નડિયાદ, તા 24 ડિસેમ્બર 2020, ગુરુવાર
નડિયાદના સાક્ષર અને નવલિકાકાર તરીકે લોકપ્રિય થયેલા હરિત પંડયા ૨૩ ડિસેમ્બરે અક્ષરદેહમાં વિલિન થયા. ૧૯ ઓગસ્ટ ૧૯૩૩ને દિવસે જન્મેલા હરિતભાઈએ એમ.એ. બી.એડ. સુધી અભ્યાસ કર્યો હતો અને દાયકાઓ સુધી અધ્યાપક તરીકે સેવા આપી હતી.
મૂળ નર્મદા જિલ્લાના ભાલોદના વતની હરિત પંડયાની કર્મભૂમિ નડિયાદ રહી હતી. હરિતભાઈ ચિત્રકળામાં વિશેષ રસ ધરાવતા હતા. નિહારિકા, તમન્ના, અતીતને આરે, હાર્બર, વ્યાપ્તિનું ફૂલ, સપનાં થયાં સાકાર, શ્રી લોકનાથ તીર્થસ્વામી મહારાજ અને વિશ્વના મહાન ચિત્રકારો વગેરે તેમનાં પુસ્તકો છે. તેમનો અંગ્રેજી નવલિકાસંગ્રહ હાર્બર ખૂબ પ્રશંસા પામ્યો છે.
ગુજરાતી ઉપરાંત હરિતભાઈ અંગ્રેજી સાહિત્યના પણ ઊંડા અભ્યાસી હતી. લોકલહરી સામાયિકમાં તેમણે સંપાદક તરીકે જવાબદારી બજાવી હતી. ઘરશાળા, કુમાર, અખંડ આનંદ, નવચેતન, શ્રી, સ્ત્રી, વિશ્રામ, પ્રખર વગેરે સામાયિકોમાં તેમણે કટારલેખન પણ કર્યું હતું. હરિત પંડયાના સાહિત્યકર્મને અનેક સંસ્થાઓ દ્વારા જુદાજુદા પુરસ્કારોથી સન્માનવામાં આવ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nS8t8m
ConversionConversion EmoticonEmoticon