હજારો વર્ષ જીવતો અજાયબ છોડ : વેલ્વેશિયા


સ જીવ સૃષ્ટિમાં વૃક્ષોનું આયુષ્ય સૌથી વધુ હોય છે. તેમાંય રણપ્રદેશમાં થતો વેલ્વેશિયાનો છોડ તો હજારો વર્ષ જીવે છે. દક્ષિણ આફ્રિકાના નામિબીયા અને એંગોલાના રણમાં  આ છોડ થાય છે. આ છોડને થડ હોતું નથી પરંતુ મૂળમાંથી માત્ર બે પાન ઊગે છે. આ છોડના વિકાસની રીત પણ અનોખી છે. તેના પાન ચિરાઈને બે ભાગ થાય પછી ફરી ચિરાઈને ચાર થાય એમ વિકાસ પામ્યા કરે. આ પાન બેથી ત્રણ મીટર લાંબા હોય છે. અને લીલા રંગના હોય છે.  ઇ.સ.૧૮૬૦માં દ. ફ્રેડરિક વેલવિશ નામના વિજ્ઞાાનીએ આ છોડ શોધી કાઢેલો. તેથી તેના નામ ઉપરથી વેલવેશિયા કહેવાય છે. આફ્રિકામાં ૨૦૦૦ વર્ષ જૂના વેલવેશિયા જોવા મળે છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37uz31k
Previous
Next Post »