જો જો તમારો ભૂતકાળ તમારા વર્તમાનને બગાડે નહીં


લગ્ન પહેલાં પણ કોઈની સાથે હૈયું મળી ગયું હોય તો તેમાં કોઈ અસ્વાભાવિક નથી. આવું તો થતું જ હોય છે. સ્કૂલમાં, કોલેજમાં, ઓફિસમાં, આડોશ પાડોશમાં, ક્યારે કોણ મનડાનો મીત બની જાય તેની ખબર જ ન પડે. પછી ધીરે-ધીરે ખ્યાલ આવે કે કોઈ તમને ગમવા લાગ્યું છે. બસ, પછી તો પ્રેમ થાય, પ્રેમનો  એકરાર થાય અને મુલાકાતોનો ક્રમ શરૂ થાય. જિંદગી અચાનક જ  રેંગીન લાગવા માંડે છે. આ દરમિયાન અનેક  સોનેરી  યાદો- જીવન સાથે જોડાઈ જાય.

પછી અચાનક જ સમય બદલાય છે. તમારા પ્રેમમાં  જ્ઞાાતિ,  ધર્મ, અમીરી- ગરીબી વગેરે સામાજિક અને કૌટુંબિક અવરોધો આવી પડે છે. છેવટે  તમે  લાચાર બની કોઈ  બીજા  જ  યુવાનની પત્ની બનીને સાસરે જવ છો, પરંતુ જૂની યાદો તમારો પીછો છોડતી નથી.

જો કે  જવાનીની  અલ્લડ, રંગીન અને  મીઠી  યાદો ભૂલી નથી શકાતી, પરંતુ હવે જ્યારે નવા ઉમંગ દરવાજો  ખખડાવી રહ્યા હોય, જીવન સાથે નવી યાદો જોડાઈ રહી હોય, ત્યારે ભલાઈ એમાં જ છે કે વીતી ગયેલા દિવસોની જૂની યાદોને તમે ત્યાં જદફનાવીદો. કેમકે ભૂતકાળની યાદોને વર્તમાન સાથે જોડી રાખવાથી ભવિષ્ય માટે તે ખતરનાક સાબિત થઈને એ તમારા લગ્નજીવન માટે  જોખમરૂપ બની શકે છે.

હવે તો તમારે તમારા પતિ સાથે સુખી સંસાર માંડીને એનું જીવન રંગીન બનાવવું છે, કેમકે એજ તમારા જીવનમાં ખુશી લાવશે..

લગ્ન પછી એવા ઘણા પ્રસંગ આવશે, જ્યારે તમેસૂલ, કોલેજ કે બગીચા પાસેથી પસાર થશો અને જૂની યાદો તમને ઘેરી વળશે. તમે એવું કોઈ દ્રશ્ય જોશો, તમારા જૂના પ્રેમસંબંધો સાથે જોડાયેલું હોય, તો એ પણ તમને જૂની યાદો તાજી કરાવશે.

સાસરીમાં આવી કોઈયાદોનું પોટલું ખોલીને નબેસી જશો. સાસરે જતાં પહેલાંજ જૂના પ્રેમને ભૂલી જાવ, એ યાદોનો તાજમહેલ બનાવીને પોતાની સાથે ન લઈ જતાં.

માધવી શરદને ખૂબ જ ચાહતી હતી. લગ્ન પહેલાં તેણે શરદ સાથે કેટલાંય સમય મોજમસ્તીમાં વિતાવ્યો હતો. કોલેજ, લાઈબ્રેરી અને રેસ્ટોરન્ટ સાથે તો કેટલીય યાદો જોડાયેલી હતી. અચાનક સમય બદલાયો અને માધવી શરદથી છૂટી પડી ગઈ. પછી એની યાદોને ઼ દિલમાં સમાવી તે સાસરે આવી ગઈ. અહીં તે મોટાભાગે પોતાનામાં જ ખોવાયેલી રહેતી. પતિ કે ઘર કશા તરફ ધ્યાન આપતી નહોતી. એવું લાગતું જાણે તેનું શરીર જ પતિ પાસે હોય  અને મન તો ક્યાંક બીજે ભટકતું હેય. ઘર કેવી રીતે સાવવું, પતિને શું ગમે, કેવી રસોઈ ગમે, કેટલા બાળકો જોઈએ વગેરે જેવી વાતો પતિ-પત્ની વચ્ચે થતી હોય છે, એવી વાતોમાં તો માધવીને જરાય રસ નહોતો કે નહોતો પોતાના લગ્નજીવનને સુખી બનાવવાનો ઉત્સાહ કે ઉમંગ.

એવું નહોતું કે પતિ ગૌતમ તેને ગમતો નહોતો. એના જેવો સુંદર, સમજદાર, સારું કમાતો અને પ્રેમ કરનારો પતિ મળવા છતાં માધવી જૂની યાદોને ભૂલી શકતી નહોતી.

આવી હાલતમાંતે પતિતરફ બરાબર ધ્યાન આપી શકતી નહોતી. ગૌતમ તેની ઉદાસી અને નીરસતા જોઈ રહ્યો હતો. એને માધવીનો આવો વ્યવહારદુથખી કરતો હતો. પહેલાં તો એણે પોતે જવિચારી જોયું કે ક્યાંક એની કોઈ ભૂલ તો નથી થતી ને.

છેવટે એક દિવસ ગૌતમે માધવીને ફોસલાવીને પૂછયું તો માધવીએ બધું સાચેસાચું. કહી દીધું. બસ પછી તો ગૌતમનું  વર્તન જ  સાવ  બદલાઈ ગયું. તેણે કહ્યું, 'હવે તું તારાજૂના પ્રેમી અને એની યાદોને જ છાતીએ વળગાડી રાખ.

ધીરે-ધીરે ગૌતમ તેનાથી દૂર થતો ગયો. માધવીને જ્યારે  સાચી  સ્થિતિનું ભાન થયું, ત્યારે  બહુ મોડું થઈ ગયું હતું.

ફક્ત  માધવી જ નહીં, આવી બીજી કેટલીય યુવતીઓ  જોવા  મળશે. કોઈ પિયરમાં બેઠી હશે તો કોઈ સાસરે હોવાછતાં દુઃખ ભોગવતી હશે.

કહેવાનો સાર એટલો જ છે કે જૂની યાદોને વળગી રહેશો, તો તે તમારા લગ્નજીવન પર ગ્રહણલગાડીદશે, જેથી ધીરે-ધીરે તમારી બધી ખુશી છીનવાતી જશે. તો પછી એવી પળોને યાદ જ શું કામ કરીએ જે જિંદગીને ઝેર કરી નાખે?

આમ તો, યાદો એક કોમળ સંવેદના છે, મીઠું દર્દ છે, જીવનનું હાસ્ય છે, આશા છે. આ બધાની સાથે સાથે  દુઃખદ કાંટો  પણ છે. જિંદગીમાં જેની  પાસે બીજું કંઈ  જ  બાકી ન રહ્યું હોય એને માટે યાદો જ મોટો આધાર બને છે. 'યાદોના આધારે જીવન શકે છે, પરંતુ તાજેતાજી  પરણીને  સાસરે  આવેલી  વહુએ તો  હજી નવું  જીવન શરૂ કરવાનું છે. ઉમંગ, ખુશી અને  ઉત્સાહનો સાગર તેની સામે જ લહેરાય છે, જેમાં તે પોતાના જીવનસાથી સાથે સફર કરવાની

જો તમારે યાદો સાથે જ જોડાયેલાં રહેવું હોય તો પતિ સાથે વિતાવેલી સોનેરી પળોને યાદ કરો. જ્યારે તમે  એકલાં હો, પતિ ઓફિસના કે બીજા કોઈ કામે બહાર ગયા હોય અથવા તમે  પિયરમાં છે, ત્યારે તમારા હનીમૂનની, હરવા ફરવા ગયાં હો, ત્યારની, લગ્નની વર્ષગાંઠની અથવા તમારા સંબંધની ભાવુક ક્ષણોની યાદોને દિલમાં સજાવી શકો છો.

જૂની યાદો સાથે જોડાયેલું એક ભયાનક સત્ય એ છે કે સંબંધ તૂટવાના ૩૦થી ૪૦ ટકા કેસોમાં લગ્ન પહેલાંના પ્રેમસંબંધ જ જવાબદાર હોય છે અને તે લગ્ન પહેલાંની યાદોને ન ભૂલી શકવાનું જ પરિણામ હોય છે. - જે વીતેલો વખત યાદ આવી જાય તો એને તમારી નાદાની સમજી હસી કાઢીને ભૂલી જાવ, પરંતુ પતિને એ વિશે કશું ન કહેતાં. ભલાઈ એમાં જ છે કે જૂની યાદોનેપિયરમાંજ છોડી જાવ નહીં તો તે તમારા લગ્નજીવનમાં તોફાન લાવી દેશે, એટલે સમજીને જ જૂની યાદને ત્યાં જ ધરબીને નવું જીવન શરૂ કરો.

-કેતકી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jersea
Previous
Next Post »