મ ધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યપ્રધાન બનવાના ખ્વાબ હતા. પોતે સાંસદ હતા તો પણ તેમને મહત્ત્વ નહતું મળતું. અધૂરામાં પૂરું રાહુલ ગાંધી પણ તેમની અવગણના કરતા હોય તેવું તેમને લાગ્યું. સિંધિયા ભાજપમાં જોડાયા અને તેમના સમર્થક ૨૨ ધારાસભ્યોએ રાજીનામું આપતા કમલનાથની સરકાર લઘુમતિમાં મુકાઈ ગઈ. કમલનાથને લાગ્યું કે ફલોર ટેસ્ટથી વૈતરણી તે પાર નહીં કરી શકે અને તેમણે મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપી દીધું. મુખ્ય પ્રધાન તરીકે ભાજપના જૂના જોગી શિવરાજસિંહ ચૌહાણ ચોથી વખત તાજપોશી માટે તૈયાર જ હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WKB9nx
ConversionConversion EmoticonEmoticon