જગતના વૈશ્વીક ફાયનાન્સ પર પશ્ચિમ જગતનો કાબુ છે. આ વૈશ્વીક ફાયનાન્સનો એક ભાગ અપેક્ષા સહિત પશ્ચિમ જગતની વિરાટ કદની રાક્ષસી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. ચીન ભલે જગતના અર્થકારણમાં પોતાની દાદાગીરી કરવા જાય પરંતુ ચીનમા ભારત કરતા પણ વધુ સંખ્યામાં બહુરાષ્ટ્રીય કંપનીઓ કામ કરી રહી છે અને ચીનની પ્રચંડ નિકાસમા આ બહુરાષ્ટ્રીય કંપનીઓનો મોટો ફાળો છે. ચીનમા તેમનું પ્રચંડ મૂડીરોકાણ છે.
જગતમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનના મૂલ્ય કરતા ફાયનાન્સની લેણદેણ અનેકગણી વધારે છે. જગતની બહુરાષ્ટ્રીય કંપનીઓ કાંઈ ઇંગ્લેંડની ઇ.સ. ૧૬૦૦મા સ્થપાયેલી ઇસ્ટ ઇન્ડીયા કંપની જેવી નથી કે જેને ભારત પર પ્રત્યક્ષ રાજ કરવામાં રસ હતો અને ઇ.સ. ૧૮૫૭ સુધી તેણે રાજ કર્યું. હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ જગતના દેશો પર રાજ કરવા માગતી નથી. જગત પર હવે વૈશ્વીક ફાયનાન્સ રાજ કરે છે જેનો ેક અગત્યનો ભાગ બહુરાષ્ટ્રીય કંપનીઓનું જગતમા અનેક દેશોમાં મૂડીરોકાણ છે.
કોમ્યુનીકેશન અને ડીજીટલ ટેકનોલોજી પર ચાલતા અત્યારના વૈશ્વીકરણે જૂના શાહીવંશને ખતમ કર્યો છે અને હવે નવા શાહીવાદના કેન્દ્રમાં સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને લોજીસ્ટીક મેનેજમેન્ટ છે જે જગતના વિકસતા અને વણવિકસેલા દેશોની સસ્તી મજૂરીનો તેમજ તે દેશોના પ્રાકૃતિક સાધનો અને ખનિજ સંપત્તીનો ભરપૂર લાભ ઊઠાવે છે. આ નવા પરિબળોથી રશિયન ફેડરેશન ડઘાઈ ગયું છે. કારણ કે તેનો જગતની આયાત-નિકાસમા બહુ ઓછો ફાળો છે અને તેની બહુરાષ્ટ્રીય કંપનીઓ વિષે કોઇને ઝાઝી ખબર નથી.
જગતમા થઇ રહેલા પ્રચંડ ફેરફારોની સામે ભારતે વોકલ ફોર લોકલ અને સ્વનિર્ભરતાની રણનીતી અપનાવી છે તે હજી કૃષિપ્રધાન ભારતને કેટલે અંશે મદદ કરશે તેની આપણને ખબર નથી. ભારત ગ્લોબલ કોમોડીટી ચેઇનની મજબૂત કડી બને તે વ્યૂહરચના સ્વનિર્ભરતાની વ્યૂહરચના કરતા વધુ ઇચ્છનીય છે. કોમોડિટી ક્ષેત્રની મજબૂતાઈથી ભારતની એક આગવી ઓળખ ઉભી થવા સાથે વધુ સમૃધ્ધ બનશે. આ ઉપરાંત આ કવાયતથી મહ્દ અંશે ફુગાવાની સમસ્યા પર પણ કાબુ આવશે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા દેશમાં થતું રોકાણ એ એક આવકારદાયક બાબત છે. દેશના અર્થતંત્રની વૃધ્ધિમાં વિદેશી રોકાણ મહત્ત્વનો ભાગ ભજવતું હો યછે. પણ આ મુવમેન્ટ પર બાજ નજર રાખવી જરૂરી છે. કારણ કે આગળ જતા આ વિદેશી કંપનીઓ સ્થાનિક કંપનીઓ પર હાવી થઇ જતી હોય છે.
દેશમાં સ્ટાર્ટઅપ્સના મોરચે પણ કંઇક આ પ્રકારનું પ્રતિકૂળ ચિત્ર જોવા મળ્યું છે. તાજેતરમાં આ ઇન્ડસ્ટ્રીના હાથ ધરાયેલ એક અભ્યાસમાં જણાવાયું હતું કે વિદેશી કંપનીઓ ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરીને પાછળથી તેના પર અંકુશ જમાવી દેતા હોય છે. આમ, સરવાળે ભારતને જ નુકશાન થાય છે. આ ઉપરાંત ટેક્સના મુદ્દે પણ ભૂતકાળમાં વૈશ્વિક કંપનીઓ અને સરકાર વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે.
આમ, આર્થિક વૃધ્ધિ માટે વિદેશી રોકાણ આવકાર્ય બાબત છે. પણ તેના પર ડિપેન્ડેબલ રહેવાથી સરવાળે તો દેશને જ નુકશાન થશે. આમ, આ મુદ્દાને લઇને સર્તકતા રાખવી અત્યંત જરૂરી બાબત છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nE4L1N
ConversionConversion EmoticonEmoticon