બાળક મોટું થઈને કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેનામાં ઘણા બધા શારીરિક અને માનસિક પરિવર્તનો થાય છે. આ ઉંમરમાં તેઓ બધું પોતાની મરજી મુજબ કરવા ઈચ્છે છે. ખાનપાનની બાબતે પણ તેઓ બિન્દાસ બની જાય છે. ટીનએજર્સ એ જ વસ્તુ ખાય છે જેનો સ્વાદ તેમની જીભને ગમે છે. તેઓ ખાતી વખતે એ નથી વિચારતા કે જે વસ્તુ તેઓ ખાઈ રહ્યા છે એ તેમના સ્વાસ્થ્ય માટે સારી છે કે નહિ. જો કે આ ઉંમર દરમિયાન બાળકો મોટા ભાગનો સમય ઘરની બહાર વિતાવે છે તેથી તેમના ભોેજન પર નજર રાખવી મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જો તમે ઘરમાં તેઓને સ્વાસ્થ્ય પ્રદ આહાર આપવાની ટેવ પાડશો તો બહાર પણ તેઓ આ આદતને જાળવી રાખશે.
- આ ઉંમરમાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે તેથી અન્ય લોકો કરતા તેમને વધારે કેલરીની જરૂર પડે છે.
- ટીનએજર છોકરાઓને ૨૫૦૦-૩૦૦૦ અને છોકરીઓને લગભગ ૨૦૦૦ કેલરીની જરૂર હોય છે.
- આ ઉંમરમાં હાડકાંનો વિકાસ વધુ થાય છે તેથી તેને મજબૂત બનાવવા માટે ટીનએજર્સને કેલિશ્યમથી ભરપૂર હોય એવા પદાર્થો વધારે પ્રમાણમાં આપવા. જો આ સમયગાળા દરિમયાન તેમના શરીરને યોેગ્ય માત્રામાં કેલ્શ્યિમ નહિ મળે તો કાયમ માટે તેમના હાડકાં નબળાં પડી જશે.
- આધુનિક ટ્રેન્ડ મુજબ સ્લિમટ્રીમ દેખાવા માટે કિશોરવયની છોકરીઓ ડેરી પ્રોડક્ટ્સ અને ચરબીવાળા પદાર્થોથી દૂર રહે છે. જો તમારી દીકરી પણ આવું કરતી હોય તો તેમને રોકો. સાથે જ તેમના ભોજનમાં ઓમેગા થ્રી જેવા ફેટી ફૂડનો સમાવેેશ કરો. આનાથી તેની ત્વચા, વાળ અને રોગપ્રતિકારક શક્તિ સારા રહેશે.
- આ સમય (પ્યુબર્ટી પિરિયડ) દરમિયાન હોર્મોન્સમાં આવતા ફેરફારને લીધે શરીરમાં અમુક અંગ જેવા કે નિતંબ, સાથળ તેમજ છાતીના ભાગમાં ચરબી જમા થઈ જાય છે. તેથી છોકરીઓને એવું લાગે છે કે તેઓ જાડી થઈ રહી છે અને તરત જ તેઓ ડાયેટિંગ શરૂ કરી દે છે જેથી તેમને જરૂરી એવાં પોષક તત્ત્વો નથી મળતા.
- દરેક વ્યક્તિનું બોડી સ્ટ્રક્ચર જુદું જુદું હોય છે. બધા જ મોડેલ જેવા પરફેક્ટ દેખાય એ જરૂરી નથી. તે છતાં તમારી દીકરી ડાયેટિંગ કરવાની જીદ કરે તો ડોક્ટરની સલાહ લીધા વગર તેને કોઈપણ પ્રકારનો ડાયટ પ્લાન ન અપનાવવા દો.
- ઝડપથી પ્યુબર્ટી પિરિયડ તરફ આગળ વધતા બાળકો માટે આયર્ન, પ્રોટીન, ઝિંક, ફોલેટ, કેલ્શ્યિમ વગેરે પોષક તત્ત્વોની વધુ જરૂર પડે છે.
- આયર્નથી ભરપૂર ખાદ્યપદાર્થો મગજને સતેજ રાખવામાં મદદ કરે છે અને રોેગપ્રતિકારક શક્તિને પ્રબળ બનાવે છે. છોકરીઓને આયર્નવાળા પદાર્થો વધારે આપવા જોઈએ.
- હેલ્થી અને પોેષક તત્ત્વોથી ભરપૂર ખોરાક ટીનએજર્સને કેન્સર, હાર્ટએટેક અન ેડાયાબિટીઝ જેવી બીમારીઓથી બચાવે છે.
- આ ઉંમરમાં કિશોર- કિશોરીઓને ખીલની સમસ્યા સૌથી વધુ સતાવે છે. તેથી એનાથી બચવા માટે તેમને ફળોનો જ્યૂસ અને પાણી વધારે આપવું એ સિવાય તળેલા અને મસાલેદાર ખાદ્યપદાર્થોથી દૂર રાખવા.
શારીરિક પ્રવૃત્તિઓ
આ ઉંમરમાં છોકરીઓ પોતાના ફિગર પ્રત્યે ખૂબ જ ચિંતિત થઈ જાય છે અન ેડાયટિંગ શરૂ કરી દે છે. પરંતુ ડાયટિંગ કરવા કરતા વ્યાયામ દ્વારા ફિગર મેન્ટેઈન કરવું વધારે યોગ્ય છે.
- ટીનએજર્સમાં ંવધી રહેલી સ્થૂળતાનું સૌૈથી મોટું કારણ છે શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ. તેથી આ ઉંમરે તેમનામાં સ્વિમીંગ, ડાન્સિંગ આઉટડોર ગેમ્સ વગેરે પ્રત્યે રૂચિ જગાવો.
- કિશોરવયનાં બાળકો એવી કોઈપણ એક્સરસાઈઝ કરી શકે છે જેનાથી તેમનું શરીર વળે. આવી કસરતો (એરોબિક્સ, સાયક્લિંગ, રનિંગ, સ્વિમીંગ) થી તેમનાં હાડકાં તેમજ હૃદય મજબૂત બને છે.
- આખા દિવસ દરિમયાન એક કલાકથી વધુ સમય તેમને ટીવી જોવા ન દો કેમ કે લાંબો વખત બેઠા રહેવાથી સ્થૂળતા વધે .
ટીનએજર્સને સતાવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ
- છોકરીઓમાં ૧૨-૧૩ વર્ષ અને છોકરાઓમાં ૧૪-૧૫ મે વર્ષે પ્યુબર્ટી પિરિયડ હોય છે આ સમય દરમિયાન તેમનામાં શારીરિક અને હોર્મોનલ બદલાવ આવે છે.
- આ ઉંમરમાં હોર્મોન્સમાં આવતા ફેરફારને કારણે શરીરને વધુ પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કેલ્શ્યિમ અને આયર્નની જરૂર હોય છે.
- છોકરાઓ કરતાં છોેકરીઓને આ ઉંમરમાં વધુ આયર્નની જરૂર હોય છે કારણ કે આ સમય દરિમયાન તેમને માસિક આવવાનું શરૂ થઈ જાય છે.
- આજકાલ ટીનએજર્સમાં પણ હૃદયરોગ અને ડાયાબિટીઝનું જોખમ વધી રહ્યું છે આનું મુખ્ય કારણ સતત ફાસ્ટ ફૂડનું સેવન છે. તેથી તમારા બાળકોને હેલ્થી ફૂડ ખાવાની ટેવ પાડો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h71wxo
ConversionConversion EmoticonEmoticon