રાધિકા મદન હવે બધા જ માધ્યમમાં કામ કરવા તૈયાર


'મેરી આશિકી, તુમ સેહી' ફિલ્મ દ્વારા એક્ટિંગની જર્ની શરૂ કરનારી રાધિકા મદનને વિવિધ માધ્યમોમાં કામ કરવાની પર્યાપ્ત જાણકારી છે. ક્યાં માધ્યમના કેટલા માઇનસ પોઇન્ટ કે અને કેટલાં પ્લસ પોઇન્ટ તેની તમામ જાણકારી આ યુવાન અભિનેત્રી રાખે છે. આટલું જ નહીં, વેબ અને ફિલ્મોમાં શું બની રહ્યું છે અને તેને અપગ્રેડ કરવા કેવું કન્ટેન્ટ જરૂરી છે, એની જાણકારી રાધિકાને છે.

'આ ત્રણેય માધ્યમ જુદા છે... તમે ફિલ્મ અથવા વેબ માટે એક જ દિવસ કે સરખા દિવસે શૂટ કરી શકો અને તે દિવસે તેનું કામ પૂરું થઇ જાય છે, પણ ટીવી માટે એવું નથી હોતું. ડેઇલી શોપ્સ માટે તો તમારે દરરોજ શૂટ કરવું પડે અને નોન-ફિકશન કન્ટેન્ટ માટે, તમારે અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ ફાળવવા પડે છે. આથી, પટકથા, કાસ્ટ, ટાઇમિંગ વગેરે તમારેપોતાની મેળે જરૂરિયાત હોય એ મુજબ એડજસ્ટ થવું પડે છે' એમ તે કહે છે.

૨૫ વર્ષની રાધિકા મદન એ વાતથી સહમત થાય છે કે કામ કરવા માટે ટીવીની જરૂપિયાત મુજબ તમારે કેટલીક બાબતો સાથે એડજસ્ટ થવું પડે છે, 'ફિલ્મો અને વેબ શોઝની યોગ્ય પટકથા, સંવાદ અને સીન્સની જરૂપિયાત માટે એકાદ મહિનામાં કામ પૂરું થઇ જાય છે. ટીવીમેં તો હમે કુછ દિન સેટ પે ગરમ-ગરમ ડાયલોગ મિલતે થે.  ટેલિકાસ્ટ તો દરરોજ થતું હોવાથીપટકથા,સંવાદો, પાત્રો પર કામ કરવાનો કોઇને સમય જ નથી મળતો. આટલું જ નહીં અટકાવવા અથવા તો કંઇક નવું વિચારવાનો પણ કોઇને સમય નથી હોતો. આથી, ઘણીવાર તો જુદા જુદા શોઝના પ્લોટના લુક સરખા જ દેખાય છે. દરેક વખતે, એક ટ્રેક હીટ થઇ જાય છે તો દરેક ચેનલના ઓછામાં ઓછા એક શોમાં તો નેરેટિવ સમાન હોય શકે છે... મેં પોતે પણ અનુભવ્યું છે કે ટીવી ટાઇપકાસ્ટ્સ એકટર્સ, એમ રાધિકા કહે છે.

જો સબ્જેક્ટ સ્ટિરિયોટાઇપિંગ જેવો હોય તો એવું કહેવામાં આવે  કે એવું બધુ એકસરખું ફિલ્મોમાં પણ કામ કરે છે, રાધિકા સ્પષ્ટતા કરતા કહે છે કે 'હા, એવું જ બને છે, પણ ટીવી સાથે એવું બધું એક શોમાં એક વર્ષ સુધી ચાલે છે. આથી, આ બધુ કલાકારો માટે ઘણું મુશ્કેલ બની રહે છે અને તેઓ તેમના પાત્રમાંથી બહાર પણ નીકળી શકતા નથી.

આમ છતાં આટલા બધા મુદ્દા હોવા છતાં રાધિકા એવું ફિલ કરે છે, ટીવીને તેનો પોતાનો ચાર્મ છે, 'વાસ્તવિકતા એ છે કે આખો પરિવાર સાથે બેસીને ટીવી માણે છે. મને એવી આશા છે કે ટીવી પર કન્ટેન્ટ સાથે વધુ પ્રયોગો કરવામાં આવે છે. હું માનું છું કે તમે વધુ ઓડિયન્સ વેરાઇટીને ઓફર કરી શકો છે. અને તેઓ તેને વધુ સ્વીકારતા શીખશે, એમ કહી રાધિકા મદને સમાપન કર્યું. સાથે જ એવા નિર્દેશ પણ આપ્યા કે તે કોઇ પણ માધ્યમમાં કામ કરવા ઉત્સુક છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3an4QTG
Previous
Next Post »