વન ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ટી-૨૦ વર્લ્ડ કપ એમ આઇસીસીની ત્રણ મેજર ચેમ્પિયશિપ જીતનારા વિશ્વના એકમાત્ર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં એક પેઢીનો અસ્ત થયો હતો. ટેસ્ટ, વન ડે અને ટી-૨૦ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમને સફળતાના સાતમા આસમાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા 'કેપ્ટન કૂલ' ધોનીએ સોશિયલ મીડિયામાં તેની કારકિર્દીના લેખાં-જોખાં રજુ કરતી તસવીરોની હારમાળાના વિડીયો સાથે નિવૃત્તિ લીધી હતી. આ અંગેના વિડિયોના બેકગ્રાઉન્ડમાં તેણે 'મૈં પલ દો પલ કા શાયર હૂૅં...' જેવું ફિલોસોફિકલ ગીત વહેતું મૂક્યું હતુ, જેના પર ક્રિકેટ ચાહકો આફરીન પોકારી ઉઠયા હતા. વર્લ્ડ બેસ્ટ ફિનિશર ધોની તેની સિક્સર ફટકારવાની કુશળતા તેમજ તનાવભરી પરિસ્થિતિમાં સ્વસ્થતાં જાળવીને આશ્ચર્યજનક નિર્ણયો થકી ધાર્યા પરિણામો મેળવવા માટે પણ જાણીતો બન્યો હતો.
ધોનીની હાજરી માત્ર ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારતી તો હરિફ ટીમ પર જાણે પર્વત ઓળંગવાનો હોય તેવો ભાર સર્જતી. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટમાં યેનકેન પ્રકારે હાંસિયામાં ફેંકાયેલા ધોનીની નિવૃત્તિની અટકળો તો ચાલી જ રહી હતી, પણ ધોનીએ અચાનક જાહેર કરેલો નિર્ણય તેના કરોડો ચાહકો માટે આંચકાજનક રહ્યો હતો. ગમે તેવી પરિસ્થિતિમાં હસી શકવાની અને સમય-પરિસ્થિતિ પ્રમાણે ઢળી જવાની તેની આવડતે તેને ક્રિકેટર તરીકે તો મુઠીં ઊંચેરું સ્થાન અપાવ્યું જ હતું, તેની સાથે સાથે તેના સરળ વ્યક્તિત્વએ પણ અનેકને પ્રભાવિત કર્યા હતા.
T20Is
98
85
1617
56
TEST
Matches 90
Innings 144
Runs 4876
HS 224
100s 6
ODIs
Matches 350
Innings 297
Runs 10773
HS 183*
100S 10
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WQSafY
ConversionConversion EmoticonEmoticon