GST કાયદા હેઠળ સુધારાઓની હારમાળનો અંત કદી આવશે નહીં. હકારાત્મક સુધારો હોય તો બરાબર પણ તા. ૧.૧.૨૦૨૧થી વેપારીની પીંઠ ભાંગી નાખે તેવો સુધારો કરવામાં આવ્યો છે. GST કાયદો સરળતા લાવવાને બદલે વેપારીને ખાડામાં નાખવાની ક્ષમતા ધરાવે છે. પાડાના વાંકે પખાલીને દંડો પડે એવા સુધારા કરવામાં આવ્યા છે. સુધારાઓની સરળ સમજૂતી આજના લેખમાં આપવામાં આવી છે.
નિયમ ૩૬(૪)
નિયમ ૩૬(૪)ના માધ્યમથી સરકારે વેરાશાખના દાવા ઉપર ગ્રહણ લાવી દીધું છે. ઘણી વખત કોઈ વેપારી દ્વારા પત્રકો ભરવામાં વિલંબ થયો હોય જેથી નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ આવતા સપ્ટેમ્બર માસ પછી પત્રકો ભર્યા હોય. આવા વેપારીના ઘરાક દ્વારા GSTR 3B માં વેરાશાખ માંગી લીધી હોય તો નિયમ ૩૬(૪)ના જોર હેઠળ આ વેરાશાખનો દાવો જતો કરવો પડે છે કારણકે વેપારીએ પત્રકો સપ્ટેમ્બર માસ પછી ભર્યા અને તેના ઘરાકને આ બીલો GSTR 2A માં મોડા દેખાવાથી કલમ ૧૬માં દર્શાવેલ સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી વેરાશાખ માંગી શકાતી નથી. વેપારી વ્યાજ, લેટ ફી ભર્યા બાદ પણ પોતાની GST ની જવાબદારી અદા કરે છે પણ નિયમ ૩૬(૪)ના લીધે જ્યારે સપ્ટેમ્બર માસ વિતી ગયા બાદ પત્રકો ભરવામાં આવશે તો આવા વેપારીના ઘરાક વેરાશાખ માંગી શકશે નહીં જેથી ડબલ ટેક્ષેશન થવાનું. અગાઉ ૧૦ ટકાની લીમીટ હતી. નિયમ ૩૬(૪)માં જે હવે ૫ ટકા કરવામાં આવી છે. તા. ૧.૧.૨૦૨૧ જેના લીધે હવે વેપારીઓ GSTR2B ના દેખાતી મળવાપાત્ર વેરાશાખના ૧૦૫ ટકા વેરાશાખ માંગી શકશે.
ફરજીયાત ચલણથી વેરો ભરવાનો
નિયમ ૮૬બી નો જન્મ તા. ૧.૧.૨૦૨૧થી થશે જેના લીધે વિશિષ્ટ સંજોગોમાં સપ્લાયરે ચલણથી વેરો ભરવો પડશે અને વેરાશાખ હોવા છતાં તે રકમ વાપરી શકાશે નહીં. બોગસ બીલના કૌભાંડો વધતા ગયા અને સાચા વેપારીઓને આ નવા નિયમોથી દંડાવાનો વારો આવ્યો. સિમલેસ વેરાશાખની આપ-લે ના દાવા ખોખલા જ હતા. આ નવા નિયમ પ્રમાણે જે વેપારીનું કોઈ માસમાં ટેક્ષેબલ સપ્લાય રૂા. ૫૦ લાખથી વધુ હોય તેવા માસના પત્રક મુજબની જવાબદારી સરભર કરવા માટે ભરવાપાત્ર રકમના ૯૯ ટકા સુધીની રકમ વેરાશાખથી ભરી શકાશે અને બાકી ૧ ટકાની રકમની જવાબદારી ફરજીયાત ચલણથી ચૂકવવાની થશે. આ પ્રતિબંધ નીચે મુજબની વ્યક્તિને લાગુ પડશે નહીં.
૧) આ સપ્લાયરના માલિક કરતા, મેનેજીંગ ડાયરેક્ટર અથવા પેઢીના કોઈ પણ બે ભાગીદાર દ્વારા પોતાના આવકવેરાના રિર્ટનમાં રૂા. ૧ લાખથી વધુ ઈનકમટેક્ષ અગાઉના બે વર્ષમાં ભર્યો હોય તો આ નિયમ લાગુ પડશે.
૨) સપ્લાયરને ઝીરો રેટેટ સપ્લાયના અન્વયે ખાતા તરફથી રૂા. ૧ લાખથી વધુ રકમનું જમા વેરાશાખનું રિફંડ પ્રાપ્ત થયેલ હોય.
૩) સપ્લાયરને ઈન્વર્ટેડ રેટ સ્ટ્રકચરના લીધે ખાતા તરફથી જમા વેરાશાખનું રૂા. ૧ લાખથી વધુ રિફંડ પ્રાપ્ત થયેલ હોય.
૪) ચાલુ નાણાકિય વર્ષના ભરેલ પત્રકોમાં ભરવાપાત્ર જવાબદારી ચલણથી અદા કરી હોય જે ટોટલ આઉટપુટ ટેક્ષના ૧ ટકાથી વધુ હોય તેવા સપ્લાયરને આ નિયમ લાગુ પડશે નહીં.
૫) સપ્લાયર કોઈ ગવર્મેન્ટ ખાતુ, પબ્લીક સેક્ટર અંડરટેકીંગ અથવા લોકલ ઓથોરીટી અથવા સ્ટેટયૂચરી બોડી હોય તો આ નિયમ લાગુ પડશે નહીં.
કમિશ્નરશ્રીને યોગ્ય કિસ્સામાં તપાસ હાથ ધર્યા બાદ ઉપર જણાવેલ ૧ થી ૫ કિસ્સા સિવાયના વેપારીમાં આ નિયમ લાગુ ના પાડવા માટેની સત્તા આપેલી છે.
ઈ-વે બીલ
ઈ-વે બીલની વેલીડીટી ટૂંકાવી દીધી અને ૨૦૦ કી.મિ. સુધીના અંતર માટે ઈ-વે બીલ એક દિવસ કરી નાખી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nXuQcy
ConversionConversion EmoticonEmoticon