તનુજા ચંદ્રાઃ વેબ-સીરિઝ અને ફિલ્મોમાં છલકાય છે, આપણાં નાના નગરોની કથા!


ભારતીય સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે અને પરંપરાગત રીતે પણ તેમાં ગતિશીલતા આવી છે. ફિલ્મસર્જક તનુજા ચંદ્રા પણ વિભિન્ન સ્તરે આવી રહેલા જૂના અને નવા સમયકાળના આ પરિવર્તનના ચોક્કસ મિશ્રણને એક્સપ્લોર કરવાના પ્રયાસ કરી રહી છે. તે એની ઊંડી શોધખોળ જ નથી કરતી, પણ તેની કથાઓને માનવીય આત્મા સાથે પણ જોડવાનો પ્રયત્ન કરે છે. આ અંગે તમારે વધુ જાણવું હોય તો અહીં પ્રગટ કરાયેલી તેની મુલાકાત પૂરતી છે, જે દ્વારા તે આપણી કથાઓ સાથે વણાયેલી-સંધાયેલી નાના નગરોની વાર્તા કહે છે અને તેને ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મોમાં ઢાળે છે. આટલું જ નહીં આ દ્વારા તેણે કેટલાંય એવોર્ડ્સ અને પારિતોષિકો પણ મેળવ્યા છે આ માટે તેની કથા કહેવાની સ્ટાઈલ, તેને સેલ્યુલોઈડમાં ઢાળવાની રીતે અને મૂળ તો કથાને આત્મસાત કરી તેને લોકોમાં વહેંચવાની રીત અનોખી છે, તો ચાલો તનુજા ચંદ્રા સાથે વાતો તો કરીએ..

* તારી ફિલ્મ 'મોન્સુન ડેટ' શોર્ટ ફિલ્મે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સિનસિન્નાટીમાં બેસ્ટ સોર્ટ ફિલ્મ (ડ્રામા)નો એવોર્ડ મેળવ્યો એ અંગે તારું શું માનવું છે ?

* આ ફિલ્મ મારા હૃદયની ખૂબ નિકટ છે અને હું થાક્યા વિના સતત બે વર્ષ સુધી વિશ્વ આખાનો પ્રવાસ કર્યો. તેની લિજ્જત સમી છે આ ફિલ્મ . ફિલ્મનો વિષય મારા માટે ઘણો સ્પેશિયલ હતો અને લેખક ગઝલ ધાલીવાલે પોતાની જીવનકથા પરથી પ્રેરિત થઈને તે લખી છે અને વાસ્તવિકતા તો એ છે કે લોકો હજુય એ ફિલ્મને ફેસ્ટિવલ્સમાં જોવાનું ચાલુ રાખે છે, જેનાથી હું ખૂબ ખુશ છું અને તેનું મને ગૌરવ છે. બેસ્ટ શોર્ટ એવોર્ડ મેળવવો એ તો શિખરની સર્વોચ્ચતા હાંસલ કરવા સમાન છે.

* 'આન્ટી સુધા, આન્ટી રાધા' એ પણ એ જ ફેસ્ટિવલમાં વધુ એક એવોર્ડ જીત્યો. તને કેવા પ્રકારનું ફિડબેક મળ્યું ?

* 'આન્ટી સુધા, આન્ટી રાધા' (એએસએઆર) એ તો મારા માટે એક અંગત ફિલ્મ છે. કેમ કે તે મારી આન્ટીઓની આસપાસ ઘૂમે છે અને હજુય એ અહીંના ફેસ્ટિવલ્સમાં અને વિદેશમાં ઘૂમતી રહે છે. મારા નિર્માતા અનુપમા મન્ડોઈ અને મને તો એવી અપેક્ષા જ નહોતી કે આટલો બધો પ્રતિસાદ અમને મળશે. ઉષ્માભર્યો પ્રતિસાદ મળે એવું પણ કોઈએ ધાર્યું નહોતું, પણ દર્શકો મારી આન્ટીઓ સાથે અંગત બંધન બાંધી શક્યા હતા આ ફિલ્મ થકી. આ એક પુરાવો બની ગયું હતું કેમ કે મારી આન્ટી એક મહિના પહેલાં જ ગુજરી ગઈ હતી. આમ, મને કેટલાંય શોક-સંદેશા મળ્યા હતા, જેમાં લોકો કહેતા હતા કે અમે એ બે આન્ટીને ન મળી શક્યા તેનો સંતાપ છે, પણ તેમના જવાથી અમે ઘણું ગુમાવ્યું છે. જ્યારે એક સરળ ડોક્યુમેન્ટરી દ્વારા આટલું મજબૂત જોડાણ લોકો બાંધી શકતા હોય છે એ જાણવું જ આશ્ચર્ય પમાડે એવું છે. આટલું જ નહીં કેમ કે ફિલ્મ પોતે જ વૃધ્ધ લોકોના શાણપણ અંગે બોલે છે અને તેમની મોહકતા તથા જીર્ણતાના પાઠ ભણાવે છે.

* વ્યાવસાયિક ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' લાંબા અરસે આવેલી શૈલી-તોડતી સિનેમા છે એવું લખે ત્યારે..

* સહ-લેખક તરીકે મારી પદાપર્ણ કરાવતી ફિલ્મ, વાસ્તવમાં 'તમન્ના' જે ખરાઅર્થમાં 'કોમર્શિયલ' ફિલ્મ જ નહોતી. અને એ રીતે મને એ ફિલ્મ કાયમ ગમતી રહી છે. મને ઓફ-બિટ ફિલ્મોનું ગર્વ છે અને મારી વધુ ને વધુ ઇચ્છા તો ફિલ્મને ડિરેક્ટ કરવાની જ રહી છે, પહેલેથી. અરે, 'દુશ્મન' અને 'સંઘર્ષ' ફિલ્મો પણ નારીપ્રધાન ફિલ્મો જ હતી અને કેટલેક અંશે વ્યાવસાયિક પણ હતી. 'દિલ તો પાગલ હૈ' એ તો મારા કન્ફર્ટ-ઝોનથી બહારની ફિલ્મ છે. અને તેમાં પડકારરૂપ અને એક્સાઈટિંગ શું છે? આમ છતાં, 'એએમડી' અને 'એએસએઆર' અને એ પહેલા આવેલી મારી ફીચર ફિલ્મ 'કરીબ કરીબ સિંગલ' જેમાં જે રીતે સ્ટોરીટેલિંગ કરવા આવી છે, એ મને ખૂબ ગમે છે.

* તને એવું લાગે છે કે હિન્દી ફિલ્મોમાં નાના નગરની સુવાસ ફિલ્મોમાં વધુ પડતી બની રહી છે ? સામાન્ય રીતે, નાના નગરની જીવનશૈલીમાં શું સિટીસ્કેપ લુક વધી રહ્યો છે ?

* જ્યારે પણ 'ક્લીક' ફિલ અનુભવાય ત્યારે ત્યાં અચુક વધુપડતું થયું કહેવાય, પણ મને લાગે છે કે આપણા દેશમાં અને આપણા નાના નગરોમાં કથાઓનું વહેણ છલકાવા લાગ્યું છે. આપણે બધા સ્ટોરીઓ કહીને તેને વધારી નથી રહ્યા, પણ મહત્ત્વની બાબત તો એ છે કે આ તો સત્યસભર અને અસામાન્યતા માટેની શોધ છે. આ પછી એક વ્યક્તિ નાના નગરને લગતી વાતો શોધતો હોય- તેના વાતાવરણને સ્પર્શતી કથા કોઈને ગમતી હોય તો કોઈકને વળી અન્ય કોઈ - જે જૂની અથવા થાકી પણ ગયેલી હોય. શહેરમાં રહેનારા લોકો નાના નગરમાં રહેતા લોકોના જીવન અંગે મંતવ્ય કેવી રીતે આપી શકે - વેલ, એ બળવાન અને સુસંગત વિસ્તાર હોય શકે જેને તે રીતે એક્સપ્લોર કરી શકાય અને તે અંગે આપણે કામ કરવું જ જોઈએ. આ ભિન્નતા આપણા જીવનમાં છે અને વિચાર કરવાના જે માર્ગો છે તેને કારણે વિખવાદ અને વારંવાર ઝઘડા થાય છે. અસમાનતા સર્જાય છે. અને અંતે તો, સમાનતા અને માનવ અધિકારો તો અત્યંત અર્થપૂર્ણ મુદ્દા બની રહે છે, જે તરફ ધ્યાન આપવાની જરૂર હોય છે. તો પછી સીરિઝ અને મુવીના શક્તિશાળી સાધનનો શો ઉપયોગ રહ્યો છે, જો આપણે તેનો ઉપયોગ માત્ર વિશ્વ સમક્ષ બોલવા પણ તે નહીં કરી શકીએ તો ? આ મહત્ત્વની બાબત છે, છતાં નિયમિત અલંકારો સમક્ષ ઝૂકી જવાને બદલે તેને હાંસલ કરવી જરૂરી છે. ઊંડા સત્યને બહાર  લાવવાનો પ્રયાસ તો કરવો જ રહ્યો ને.

* વ્યંડળો અને વરિષ્ઠ નાગરિકોના મુદ્દાને હાઇલાઈટ્સ કર્યા છે ? આવા સબ્જેક્ટ અંગે તારા શા વિચાર છે ?

* હા, આ રસપ્રદ મુદ્દા છે ફિલ્મ બનાવવા માટે આમ છતાં તમે એ માટે સંપૂર્ણપણે અચોક્કસ નથી. ભારતભરમાં ટૂંકી ફિલ્મોનો વ્યાપ ઘણો લાંબો નથી, એવું કહેવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અને તે પણ ઓટીટી પ્લેટફોર્મ્સના આગમન પછી આવા કન્ટેન્ટનો  નિયમિતપણે નિર્માતાઓ ઉપયોગ કરવા લાગ્યા છે અને તેમાં રોકાણ કરવા માંડયા છે. અને એ પછી શોર્ટ ફિલ્મ ફોર્મેટ અથવા હાલની લાંબી સીરિઝના ફોર્મેટમાં હોય શકે છે. જેમાં વ્યંડળ અને એના જેવા અન્ય સબ્જેક્ટના મુદ્દા હાથ ધરી શકાય છે. હું ઘણી ખુશ છું અને આ દિશામાં આગળ વધવાનું મને જરૂર ગમશે. આ બાબતે શોર્ટ ફિલ્મ બનાવવાનું મને જરૂર ગમશે.

* કોવિદ મહામારીને કારણે હિન્દી સિનેમા ઓટીટી પ્લેટફોર્મ્સ ભણી વધુ ઢળ્યું એ અંગે તારું શું માનવું છે ?

* જ્યારે મલ્ટીપ્લેક્સ આવ્યા ત્યારે લોકોને આશ્ચર્ય થયું કે હવે સિંગલ સ્ક્રીન થિયેટરો જશે અને જ્યારે સેટેલાઈટ ટીવી આવ્યા ત્યારે લોકોને સિનેમાનો અંત આવશે એવું લાગ્યું હતું, પણ એવું કશું થયું નહીં. ઘણા ફેરફારો થતાં રહ્યા અને નવા જોડાણો થતાં રહ્યા, પણ કથાઓએ તેમની પ્રસ્તુતતા આપણા સમાજમાંથી ગુમાવી નથી. હિન્દી સિનેમા તેની જગ્યાએ અચળ છે અને આપણું મનોરંજન પણ કરે છે, પણ હા, સ્ટોરીઓ અને તેની ટ્રિટમેન્ટ બદલાઈ ગઈ. હિન્દી સિનેમા ભલે જૂની ફેશનના ગણાય, પણ ભારત કે દુનિયામાંથી તે દૂર થયા નથી. આપણે પણ બદલાતા રહ્યા છે, પણ હજુય આપણો સમાજ પરંપરાગત છે. આપણી ફિલ્મોમાં પણ જૂના અને નવાનું મિશ્રણ અનોખી રીતે પિરસવામાં જ આવે છે ને ? આપણા સિનેમા આપણા જીવનને ચોક્કસાઈથી ચિતરે છે. ઓટીટી પણ એવું જ તો કરે છે. 

* શું તને લાગે છે કે વ્યાવસાયિક ફિલ્મોની માર્કેટ ધીમે ધીમે જાગ્રત અવસ્થામાં શોર્ટ ફિલ્મોના ફોર્મેટ ભણી જઈ રહી છે ?

* હા. ફાઉન્ડરો અને નિર્માતાઓ માટે વધુ નભી શકાય એવું પ્રોડક્શન ઓપ્શન આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, આ ફોર્મેટને સારી એવી પ્રતિષ્ઠા મળી છે અને સબ્જેક્ટ મેટર, સ્ટાઈલ તથા ટ્રિટમેન્ટની દ્રષ્ટિએ તેનો વ્યાપ વધ્યો છે. 

અરે, ઘણી બધી સ્ટોરી સિનેમા માટે ઘણી જોખમી લાગતી હોય અથવા ઘણી ઓફ-બિટ હોય તેને ખૂબ જ સારી રીતે આ ફોર્મેટ (શોર્ટ ફિલ્મ)માં કંડારવામાં આવે છે. મને આશા છે તે વધુ લોકપ્રિય બનશે અને વ્યાપકપણે પ્રશંસા પ્રાપ્ત કરશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KFx1Tm
Previous
Next Post »