- એકવીસમી સદીના આધુનિક યુગમાં જ્યારે આપણે ત્યાં બુલેટ ટ્રેનના આગમનની તૈયારીઓ થઈ રહી છે ત્યાઆરે બીલીમોરા-વઘઇ ટ્રેનને સહેજ પણ ઘાઇ વગરની નિરાંતભરી યાત્રા કરતી જોઈને આશ્ચર્ય થયા વિના ન રહે
ઇકોનોમિક્સ અને ઇતિહાસ આમ તો એકમેકથી સાવ નોખા વિષયો છે. બેય વચ્ચેર સ્ના નસૂતક હોવાનું ન જણાય, પરંતુ ઘણી વાર ઇકોનોમિક્સ યાને અર્થશાસ્ત્રેના વાંકે ઇતિહાસમાં અણધાર્યા નાટકીય વળાંકો આવતા હોય છે. જેમ કે, થોડા મહિના પહેલાં ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજ ‘વિરાટ’ને અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના અંતિમધામે મોકલી દેવું પડ્યું તે માટે જહાજને મ્યૂતઝિઅમ તરીકે જાળવવાનો આકરો નિભાવખર્ચ નિમિત્ત બન્યોા હતો. ભારતીય નૌકાદળમાં ઇતિહાસ રચનાર ‘વિરાટ’ને નફા-તોટાની આર્થિક ગણતરીઓના ઇકોનોમિક્સે ઇતિહાસ બનાવી નાખ્યું. બીજો દાખલોઃ પાકિસ્તાિન સામે ૧૯૭૧નું યુદ્ધ જીતાડવામાં જેણે સિંહફાળો આપેલો તે ઐતિહાસિક વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ને પણ ભંગારવાડે મોકલી આપવામાં નિભાવખર્ચની આર્થિક ગણતરીઓ (ઇકોનોમિક્સ) જવાબદાર હતી. અહીં સેમ્પબલ પૂરતાં ફક્ત બે ઉદાહરણો ટાંક્યા. બાકી તો અર્થશાસ્ત્ર ના વજનદાર અને વગદાર હથોડા નીચે ‘વિક્રાંત’ અને ‘વિરાટ’ જેવી આપણી બીજી કેટલીય ઐતિહાસિક વિરાસતોના ભૂકા બોલી ચૂક્યા છે.
હવે તે અદૃશ્યે હથોડાનો પ્રહાર ૧૦૭ વર્ષ પુરાણી રેલવે પર થવા જઈ રહ્યો છે. ટ્રેનનું નામઃ ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જર’. આ નેરો ગેજ ટ્રેન એક સદી થયે દક્ષિણ ગુજરાતનાં ડાંગ જંગલોમાં ૬૩ કિલોમીટર લાંબા રૂટ પર પ્રવાસ ખેડી રહી છે. હજી ઘણાં વર્ષ તે પોતાનો પ્રવાસ ચાલુ રાખી શકે તેમ છે. પરંતુ અફસોસની વાત કે ડિસેમ્બીર ૧૦, ૨૦૨૦ના રોજ ભારતીય રેલવે બોર્ડે આર્થિક કારણોસર ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જર’ને હંમેશ માટે રુખસત આપી દેવાનો પ્રસ્તાઆવ મૂક્યો છે. બીલીમોરા-વઘઈની માફક બીજાં સાતેક નેરો ગેજ નેટવર્કના પાટા પણ ઉખેડી લેવાનું રેલવે બોર્ડે સૂચવ્યું છે. આ સૂચનનું અમલીકરણ થયું, તો પાટા સાથે ભારતીય રેલવેના રોમાંચકારી ઇતિહાસનાં મૂળિયાં પણ ઊખડી જશે.
■■■
આજથી ૧૬૭ વર્ષ અગાઉ મુંબઈ-થાણે વચ્ચે પહેલી ટ્રેન દોડતી થઈ એ પછીનાં પોણોસો વર્ષમાં ભારતના ઘણા રાજા-મહારાજાઅોએ પોતપોતાનાં રાજ્યો પૂરતું સીમિત રેલવે નેટવર્ક રચ્યું હતું, જેમના પર તેમની સંપૂર્ણ માલિકી હતી. કોઈ રાજ્યએ બ્રોડ ગેજ (પ.૬ ફીટ) પાટા નાખ્યા. કેટલાકે મીટર ગેજ (૩.૨૮ ફીટ) અપનાવ્યો, તો અમુક રાજ્યોએ નેરો ગેજ (૨.૬ ફીટ) રેલવે પસંદ કરી. આ ત્રણેયમાં સૌથી નવાઈભર્યો નેરો ગેજ હતો, કેમ કે બ્રિટિશહિંદમાં રેલવેનું નેટવર્ક સ્થાસપવા માટે વાઇસરોય લોર્ડ ડેલહાઉસીએ બ્રોડ ગેજ પસંદ કર્યા પછી બહુધા રાજ-રજવાડાં પણ સ્થા નિક રેલ નેટવર્ક માટે તે માપને અનુસરતાં રહ્યાં.
ગાયકવાડ વંશી મહારાજાનું વડોદરા રાજ્ય એ બાબતે અપવાદ હતું. બલકે, બ્રોડ ગેજથી લગભગ અડધાથી પણ ઓછી પહોળાઈનો નેરો ગેજ પસંદ કરવામાં વડોદરા હિંદુસ્તાંનનું પહેલું અને એકમાત્ર રાજ્ય હતું. આશ્ચર્યની બીજી વાત એ કે હિંદુસ્તા નમાં તો ઠીક, બ્રિટિશ હકૂમત હેઠળના બીજા એકેય દેશમાં ૨.૬ ફીટ ગેજના સાંકડા પાટા નખાયા ન હતા.
ઓગણીસમી સદીની આખરમાં ગાયકવાડે વડોદરા રાજ્યમાં નેરો ગેજના પાટા બિછાવવાનું શરૂ કર્યું. સમયાંતરે વિસ્તરરતું રહેલું Gaekwad’s Baroda State Railway (GBSR) નામનું તે નેટવર્ક ૧૯૨૦ સુધીમાં તો ખાસ્સુંા ૪૦૦ કિલોમીટરનું બની ગયું. આટલું વિશાળ નેટવર્ક સ્થાઠપવા પાછળ બે મુખ્ય૯ ઉદ્દેશો હતાઃ
(૧) દક્ષિણે છેક નવસારી સુધી લંબાતા વડોદરા રાજ્યના દક્ષિણ-પૂર્વ પ્રદેશમાં કપાસની મબલખ પેદાશ થતી હતી. બળદગાડામાં રૂની ગાંસડીઓ ભરી તેમને ભરૂચ સુધી અને પછી ત્યાંપથી મુંબઈ પહોંચતી કરવામાં દિવસો લાગી જતા હતા. જાણીતી વાત છે કે ઇંગ્લેંન્ડ્ના માન્ચેેસ્ટ રની કાપડ મિલોને ધમધમતી રાખવા માટે ભારતનું મબલખ કપાસ જહાજો મારફત ઇંગ્લેેન્ડ મોકલવામાં આવતું હતું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં એક દસકો તો એવો વીતેલો કે જ્યારે આપણે ત્યાં થી લગભગ ૬૬,૦૦૦ મેટ્રિક ટન કપાસ ઇંગ્લેધન્ડો નિકાસ પામ્યું હતું. વડોદરા રાજ્યના દક્ષિણ-પૂર્વ પ્રદેશમાં કપાસની ખેતી કરતા ખેડૂતો તેમનો માલ સમયસર મુંબઈ પહોંચતો કરી શકે એ ખાતર ગાયકવાડે નેરો ગેજ રેલવેની સેવા ઊભી કરી આપી હતી. બદલામાં રાજ્યને નૂરની આવક થતી હતી.
(૨) રેલવે સ્થાથપવાનો બીજો ઉદ્દેશ પ્રજાકલ્યાઆણનો હતો. રાજ્યના દૂરદરાજ ગામોમાં વસતા લોકોને એકથી બીજા સ્થેળે પહોંચવા માટે પરિવહનનો લાભ મળી શકે એ માટે ગાયકવાડે Gaekwad’s Baroda State Railway (GBSR)ને કરોળિયાના જાળાની માફક ફેલાવ્યું હતું.
ઈ.સ. ૧૯૧૩માં બીલીમોરા-વઘઈ વચ્ચેન ૬૩ કિલોમીટર લાંબી નેરો ગેજ રેલ શરૂ કરવામાં પણ એક કારણ જો ડાંગના જંગલોમાંથી સાગના લાકડાની ઝડપી તેમજ જથ્થાફબંધ હેરફેરનું હતું, તો બીજું કારણ પ્રજાકીય હતું. ડાંગના જંગલ વિસ્તામરોમાં રહેતા આદિવાસીઓ પાસે પરિવહનનું કોઈ સાધન નહોતું ત્યાહરે બીલીમોરા-વઘઈ વચ્ચેજની ૬૩ કિલોમીટર લાંબી રેલવે તેમને માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ.
આજે ૧૦૭ વર્ષે પણ ડાંગના લોકો માટે ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જીર’ ટ્રેનનું મહત્ત્વ ઘટ્યું નથી. ફળ-શાક, મધ, ફૂલો, વાંસની હસ્તકલા ચીજવસ્તુઓ, કરંડિયા (નીચેની તસવીર) વગેરેના વેચાણ અર્થે ફેરી કરતા મહેનતકશ લોકો માટે તેમજ ૬૩ કિલોમીટરના રૂટ પર નાનાં ગામોમાં વસતા રહીશો માટે ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જાર’ ટ્રેન મુખ્યઓ નગરો સુધી અપ-ડાઉન કરવાનું સગવડભર્યું માધ્યેમ છે.
■■■
આ રમકડાં ગાડીનું ત્રીજું પાસું તેની સફર છે, જે રેલવે પ્રેમીઓએ તો અચૂક માણવા જેવી છે. એક સદીથી પણ સહેજ વધુ બહોળા કાર્યકાળના સંદર્ભે ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જુર’ વિક્રમસર્જક છે, તો તેનો પ્રવાસ ભારોભાર વિસ્મયસર્જક છે. એકાદ સફર ખેડો તો વિચાર આવે કે એકવીસમી સદીના આધુનિક યુગમાં જ્યારે આપણે ત્યાંર બુલેટ ટ્રેનના આગમનની તૈયારીઓ થઈ રહી છે ત્યાઆરે કલાકના માંડ વીસ કિલોમીટરે ઠચૂક... ઠચૂક... આગળ વધતી આવી નિરાંતભરી રેલયાત્રા ખરેખર થાય છે?
દક્ષિણ ગુજરાતના બીલીમોરા રેલવે સ્ટે શનના પાંચમા પ્લેલટફોર્મથી સવારે દસ વાગ્યેત 52001-UP ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જેર’ તેનો ગોકળગાય પ્રવાસ શરૂ કરે છે. ઈ.સ. ૧૯૧૩થી લઈને ૧૯૩૭ સુધી ટ્રેનને બચોળિયું સ્ટીશમ એન્જિ ન ખેંચી જતું હતું. આજે ચિત્તરંજન લોકોમોટિવ્સ વર્ક્સે બનાવેલું ZDM5 પ્રકારનું ડીઝલ એન્જિધન વપરાય છે. શતાબ્દિુ એક્સપ્રેસ જેવી ટ્રેનને પાંચેક હજાર હોર્સપાવરનું એન્જિનન જોતરેલું હોય, જ્યારે ZDM5 ફક્ત સાડા ચારસો હોર્સપાવરનું છે. કલાકના મહત્તમ ૩પ કિલોમીટરની ગતિ તે હાંસલ કરી શકે છે. એવરેજ પૂછો તો ૧ લીટરે ૯૦૦ મીટર!
આ ટ્રેનમાં રિઝર્વેશન જેવું કંઈ નથી, એટલે ચાહો તે કોચમાં મનપસંદ સીટ પર સ્થા ન ગ્રહણ કરી શકાય. બીલીમોરાથી વઘઈનું ભાડું રૂપિયા પંદરની આસપાસ છે. આજે રેલવે ટિકિટના ઓનલાઇન બુકિંગનો જમાનો છે, પણ ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જજર’ માટે હજી જાણે કે એકવીસમી સદીનું સ્ટેનશન આવ્યું નથી. ટ્રેનમાં ચડતા પહેલાં (ટ્રેનના જ એકાદ ડબ્બાલમાં બેઠેલા) ગાર્ડ અથવા ગેટમેન પાસે ટિકિટ લેવાની થાય છે. જાડા પૂંઠાની જુનવાણી ઢબની ટિકિટ તેઓ પંચ કરીને આપે છે. એક સદી પહેલાં જોવાં મળતાં તેવાં દૃશ્યોનના આજે સાક્ષી બનીએ તે શું ટાઇમ ટ્રાવેલ નથી?
ગાડીમાં મુસાફરોની સંખ્યા ઠીક ઠીક થાય, એટલે એન્જિુનચાલક સફરનો આરંભ કરે છે. સ્પીઠડ જેવો શબ્દુ તો ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જટર’ જોડે સહેજ પણ સુસંગત ન લાગે. કલાકના માંડ વીસેક કિલોમીટરે તે આગળ વધે છે. ક્યાંય પહોંચવાની કોઈ પ્રકારની ઉતાવળ ન હોય તેમ નિરાંતે સફર ખેડતી ટ્રેનનો પહેલો વિરામ ગણદેવી છે. અહીં ફક્ત ૧ મિનિટનો હોલ્ટગ લીધા પછી તે ચીખલીની દિશા પકડે છે.
સરેરાશ દસેક મિનિટે એકાદ સ્ટે શન આવે ત્યાછરે ઊભવું પડે એ તો સમજ્યા, પણ ચાલુ પ્રવાસે સુધ્ધાંદ તેણે ઘણી વાર થોભવું પડે છે. આ હર્ડલ રેલવે ક્રોસિંગનું છે. ટ્રેનના આગમન વખતે ફાટકને બંધ કરવાની જવાબદારી ભારતીય રેલ દ્વારા નિયુક્ત ગેટમેનની છે. પરંતુ અહીં તો એ કામ એન્જિધન ડ્રાઇવરના (કે પછી સફરમાં જોડાતા ગેટમેનના) શિરે છે. ફાટક આવવાનું હોય ત્યાએરે ચાલક ટ્રેનની સ્પીરડ એકદમ ઘટાડી દે. (હા, ભાઈ! વીસ કિલોમીટરની ધીમી ગતિને પણ ફાટક પાસે ધીમી કરવી પડે છે.) ચાલકે અથવા ગેટમેને ત્યાટર પછી નીચે ઊતરવાનું, ચાવી ભરાવીને ફાટક બંધ કરવાનો, વળી પાછા એન્જિ નમાં ગોઠવાઈ ટ્રેનને આગળ ધપાવવાની અને સહેજ દૂર ગયા પછી ફરી ગાડી થોભાવીને ફાટક ખોલવા માટે જવાનું!
માની શકો કે આજના યુગમાં ઐસા ભી હોતા હૈ? પણ વર્તમાનને બદલે ભૂતકાળમાં સફર ખેડતી ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જૈર’ માટે આવું બધું રોજિંદો ક્રમ છે. આ ટચૂકડી ટ્રેનની એક વિશેષતા નિરાંત છે, તો બીજી ખૂબી ડાંગનાં જંગલો સોંસરવો પસાર થતો સુંદર રૂટ છે. વાંસદા નેશનલ પાર્કમાંથી રસ્તોઈ ચાતરતી ગાડી મુસાફરોને સરસ મજાનાં દૃશ્યોો બતાવે છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાંન ખીલી ઊઠેલી વનરાજી જોઈને સફરનો થાક-કંટાળો વીસરી જવાય. (લેખના મુખ્યા પાને આપેલું હરિયાળી વચ્ચેજથી પસાર થતા પાટાનું ચિત્ર જુઓ.) નસીબ સારા હોય તો વાંસદા નેશનલ પાર્કમાં વિહરતા વન્ય જીવો પણ નજરે ચડે.
સવારે દસ વાગ્યેર બીલીમોરાથી નીકળતી 52001-UP ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જ ર’ ચીખલી બાદ રાણકુવા, ધોળીકુવા, અનાવલ, વાંસદા રોડ, કેવડી રોડ, કાળા અંબા અને ડુંગરડા થતી બપોરે ૧ઃ૦૦ વાગ્યેવ વઘઈ પહોંચે ત્યાનરે કુલ ૬૩ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હોય છે—પૂરા ૩ કલાકે!
■■■
જો કે અહીં મહત્ત્વ સમયનું નથી. ઉપર જે ગામોનાં નામ લખ્યાંી એ બધાં તેમજ તેમની નજીકનાં સ્થસળોએ રહેનારા સેંકડો લોકોની પરિવહન સગવડ ‘બીલીમોરા-વઘઈ મિક્સ પેસેન્જ ર’ વડે સચવાય એ વધુ મહત્ત્વની વાત છે. આ ટ્રેન વળી ૧૦૭ વર્ષનો ચલતોફિરતો ઇતિહાસ છે એ હકીકત પણ ભૂલવા જેવી નથી. પરંતુ લેખના આરંભે નોંધ્યું૭ તેમ અાર્થિક સમીકરણો સામે ઘણી વાર ઇતિહાસની યાદગીરીઓ પોતે ઇતિહાસ બની જતી હોય છે.
બીલીમોરા-વઘઈની લાઇન આપણા રેલતંત્રને આર્થિક બોજ જણાવા લાગી છે. ખોટનો ધંધો તેને કરવો નથી, એટલે ૧૦૭ વર્ષ પુરાણા પાટા ઉખેડી દેવાનો પ્રસ્તાનવ મુકાયો છે. ખરેખર તો આવી અસ્મિલતાને વધુ મઠારીને તેના થકી ટ્રાન્સ પોર્ટ-કમ-ટૂરિઝમ એમ બન્નેો ક્ષેત્રના આર્થિક લાભ મેળવી શકાય. બ્રિટન, અમેરિકા, થાઇલેન્ડક વગેરે દેશોએ ઐતિહાસિક રેલવે (ખોટ ખાવા છતાં) ચાલુ રાખી છે. ઐતિહાસિક સંભારણાંને ભાવિ પેઢી માટે સંભાળપૂર્વક જાળવી રાખવાનું પશ્ચિમી દેશો પાસેથી આપણે ક્યારે શીખશું? કોણ જાણે! ■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aH5sUF
ConversionConversion EmoticonEmoticon