કાપડ બજારમાં કાપડમાં વપરાતા રો-મટીરીયલ્સના ભાવમાં એકદમ ઉછાળો આવતા કાપડ બનાવવાના કોસ્ટિગ ઉંચા ગયેલ છે. સામાન્ય રીતે કાપડમાં રો-મટીરીયલ્સમાં ૩ થી ૪ ટકાની વધઘટ થતી હોય છે. પરંતુ આ વખતે કાપડમાં વપરાતા કોટન યાર્નમાં ૩૦ થી ૩૫ ટકા અને પોલિયેસ્ટર યાર્નના ભાવમાં ૧૦ થી ૧૨ ટકાના વધારાના લીધે કાપડ બનાવતા યુનિટોની ગણત્રી ઉંધી પડેલ છે. કાપડમાં વપરાતા રો-મટીરીયલ્સના ભાવના ઉછાળાના લીધે કાપડના ગ્રે ના ભાવમાં વધારો થવા પામેલ છે. કાપડના ગ્રે કાપડના ભાવમાં જે રીતે વધારો થયેલ છે તેની સરખામણીએ કાપડના ફીનીશના ભાવ વધ્યાં નથી. આમ સાયકલ રીવર્સ ચાલી રહેલ છે.
જોકે કાપડના ભાવ વધારા પછી જુના ભાવના માલો ચપોચપ વેચાઈ ગયેલ છે. અને બજારમાં જુના ભાવના માલો ચુકતે વેચાઈ ગયેલ છે. કાપડના ગ્રે માં મીટરે રૂા. ૧૦ થી રૂા. ૧૫નો વધારો આર્શીવાદ સમાન પૂરવાર થયેલ છે. જુના માલો તો વેચાઈ ગયેલ છે. પરંતુ ગ્રે માલોના વેચાણમાં હવે RTGS થી માલો વેચાઈ રહેલ છે. જે એક સારી નિશાની છે. કાપડ બજારમાં વેચેલા માલના પેમેન્ટના ધારા-ધોરણમાં સુધારો થવા પામેલ છે. વેચાનાર વર્ગના હાથમાં ધંધો આવી જતા પેમેન્ટ માટે હવે કોઈ લેઈટગો કરતા નથી. જે લેનાર વેપારી જેન્યુઈન છે તેઓને જ માલો મલે છે અને બજારમાં જે લે-ભાગુ હતા તેઓને અત્યારના સમયમાં માલો મળતા નથી. અત્યારના સમયમાં કાપડ બજાર સેલર મારકીટ થઈ ગયેલ છે. ઉત્પાદન ઓછું છે અને સામે ડીમાન્ડમાં એકદમ સુધારો આવતા કાપડ બજાર મંદીમાંથી બહાર આવી ગયેલ છે. કાપડમાં સુરત અને ભીંવડી બજારમાં પાવરલુમ પૂરી ક્ષમતાથી ચાલુ થયેલ નથી. તા. ૧૫ ડીસે. થી ૧૪ જાન્યુઆરી સુધી આડીમાસ હોવાના લીધે અને ૧ થી ૧૪ જાન્યુઆરી ઉત્તરાણ હોવાના લીધે કમુરર્તામાં ઘરાકી પ્રમાણમાં ઓછી હોય છે. વધુમાં લગ્નગાળો આ વખતે કોરોના લીધે તેની અસર કાપડ બજારમાં વર્તાય છે. પરંતુ કાપડમાં અત્યારે યાર્નના ભાવ વધારા પછી ગ્રે કાપડના ભાવમાં જે પ્રમાણે વધારો થયેલ છે તે નકલ્પી શકાય તેઓ ઉછાળો છે.
કાપડ બજાર માટે માઈનસ પોઈન્ટમાં કોરોનાનો ડર, નોર્થ બાજુ ખેડૂતોનું આંદોલન, ટ્રેનોની અવરજવર ઓછી, નોર્થ બાજુ પડી રહેલ ઠંડી ગણી શકાય. જ્યારે ઘરાકી માટેના પ્લસ પોઈન્ટમાં દેશમાં પડી ગયેલ સારા વરસાદ, ગ્રામીણ બાજુની સારી લેવાલી, કોરોના માટે શોધાઈ ગયેલ વેકસીન, અને બજારમાં લોકલ તથા દેશાવરોની ચેનલોમાં માલનો ઓછો ભરાવો ગણી શકાય. આમ કાપડ બજારની ઘરાકી માટે પ્લસ અને માઇનસ પોઈન્ટ બન્ને કામ કરી રહેલ છે. પરંતુ કોટન યાર્ન અને પોલિયેસ્ટર ફાઈબરના ભાવમાં જે પ્રમાણે ઉછાળો આવેલ છે. તેના લીધે કાપડમાં ગ્રે કાપડમાં અને કંઈક અંશે ફીનીશ કાપડના ભાવમાં વધારો થવા પામેલ છે. પરિણામે જુના ભાવના માલો ખલાસ થઈ ગયેલ છે અને પાવરલુમ ફેક્ટરીઓ નવા માલના ઓર્ડરો આવતા લુમ્સ પાછા પ્રોગ્રામ ચાલુ કરી રહેલ છે.
નિકાસઃ ભારત નિકાસમાં ગારમેન્ટ માટે અમેરિકા પ્રથમ નંબરે, બીજા નંબરે યુએઈ અને ત્રીજા નંબરે યુકે છે. ભારત કરતા બાંગ્લાદેશની નિકાસ ગારમેન્ટ ક્ષેત્રે વધુ છે. બાંગ્લાદેશને ફાયદામાં ત્યાંના મજૂરીના દર ભારત કરતા ઓછા છે. વધુમાં બાંગ્લાદેશના માલો માટે આયાત કાર દેશોમાં જકાતમુક્ત પ્રવેશ છે. તેના પરિણામે ભારતના માલો બીજા દેશોને મોંઘા પડી રહેલ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં બાંગ્લાદેશની ગારમેન્ટની નિકાસમાં ૧૨ ટકાનો વધારો થવા પામેલ. જ્યારે તે સમયગાળા દરમિયાન ભારતની નિકાસનો ગ્રોથ અડધો ટકો હતો.
જીએસટીઃ આ વખતે મેન મેઈડ ફાયબર ટેક્ષટાઇલ ક્ષેત્રે જીએસટી રેટમાં ફેરફાર નહીં કરવા રજુઆત કરેલ છે. એમ.એમ. એફ. ક્ષેત્રે ૫ ટકા, ૧૨ ટકા અને ૧૮ ટકા સ્લેબ છે. ફેબ્રિકસ ઉપર ૫ ટકા, જે લાગે છે તેમાં ૮ ટકા અથવા ૧૨ ટકા કરવાની વિચારણા ચાલી રહેલ છે. જો આમ કરવામાં આવે તો ફેબ્રિકસમાં ભાવમાં વધારો થાય. યાર્ન ઉપર લાગતો ૧૨ ટકા જીએસટી જો ૫ કે ૮ ટકા કરવામાં આવે તો સરકારને વધારાનો નાણાકીય ભાર આવી શકે. જો યાર્ન અને ફેબ્રિકસ ઉપર જીએસટી દર સમાન રાખવામાં આવે તો એડવાન્સ ઓથોરાઈઝેશન અથવા ઈપીસીજી સ્કીમ અંતર્ગત મળતા લાભ ઘટી શકે છે.
કાપડના ભાવઃ કાપડમાં યાર્નના ભાવમાં એકતરફી ભાવ વધારાના લીધે કાપડના ગ્રેના ભાવમાં વધારો થવા પામેલ છે. જુના ભાવના માલો વેચાઈ ગયેલ છે અને નવા માલો RTGS વેચાઈ રહેલ છે. એરજેટમાં કોટન પોપલીન ૬૩ પનો ગ્રે ૪૦/૪૦ ૧૩૨/૭૨ ક્વોલીટી રૂા. ૭૪ છે. કોટન પોપલીન ૬૩ પનો ગ્રે ૬૦/૬૦ ૧૩૨/૧૦૪ ક્વોલીટી રૂા. ૮૪માં માલો વેચાઈ રહેલ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38zbXpK
ConversionConversion EmoticonEmoticon