શ્વેતા ત્રિપાઠી શર્મા : પસંદગીની સિરિઝો કરવાની આગ્રહી


અ ભિનેત્રી શ્વેતા ત્રિપાઠુ શર્મા માને છે કે કલાકારો માટે હાલનો સમય શ્રેષ્ઠ છે. આજની તારીખમાં કલાકારો માત્ર મનોરંજન ઉદ્યોગનો ભાગ નથી બની રહ્યાં પણ વિવિધ પ્રકારના વિષયવસ્તુ પર બનતી ફિલ્મો તેમજ સિરિઝોમાં કામ કરીને દર્શકોના દિલ પર રાજ કરી રહ્યાં છે. શ્વેતાને ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળતી સ્પર્ધા ઉત્સાહિતકરે છે. તે કહે છે કે આ પ્લેટફોર્મ પર તમે દુનિયાભરના કન્ટેન્ટ જોઈ શકો છો. અહીં તમને 'મિર્ઝાપુર'થી લઈને 'નાર્કોસ', 'હાઉસ ઓફ કાર્ડસ' અને કોરિયન ડ્રામા સુધ્ધાં જોવા મળે. સ્વસ્થ હરિફાઈ હમેશાં આવકાર્ય ગણાય. હું પણ મારા પ્રત્યેક પ્રોજેક્ટ સાથે એક એક પગથિયું ઉપર ચડવા માગું છું. હું ઈચ્છું છું કે ઓટીટી પ્લેટફોર્મ તેનું મહત્ત્વ જાળવી રાખે.

શ્વેતા માને છે કે ઓટીટી પ્લેટફોર્મનો તાલ માગ અને પૂરવઠા જેવો છે. જો દર્શકો ચોક્કસ પ્રકારના વિષય પર ફિલ્મો જોવા માગતા હોય તો તે બનાવવામાં આવે છે અને જો કોઈ વિષયવસ્તુ દર્શકોને ગમી જાયતો તે મોટા પ્રમાણમાં જોવામાં આવે છે.

'ધ ગોન ગેમ'ની અભિનેત્રી જોકે કબૂલે છે કે આ પ્લેટફોર્મ પર પણ ટોળાની માનસિકતા જોવા મળે છે એ વાતમાં બે મત નથી. કેટલાંક સર્જકો વર્તમાન શિરસ્તાને વટાવી ખાવામાં માને છે પરંતુ કલાકારે ક્યો પ્રોજેક્ટ કરવો અને ક્યો નહીં તે તેની મુનસફી પર અવલંબે છે. મારા મતે કેટલાંક કલાકારોને પસંદગીની ફિલ્મોમાં  જ કામ કરવું ગમે છે. હું પણ ચોક્કસ પ્રકારની સિરિઝોમાં જ કામ કરવાનું પસંદ કરું છું. લોકો ભલે મને ચૂઝી કહે. પરંતુ આ વાત હું નવાઝુદ્દિન સિદ્દીકી પાસેથી શીખી છું. મને મારા ક્ષેત્ર સાથે લગાવ છે. હું સેટ પર હોઉં છું ત્યારે બહુ ખુશ હોઉં છું. મને જે કામ ઓફર થાય તેનો વિષય મને ન ગમે તો હું તે સ્વીકારતી નથી. આવી સ્થિતિમાં હું ઘરે બેસીને એ વાતના રોદણાં રડવાનું પસંદ કરું છું કે મને મારી પસંદગીનું કામ નથી મળી રહ્યું. ખરું કહું તો હું મારા પ્રત્યેક પ્રોજેક્ટ સાથે દર્શકોને આશ્ચર્યચકિત કરવા માગું છું.

ઓટીટી પ્લેટફોર્મ કલાકારો અને દર્શકો માટે આશિર્વાદરૂપ પુરવાર થઈ રહ્યો છે તેથી શ્વતેા કહે છે કે આજે માત્ર ચોકખાચણાંક પાત્રો રજૂ નથી કરાતાં. દરેક પાત્રનું આગવું વહેણ હોય છે. વર્ષોથી આપણને જે ચોકસાઈવાળી ભૂમિકાઓ દર્શાવવામાં આવતી હતી તે વાસ્તવિક નહોતી. એક દર્શક તરીકે હું સારા- વાસ્તવિક વિષયવસ્તુ જોવાનું પસંદ કરું. મારા મતે જો સારા કન્ટેન્ટ જોવામાં આવે તો એવા વિષયો પર સિરિઝો, ફિલ્મો બને.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38fbTv5
Previous
Next Post »