૫ ઓગસ્ટનો દિવસ ભારતભરમાં હિન્દુ શ્રધ્ધાળુઓ માટે 'જય શ્રીરામ'ના નારાની ગૂંજ અને ઉજવણી સાથે યાદગાર રહ્યો. ઐતિહાસિક સીમાચિન્હરૂપ આ દિવસે અયોધ્યામાં આકાર પામનાર રામ મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થયું. ૧૯૯૨માં આ જ સ્થળ બાબરી મસ્જિદ હતી તે કાર સેવકોએ ધ્વંશ કરી હતી. ભૂમિના હક્ક માટે વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો તે પ્રમાણે આ ભૂમિ પર રામ મંદિર માટેનો માર્ગ મોકળો થયો હતો.
મુસ્લિમના પક્ષકાર ટ્રસ્ટીઓને મસ્જિદ માટે અલગ ભૂમિ ફાળવાઈ. મુસ્લિમ બિરાદરોએ પણ ભારે સૌહાર્દ અને સૌજન્યથી ચૂકાદો સ્વીકાર્યો. અયોધ્યામાં જ નિર્માણ પામનાર મસ્જિદની બેનમૂન ડિઝાઈન જાહેર થઈ છે. આ મસ્જિદ પણ મુસ્લિમ શ્રધ્ધાળુઓમાં દેશભરમાં ખાસ્સુ આકર્ષણ જમાવે તેવી બનશે. બાબરી ધ્વંશ માટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણસિંહ, ઉમા ભારતી, કટિયાર સહિતના ભાજપ અને વિહીપ નેતાઓની જવાબદાર ઠેરવવા માટે જે કેસ થયેલા તેમાં સુપ્રીમ કોર્ટે આ તમામને પૂરાવાના આધારે બરી કર્યા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mQuS4C
ConversionConversion EmoticonEmoticon