મહામારીને કારણે અગાઉ એકવાર લગ્ન મોકૂફ રાખનાર જેનિફર લોપેઝ અને એલેક્સ રોડ્રિગ્સે પોતાના લગ્ન ફરી એકવાર મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ૫૧ વર્ષીય ગાયિકા અભિનેત્રી જેનિફર લોપેઝે જણાવ્યું છે કે ગયા વર્ષે કોવિડ મહામારીને કારણે તેમને લગ્ન મોકૂફ રાખવા પડયા હતા. તેણે વધુમાં જણાવ્યું કે તેને અને એલેક્સે પોતાના લગ્ન એક વાર નહિ પણ બે વાર મોકૂફ રાખ્યા હતા જેની ઘણાને જાણ નથી. લોપેઝે જણાવ્યું કે ગયા વર્ષે કોરોનાને કારણે લાગુ પડેલા ક્વોરન્ટાઈનના નિયમોને કારણે તેમણે લગ્ન મોકૂફ રાખ્યા હતા.
પણ ત્યાર બાદ પણ મહામારીમાં લોકડાઉનના નિયમો ચાલુ રહેતા તેમણે બીજી વાર પણ પોતાના લગ્ન મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જો કે બીજી વાર લગ્ન મોકૂફ રાખ્યાની ઘોષણા ત્યારે તેમણે નહોતી કરી. લોપેઝે આ બાબત ગંભીરતાથી નથી લીધી. તેણે જણાવ્યું કે કોવિડ મહામારીમાં આવી ઉજવણી ન કરવી જોઈએ એવું તેમને લાગતા તેમણે લગ્ન મોકૂફ રાખ્યા હતા. બંને સાથે છે અને એકમેક સાથે ખૂશ છે. યોગ્ય સમયે લગ્ન કરવામાં આવશે એમ લોપેઝે જણાવ્યું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WnoBT2
ConversionConversion EmoticonEmoticon