રોહિતની ફિટનેસ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ જ અંધારામાં ?!?


વર્ષારંભે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણાની વન ડે શ્રેણીમાં સદી ફટકારનારા રોહિતે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી-૨૦માં બે અડધી સદી નોંધાવી હતી. જે પછી તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર કોરોનાનો પરદો પડી ગયો હતો. આ બધા વચ્ચે સંયુક્ત આરબ અમીરાતમાં રમાયેલી આઇપીએલમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ધમાકેદાર જીત હાંસલ કરતાં ઈતિહાસ રચી દીધો હતો. રોહિતને ઈજાના કારણે મુંબઈની અંતિમ તબક્કાની કેટલીક મેચ ગૂમાવવી પડી હતી અને આ દરમિયાન જ બીસીસીઆઇની પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં રોહિતને ફિટનેસનું કારણ આગળ ધરીને પડતો મૂકતાં ભારે વિવાદ સર્જાયો હતો.

રસપ્રદ બાબત એ હતી કે, બીસીસીઆઇએ ફિટનેસના કારણે રોહિતને ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટીમમાં સામેલ ન કર્યો તેના ગણતરીના કલાકો બાદ જ તે આઇપીએલમાં રમવા ઉતર્યો હતો અને ત્યાર બાદ તો તેણે મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વિવાદને પગલે રોહિતને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મર્યાદિત ઓવરોની શ્રેણી રમવા મળી નહતી અને ટેસ્ટમાં પણ તેની સેવા માત્ર બે જ ટેસ્ટમાં મળી શકે તેમ છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38LmT3B
Previous
Next Post »