યાર્નમાં વણથંભી તેજીના લીધે કાપડનું વેચાણ અંડરકોસ્ટ


કાપડ બજારમાં કાપડના ઉત્પાદનમાં રો-મટીરીયલના ભાવમાં વધારો થવા પામેલ છે. રૂ, કોટન યાર્ન, પોલિયેસ્ટર યાર્ન, કલર કેમીકલ્સના ભાવમાં વધારો થવા પામેલ છે. રો-મટીરીયલ્સના ભાવ વધતા કાપડના કોસ્ટિંગ ઉંચા ગયેલ છે અને તેના પછવાડે કાપડના ગ્રે તથા ફીનીશ કાપડના ભાવ ઉંચા ક્વોટ થઇ રહેલ છે. કાપડના ગ્રેના ભાવ વધ્યાં છે. પરંતુ અત્યારના યાર્ન અને બીજા ભાવની સરખામણીએ વધ્યા નથી. આમ કાપડમાં ઉધી સાયકલ ચાલી રહેલ છે. કાપડના કોસ્ટિંગના પ્રમાણે ભાવો મળતા નથી. એટલે ઉત્પાદનમાં અત્યારના ભાવથી નેગેટીવ રીટર્ન ગણી શકાય. જો કે જુના કોસ્ટિંગના ભાવના માલોમાં ઉત્પાદન યુનિટોને અને વેપારી વર્ગને સારો નફો મળતા અને જુના માલો સારા પ્રમાણમાં ખપી જતા માલ બોજો ઓછો થઇ જવા પામેલ હતો. અને બજાર સેલર્સ મારકીટ થઇ જતા વેચનાર વેપારી પેમેન્ટ માટે RTGS કે ચેક સામે માલો વેચતો થઇ ગયેલ. કાપડના ધંધામાં ઉધારીનું દુષણ આના લીધે ઓછુ થવાના સંજોગો છે. પરંતુ આના માટે વેચનાર વર્ગ પોતાની પેમેન્ટની શરતે માલ વેચવો રહ્યો. નહિતર પાછુ પેમેન્ટ માટે લાંબી ઉધારી કાપડના ધંધાને જોખમમાં મૂકી શકે. કાપડના વેપારીઓ જુના ખરાબ અનુભવના લીધે હવે કાપડના વેચાણ માટે પેમેન્ટ માટે સજાગ થઇ ગયેલ છે. કાપડ સિવાય બીજા કોઈ ધંધામાં આટલા લાંબા સમયની ઉધારી નથી. કાપડની લાંબી ઉધારી એ નાણાભીંડના લીધે વેપારીઓ થાકી ગયેલ છે. આના લીધે વેપારી વર્ગ લાંબી ઉધારી થોડી ને વધુ કેશ પેમેન્ટથી રોકડેથી વેચાણ કરવા યોગ્ય સમજી બેઠો છે. અને હવે કાપડના વેચાણ સામે RTGS કે ચેકો લઇને વેચાણ કરવાની વ્યવસ્થા વધતી જોવા મળી રહેલ છે. જે યોગ્ય છે. અને કાપડના ધંધા માટે આગળ સફળ થશે.

દેશમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં દિલ્હી અને નોર્થ બાજુ વધારે હાલત ખરાબ છે અને દીલ્હી અને નોર્થ બાજુ જે માલોની અવર જવર હતી તેને અસર થવા પામેલ છે. કાપડના માલો જતા અટકી જવા પામેલ છે. નોર્થ બાજુ રાજસ્થાન, પંજાબ, દિલ્હી બાજુ માલની આવ-જા અટકી જતા તેની અસર બજાર ઉપર પડેલ છે. પોંગલ તા. ૧૪ જાન્યુઆરીએ છે. આના લીધે તામીલનાડુ ૧૨થી ૨૦ જાન્યુઆરી સુધી બંધ રહેશે. તા. ૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી દરમિયાન આડીમાસ અને ૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી સુધી આડિમાસ અને ૧ જાન્યુથી ૧૪ જાન્યુ. સુધી કમુરતા હોવાના લીધે ઘરાકી ઓછી થઇ જશે. ૫ રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહેવાની હોવાના લીધે તામીલનાડુ, બંગાલ, પોંડીચેરી જેવા રાજ્યોની લેવાલીમાં ફરક જોવા મળશે. કોરોનાની જે ભીતી હતી તે ધીરે ધીરે વેક્સીન આવતા ઓછી થઇ ગયેલ છે. વધુમાં દેશમાં આ વર્ષે વરસાદ સારો થવાના પરિણામે આગળ ગ્રામીણ ખરીદી સારી રહેશે. ખેડૂતોના હાથમાં નાણા આવતા આગળ ખરીદશક્તિમાં વધારો આવશે. ઇન્ટરનેશનલ લેવલે ડીઝલ-પેટ્રોલના ભાવમાં ઘટાડો થવા પામેલ છે. પરંતુ દેશમાં પેટ્રોલ હજુ પણ રૂ. ૮૦ લીટરે વેચાતુ થયેલ છે. ઇન્ટરનેશનલ લેવલે ફુડ ઘટેલ છે પરંતુ તેનો લાભ લોકલમાં મળતો નથી. આના પરિણામે ટ્રાન્સપોટેશન ખર્ચ વધવા પામેલ છે. શેરબજારની તેજીથી કાપડ બજારમાં કૃત્રિમ નાણાભીડ વર્તાય છે.

કાપડમાં વપરાતા કોટન યાર્ન અને પોલિયેસ્ટર યાર્નના ભાવ વધેલ છે. યાર્નના ભાવ ૨૦૨૦ ઓગસ્ટ ૬૦ નંબરનારૂ. ૯૦૦ હતા તે વધીને ૧૫૦૦ની આસપાસ થઇ ગયેલ છે. અને ૪૦ નંબર યાર્નના ભાવ જે રૂ. ૨૫૦ હતા તે વધીને રૂ. ૩૨૦ થઇ ગયેલ છે. યાર્નના ભાવ વધતા કાપડના ગ્રેના ભાવ વધેલ છે. પરંતુ નવા કોસ્ટિંગથી નીચે જેના પરિણામે કાપડનું ઉત્પાદન ઘટેલ છે. આગળ દેશમાં પડી રહેલ ઠંડીના લીધે કાપડના કોટન અને સિન્થેટીક્સ કાપડની ડીમાન્ડ ઘટશે.

કાપડના ભાવ ઃ એરજેટ ૪૮ પનો ગ્રે ૪૦/૪૦ ૧૨૪/૬૪ ક્વોલીટી રૂ. ૫૦માં સોદા થયેલ છે. એરજેટ ૬૩ પનો ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી રૂ. ૭૦માં માલો વેચાય છે. એરજેટ ગ્રે ૬૦/૬૦ ૧૬૫/૧૭૪ ક્વોલીટી ૬૩ પનો રૂ. ૮૦માં માલો વેચાય છે. પોલીયેસ્ટર કોટન (પી.સી.) ૪૮ પનો ગ્રે ૫૦ પી.સી. ૮૦/૭૬ ૮૫૦૦ ક્વોલીટી રૂ ૨૪માં માલો વેચાય છે. ૪૫ પી.વી. ૮૦/૭૬ ૧૦,૭૦૦ ક્વોલીટી ગ્રે રૂ ૨૮માં માલો વેચાય છે. બજારમાં જામ સાટીન, કોટન પોપલીન, રૂબિયા, રેયોન, અને નીટસના માલોની ડીમાન્ડ જોવા મળે છે. તિરૂપુરમાં બની રહેલ નિટવેરમાં સારા ઓર્ડર આવી રહેલ છે. બાંગ્લાદેશ અને ચીનમાંથી આવતા માલો જો સદી આવતા ઓછા થાય તો કાપડ બજારમાં લોકલ માલોની ડીમાન્ડ વધી શકે. બાંગ્લાદેશથી આયાત ડયૂટી ઝીરો છે જે માટે સરકારે ફેરફાર કરવા રહ્યા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3payhMX
Previous
Next Post »