોજગારી નાબૂદીનો હોવો જોઈએ. છેલ્લા આંકડા મુજબ ગરીબ અથવા બીપીએલ( ગરીબી રેખા નીચે આવતા) તરીકે વર્ગીકૃત ભારતના લોકો ૨૮ ટકા(યુએનડીપી) છે. છેલ્લી ગણતરી મુજબ ભારતમાં બેરોજગારીનો દર ૧૩,ડિસેમ્બર ૨૦૨૦ મુજબ ૯.૯ ટકા(સીએમઆઈઈ) છે.
સંબંધિત મેટ્રિક્સ
શું સરકારો, કેન્દ્ર અને રાજય સંભાળ લે છે ? મારા મતે યુપીએ સરકારોનો(૨૦૦૪-૨૦૧૪)નું કોન્ટ્રીબ્યુશન ૨૭ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું હતું. અન્ય તમામ પગલાં અને પ્રોગ્રામો એ લેવાયા અથવા અમલમાં મૂકાયા ત્યારે અસરકારક હતા, પરંતુ કેટલોક સમય બાદ એ સામાન્યનો ભાગ બન્યા હતા. દાખલા તરીકે જુલાઈ ૧૯૯૧માં બે વખત લેવાયેલા ડિવેલ્યુએશને બજાર નિર્ધારિત એક્સચેન્જ દર તરફનો માર્ગ ઓછો કરી આપ્યો હતો, પરંતુ આજે બજાર નિર્ધારિત એક્સચેન્જ દર એ એવી સામાન્ય રીતે લેખાવાઈ રહ્યું છે કે આ માર્ગ કંડારતા સુધારા( જે એ હતા) કરાયા છે અને આ માટે ભાગ્યેજ કોઈના ભમર ચઢશે.
સતત પ્રવર્તમાન ગરીબી અને બેરોજગારી ભયાવહ પરિણામો છે. જૈ પૈકી એક બાળકોમાં કૂપોષણ છે. દરેક સરકાર પ્રોગ્રામો લાવે છે. જેમાં ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કિમ, મધ્યાહ્ન ભોજન યોજના, પોષણ અભિયાન અને અન્ય...બજેટમાં જંગી નાણાની ફાળવણી કરવામાં આવે છે અને એ પાછળ ખર્ચ થયો હોવાના દાવા કરવામાં આવે છે. એના પર નજર રાખતી એજન્સી છે. જે ધ નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ છે. સ્વાસ્થ્ય અને પોષણનું પ્રમાણ સમયાંતરે સર્વે દ્વારા માપવામાં આવે છે. જે છેલ્લે ક્રોમ્પ્રિહેન્સિવ નેશનલ ન્યુટ્રીશન સર્વે(સીએનએનએસ, ૨૦૧૬-૨૦૧૮) સંયુક્ત રીતે સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને યુનિસેફ દ્વારા હાથ ધરાયો હતો.
જેના પરિણામો ચિંતા ઉપજાવનારા છે. વય ૦-૫૯ મહિના, ૫-૯ વર્ષ, ૧૦-૧૯ વર્ષ(ટકાવારીમાં) સ્ટન્ટેડ-ઉંમરના પ્રમાણમાં કદ નાનું રહેવું ૩૫ ૨૨, વેસ્ટેડ-ઉમરના પ્રમાણમાં વજન ઓછું રહેવું ૧૭ એન.એ., અન્ડરવેઈટ-૩૩ ૧૦, તીવ્ર કૂપોષણ ૧૧ એન.એ., થીન(બીએમઆઈ ૨ એસડી) એન.એ. ૨૩ ૨૪, રક્તહિનતાથી પીડિત ૪૧, ૨૧, ૨૮
કૂપોષણની ક્લિનિકલ અસરો અનેક ગણી છે. ક્ષતિગ્રસ્ત સ્વાદુપિંડ, લીવર, થાઈરોઈડ અને રોગપ્રતિકારક કામગીરી, લિવર કામ કરતું બંધ થવું, શ્વસન અને આંતરડાના ચેપ અને હ્ય્દય સંબંધિ કામગીરી, પાચનશકિતમાં ઘટાડો, શિથિલતા અને લાંબાગાળાની વિકસતી અસરો છે. બાળકોમાં કૂપોષણ અને કિશોરવયનામાં નબળા વિકાસનું ઊચું જોખમ છે.(બ્લેક,૨૦૧૩).
કૂપોષણ શા માટે ?
ઉંમરના પ્રમાણમાં કદ નાનું રહેવું અને ઉમરના પ્રમાણમાં વજન ઓછું રહેવું એ વારંવાર અથવા તીવ્ર કૂપોષણના ચિહ્નો છે, જે લાંબાગાળામાં પર્યાપ્ત પોષણ નહીં મળવાનું દર્શાવે છે. ઉંમરના પ્રમાણમાં વજન ઓછું રહેવું એ પર્યાપ્ત અન્ન નહીં લેવાના પરિણામે પણ હોઈ શકે છે. કૂપોષણના કારણે જીવનભરની નુકશાનીને રોકવા દરમિયાનગીરી માટે પ્રથમ ૧૦૦૦ દિવસ સૌથી મહત્વનો સમયગાળો ગણવામાં આવે છે. ઉંમરના પ્રમાણમાં કદ નાનું રહેવાનું ઊંચું પ્રમાણ બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં(૩૭ થી ૪૨ ટકા) અને સૌથી ઓછું ગોવા અને જમ્મુ અને કાશ્મીરમાં અને ગ્રામણી વિસ્તારોમાં ઊંચુ રહે છે. આ સાથે અત્યંત ગરીબીમાં રહેલા બાળકોમાં વધુ હોવાની શક્યતા અને આ સાથે અનુસૂચિત જાતિઓમાં વધુ હોવાની શકયતા છે.
સીએનએનએસને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(એનએફએચએસ) સાથે જોવા જોઈએ. એનએફએચએસ-૪ વર્ષ ૨૦૧૫-૧૬માં અને એનએફએચએસ-૫ એ ૨૦૧૯-૨૦માં હાથ ધરાયા હતા. સરકાર દ્વારા થોડા દિવસો અગાઉ જ એની આંકડાકીય માહિતી જાહેર કરાઈ છે. એનએફએચએસ-૪ અને એનએફએચએસ-૫ વચ્ચે અત્યંત કૂપોષણ ધરાવતા બાળકોનું પ્રમાણ વધ્યું હોવાનું જણાયું છે. અન્ન છે, પરંતુ ખાવા માટે મળતું નથી એ સ્પષ્ટ છે કે આઈસીડીસી, મધ્યાહ્નન ભોજન યોજના અને પોષણ અભિયાન જેવા પ્રોગ્રામોની ડિઝાઈન અને અમલ ખામીયુક્ત રહ્યા છે. એ વર્ષો વર્ષ કૃષિ પાક બમ્પર રહેવા છતાં આ યોજનાઓ નિષ્ફળ રહી છે. ઘઉં અને ચોખાનો સ્ટોક સપ્ટેમ્બર ૨૦૨૦માં અનુક્રમે ૪૭૮ લાખ ટન અને ૨૨૨ લાખ ટન રહ્યો છે. આ સાથે ૧૦૯ લાખ ટન અનમિલ્ડ ડાંગર છે. વિધીની વક્રતા છે કે ખેડૂતો અનાજના ડુંગરોના ડુંગરો ઉત્પાદન કરે છે, એફસીઆઈ અને અન્ય એજન્સીઓ અસાધારણ પ્રાપ્તિ કરે છે, કરદાતાઓ આ પ્રાપ્તિ અને સ્ટોરેજનો ખર્ચ બોજ હોંશભેર ઉઠાવે છે, છતાં આપણા બાળકોને જમવા માટે પર્યાપ્ત અન્ન મળતું નથી.
ઉપરોક્ત પૈકી કંઈ આશ્ચર્યજનક નથી. એ સામાન્ય જ્ઞાાન મુજબ સમજી શકાય એવું છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈપણ સરકારમાં અમુક જ અને વર્તમાન કેન્દ્ર સરકારમાં કોઈપણ આ સતત ચાલી આવતી સમસ્યાઓ બાબતે વાત કરતું નથી. નોટબંધી-ડિમોનીટાઈઝેશન, અર્થતંત્રના આઠ ત્રિમાસિકો(૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦)ના મંદીના રહ્યા, મહામારી, રોજગારી જવી, ઘર, જીવનનિર્વાહ સંકટ, લાખો લોકોની હિજરત અને મંદી( પ્રથમ ત્રિમાસિક અને બીજા ત્રિમાસિક ૨૦૨૦-૨૧)ની આપણા બાળકોના પોષણ પર મોટી અસર પડી છે. કૂપોષણ સહિતના માનવશાસ્ત્રના સંકેતો કથળી રહ્યા છે.
જવાબદારી ક્યાં ગઈ છે ? પ્રમુખ હેરી ટ્રુમેનના ડેસ્ક પર સાઈન કરેલું વંચાય છે કે, 'ધ બક સ્ટોપ્સ હીયર', એટલે કે કોઈની જવાબદારી તમે બીજાને આપી શકો નહીં અથવા આપવી જોઈએ નહીં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mBQp0H
ConversionConversion EmoticonEmoticon