નડિયાદ,તા. 24 ડિસેમ્બર 2020, ગુરુવાર
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ગત મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. આ બનાવની જાણ નડિયાદ ફાયરબ્રિગ્રેડને થતા ટીમ ઘટના સ્થળે પહોચી હતી. તાત્કાલીન આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ માઇ મંદિર રોડ ઉપર આવેલ સાવલીયા પંપીગ સ્ટેશન પાસેના રાજીવનગરમાં એક ઝુંપડામાં આગ લાગી હતી.આ આગ નડિયાદ નગરપાલિકામાં ફરજ બજાવતા દીપુભાઇ કરસમીભાઇ ઠાકોરના રહેણાંક ઝુંપડામાં એકા એક આગ ભભૂકી ઊઠી હતી. આ બનાવની જાણ નડિયાદ ફાયરબ્રિગ્રેડની ટીમ થતા ઘટના સ્થળે પહોચી આગને કાબુમાં લીધી હતી.જો કે આ આગની ઘટના શોર્ટસર્કિટના કારણે થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતું. જો કે આ આગ લાગવાના કારણે ઘરમાં રહેલ તમામ ખાધચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WK5OBK
ConversionConversion EmoticonEmoticon