- ડિસેમ્બર 16, 1971ના રોજ પાકિસ્તાસન પાસે શરણાગતિનો દસ્તા વેજ લખાવીને ભારતે યુદ્ધમાં જ્વલંત વિજય મેળવેલો. જાણીતી વાત છે. પરંતુ એ દિવસે પૂર્વ પાકિસ્તાપનના ઢાકામાં પાક જનરલ અબ્દુાલ નિયાઝીને ભારતીય સેનાએ કેવી રીતે ભીંસમાં લીધા તેનો ઘટનાક્રમ અનેક માટે અજાણ્યો રહી ગયો છે
ફીલ્ડ- માર્શલ સામ બહાદુર માણેકશા, દીવના દરિયા કાંઠે યુદ્ધજહાજ ‘ખુકરી’ સાથે જળસમાધિ લેનાર મહાવીર ચક્ર વિજેતા કેપ્ટરન મહેન્દ્ર નાથ મુલ્લાં, રાજસ્થાાનના લોંગેવાલા ખાતે પાકિસ્તાાની ટેન્કોપના તેમજ સૈનિકોના ઘોડાપુરનો સામી છાતીએ મુકાબલો કરનાર મહાવીર મેજર કુલદીપ સિંહ ચાંદપુરી, ‘બેટલ ઓફ બસંતર’ના વોર હિરો પરમવીર સેકન્ડો લેફ્ટનન્ટર અરુણ ખેતરપાલ તથા મેજર હોશિયાર સિંહ, પૂર્વ પાકિસ્તા નમાં દુશ્મડન સામે લડતા સર્વોચ્ચ બલિદાન આપી દેનાર પરમવીર લાન્સ નાયક આલ્બતર્ટ એક્કા, વાયુ સેનાના જોશીલા પાઇલટ પરમવીર ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોં વગેરે જેવાં બીજાં અસંખ્યો જાઁબાઝોનાં નામો ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ સાથે ગાઢ રીતે જોડાઈ ગયાં છે.
ભારતની સંરક્ષણ તવારીખમાં ૧૬મી ડિસેમ્બેર ‘વિજય દિવસ’ તરીકે લખાયો, જે માટે આપણા ૨,૪૭૩ જવાનો/અફસરોએ દેશકાજે સર્વોચ્ચ‘ બલિદાન આપ્યું હતું. ઘાયલ જવાનોની સંખ્યાા ૬,૬પ૮ હતી, જ્યારે ૨,૨૨૮ જવાનો/અફસરોને લાપતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારત માતાના ૧,૩૧૩ સપૂતોને યુદ્ધમાં અપ્રતિમ સાહસ દાખવવા બદલ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, સેના મેડલ, નૌસેના મેડલ તેમજ વાયુ સેના મેડલ જેવા ખિતાબો મળ્યા.
ડિસેમ્બરર ૩, ૧૯૭૧ના રોજ પાકિસ્તાયન દ્વારા શરૂ કરાયેલો ભીષણ સંગ્રામ કચ્છ , રાજસ્થાતન, પંજાબ, જમ્મુે-કાશ્મી ર તથા પૂર્વ પાકિસ્તા ન (વર્તમાન બાંગલા દેશ) એમ જુદા જુદા મોરચે એકસામટો ખેલાયો હતો. દરેક મોરચે આપણા બહાદુરોએ રચેલી વીર ગાથાઓનું બયાન અખબારો, સામયિકો તેમજ પુસ્તોકોમાં કરાયું. હજી પણ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ પરાક્રમનાં અમુક પ્રકરણો રણભૂમિ પર લખાયાં ન હોવાથી બેકગ્રાઉન્ડીમાં સરી ગયાં છે. વધુઓછા અંશે ભુલાઈ પણ ચૂક્યાં છે. જેમ કે, સાહસની તેમજ ચાતુરીભર્યા લશ્કેરી દાવપેચની એક જ્વલંત મિસાલ ડિસેમ્બયર ૧૬, ૧૯૭૧ના રોજ આપણા ખુશ્કીભ દળના અફસરોએ પૂર્વ પાકિસ્તાવનના ઢાકામાં રચી દેખાડી. આજે ‘વિજય દિવસ’ નિમિત્તે એ ભુલાયેલી ઘટના તાજી કરીએ.
■■■
ડિસેમ્બાર ૧૪, ૧૯૭૧.
ભારત સાથે યુદ્ધની ભયંકર હોળી પ્રગટી હતી ત્યારે પાક પ્રમુખ જનરલ યાહ્યા ખાન તેમના નવા, આલિશાન બંગલામાં સેંકડો મહેમાનો જોડે જિયાફત માણવામાં વ્યલસ્તત હતા. માદક પીણાનો વધુ પડતો ડોઝ લીધા પછી વાણી-વર્તનનું પ્રમાણભાન ચૂકી ગયેલા એ પાકિસ્તાયની સેના અધ્યુક્ષને તેમના મદદનીશ મેજર-જનરલ ઇશાકે (અહીં શિસ્તત-સભ્યાતા ખાતર ન ટાંકવા લાયક) એક પ્રસંગે વાર્યા ન હોત તો પાક પ્રમુખની હરકતથી સમગ્ર લશ્કસરની આબરૂને બટ્ટો લાગ્યો હોત.
પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાેનના લશ્ક્રી વડા જનરલ યાહ્યા ખાન યુદ્ધની કટોકટીભરી સ્થિબતિમાં પણ તેમની મસ્તીિમાં ગુલતાન હતા એ રાત્રે ભારતીય લશ્કનરની ત્રણ બ્રિગેડ (નં. 73, નં. 301 અને નં. 311) પૂર્વ પાકિસ્તાશનમાં મેઘના નદી ઓળંગીને જુદા જુદા માર્ગે ઢાકા તરફ આગળ વધી રહી હતી. (૧ બ્રિગેડ = ૩થી પ હજાર સૈનિકો.) પૂર્વ પાકિસ્તા્નમાં લડી રહેલું પાક લશ્કાર જનાબ યાહ્યા ખાન જેવું બેફિકરું યા બેજવાબદાર નહોતું. ઊલટું, તે લશ્ક્રના આગેવાન જનરલ અમીર અબ્દુાલ્લાબહ ખાન નિયાઝી છેલ્લી્ ગોળી સુધી લડી લેવાના મૂડમાં હતા. આ ફૌજીનો ફાયર-બ્રાન્ડ્ મિજાજ જોતાં લશ્કઝરમાં તેમને ‘ટાઇગર’નું હુલામણું નામ આપવામાં આવ્યું હતું. પૂર્વ પાકિસ્તારનનાં ઘણાં શહેરોને ભારતીય લશ્કલરના હાથમાં જતાં બચાવવા માટે નિયાઝીએ શસ્ત્રોા-સૈનિકોનો જબરજસ્તભ જમાવડો કરી દીધો હતો. ઢાકા સહિત અમુક શહેરો તો રીતસર કિલ્લાોમાં ફેરવાઈ ચૂક્યાં હતાં.
આપણા ખુશ્કી્ દળની ત્રણેય બ્રિગેડ સતત બે દિવસ યુદ્ધ ખેલતી અને માર્ગમાં એક પછી એક ગામો-નગરો ખાલસા કરતી આગળ વધી. ઢાકાની ભાગોળે પહોંચનાર પહેલી બ્રિગેડ 301 નંબરની હતી, જેનું નેતૃત્વડ જનરલ ગંધર્વ નાગરાએ લીધું હતું. ડિસેમ્બિર ૧૬, ૧૯૭૧ની વહેલી સવારે તેઓ ત્રણેક હજાર જવાનો સાથે ઢાકાથી કેટલાક કિલોમીટર દૂર પહોંચ્યાુ. પોતાના આગમનની જાણકારી આપતો પત્ર તેમણે જનરલ અમીર અબ્દુ લ્લાર ખાન નિયાઝીને લખ્યોઃગ
“My dear Abdullah, I am here. The game is up. I suggest you give yourself up to me, and I will look after you.”
ભાવાર્થઃ પ્રિય (જનરલ) અબ્દુુલ્લાeહ! ભારતીય લશ્કેર ઢાકા નજીક આવી ગયું છે. ખેલ પૂરો થયો છે. તમને શરણે આવવા માટે સલાહ આપવામાં આવે છે. ભારતીય લશ્ક ર તમારી કાળજી-સલામતીની બાંહેધરી આપે છે.
■■■
ઇતિહાસમાં અમુક લાઇનો ઇતિહાસ બદલી નાખવા માટે લખાતી હોય છે. જનરલ ગંધર્વ નાગરાનાં ઉપરોક્ત વાક્યો એ પ્રકારનાં હતાં. ભારત-પાક યુદ્ધની પૂર્ણાહુતિ નાટકીય ઢબે કરવામાં અને ડાબી તરફ જે ઐતિહાસિક તસવીર દેખાય છે તે માટે નિમિત્ત ઘટના સર્જવામાં જનરલ ગંધર્વનો પત્ર કારણભૂત બન્યોવ.
અંગ્રેજીમાં લખાયેલો પત્ર શત્રુ સૈન્યના વડા જનરલ નિયાઝીને હાથોહાથ પહોંચતો કરવા માટે જનરલ નાગરાએ ખુશ્કીો દળની Para સ્પેવશિયલ ફોર્સિસના મેજર જે. એસ. સેઠી, કેપ્ટ ન હિતેશ મહેતા, મેજર નિર્ભય શર્મા તથા લેફ્ટનન્ટે તેજીન્દરર સિંહને જીપગાડીમાં ઢાકાની મીરપુર છાવણી તરફ રવાના કર્યા. જીપ પર સફેદ વાવટો લહેરાતો હતો. શત્રુ માટે તેનો સૂચિતાર્થ એ કે જીપ શાંતિસંદેશો લઈને આવી રહી છે. આમ છતાં જીપ મીરપુર છાવણી નજીક પહોંચી કે તરત બોખલાયેલા પાકિસ્તાવની સૈનિકોએ ફાયરિંગ કર્યું. મેજર નિર્ભય શર્માએ જીપ થોભાવી અને ત્રાડ નાખી ફાયરિંગ રોકવા જણાવ્યું. સદ્ભાીગ્યેજ ગોળીબાર અટક્યો. મેજર નિર્ભય છાવણીના દરવાજા તરફ નિર્ભયપણે આગળ વધ્યાવ. અહીં આવવાનું પ્રયોજન ચોકિયાતોને સમજાવ્યું, પણ તેમની જડબુદ્ધિમાં વાત ન ઊતરી. બલકે, મેજરને પાછા વળી જવા માટે કહ્યું. અણીના મોકે કોઈ પાકિસ્તામની કેપ્ટજનનું આગમન થયું. મામલાની ગંભીરતા પામીને તેમણે પત્ર લીધો અને ઢાકાની મુખ્ય છાવણીએ જનરલ નિયાઝી સુધી પહોંચતો કરાવ્યો. આ પાકિસ્તામની સેનાપતિને યુદ્ધવિરામ તો મંજૂર હતો, પણ શરણાગતિ માટે તેમની હરગિઝ તૈયારી નહોતી. જનરલ ગંધર્વ નાગરાએ મોકલાવેલી ઓફર તેમણે ઠુકરાવી દીધી.
આ સમાચાર ભારતીય ખુશ્કીે દળના વડા સામ બહાદુર માણેકશાને મળ્યા ત્યાનરે નિયાઝી પાસે શરણાગતિના દસ્તા વેજ પર સહી કરાવવા માટે તેમણે મન મક્કમ બનાવી લીધું. કોઈ પણ રીતે એ કાર્ય સંપન્ના કરવા માટે તેમણે જનરલ ફર્ઝ રાફેલ જેકબ નામના સીનિઅર અફસરને ઢાકા જવાનો આદેશ આપ્યો. જેકબ ત્યા રે કલકત્તામાં હતા. સોળમી ડિસેમ્બણરે જ સવારે હવાઈમાર્ગે તેઓ ઢાકા પહોંચ્યા અને તાબડતોબ નિયાઝીને મળવા ઊપડ્યા. ખુશ્કીર સેનાપતિ જનરલ માણેકશાએ ચીંધેલું કામ પાર પાડવા માટે જનરલ જેકબની કટિબદ્ધતા એટલી કે શરણાગતિનો પોતે તૈયાર કરેલો દસ્તાપવેજ તેઓ સાથે લેતા ગયેલા. નિયાઝી સમક્ષ તે વાંચી સંભળાવ્યો ત્યા રે એ જક્કી સેનાપતિએ શરણાગતિ માટે ફરી વખત નનૈયો ભણી દીધો.
જનરલ જેકબે લશ્કેરી અંદાજમાં રોકડું પરખાવ્યું, ‘અત્યાિરે જો શાંતિપૂર્વક શરણે આવશો તો
અનુસંધાન
તમારી, તમારા પિકરવારની તથા પાક સૈનિકોની સલામતી-સુરક્ષા જળવાશે તેની હું ખાતરી આપું છે. અન્યકથા ભારતીય લશ્ક ર ઢાકાની ભાગોળે આવી ચૂક્યું છે એ ન ભૂલશો. હવે નિર્ણય તમારે લેવાનો છે. જવાબ આપવા માટે તમારી પાસે ફક્ત ૩૦ મિનિટ છે.’
આટલું કહીને મેજર-જનરલ જેકબ ઓરડાની બહાર નીકળી ગયા. પાઇપ સળગાવ્યો અને પેસેજમાં ઊભા ઊભા કશ લેવા લાગ્યા. ઘણાં વર્ષો પછી ‘Surrender at Dacca’ પુસ્ત કમાં તેમણે નોંધ્યુંભ તેમ,
‘...એ દિવસે મેં બહુ મોટો જુગારી દાવ ખેલી નાખ્યો. જનરલ નિયાઝીએ ઢાકામાં ૩૦,૦૦૦ સૈનિકો ખડકી દીધેલા, જ્યારે અમારું સંખ્યા્બળ ૩,૦૦૦થી વધારે નહોતું. ઢાકા તરફ આગેકૂચ કરી રહેલી બે બ્રિગેડ (નં.73 અને નં. 311) હજી રણભૂમિમાં અટવાયેલી હતી. ઢાકા પહોંચતા તેમને ઘણો સમય નીકળી જાય તેમ હતો. દરમ્યાયન નિયાઝીનું ૩૦,૦૦૦ પાક સૈનિકોનું લશ્કકર અમારા ૩,૦૦૦ જવાનોને કદાચ ભારે પડી શક્યું હોત...
...હું સાવ એકલો ને નિહથ્થો હતો. પરંતુ લોજિક નામની તલવાર અને આત્મ)વિશ્વાસ નામની ઢાલ સાથે મેં મારી જાતને સુરક્ષિત સમજી. ભારતીય લશ્ક ર ઢાકા નજીક આવી ચૂક્યું છે એવું મંા નિયાઝીને કહ્યું, પણ જવાનોનો આંકડો જણાવ્યો નહોતો. એ મારા મનમાં હતો. છતાં નિયાઝી પર એવી છાપ ઉપસાવી કે અમારું સંખ્યાનબળ ખૂબ મોટું છે.’
■■■
અડધો કલાકની ટાઇમ લિમિટ પૂરી થતાં જેકબ ફરી પાછા નિયાઝીના ઓરડામાં પ્રવેશ્યાર.
‘...તો જનરલ! તમે શો નિર્ણય લીધો?’ જેકબે પૂછયું.
‘.....’ કોઈ જવાબ નહિ.
જેકબે સવાલ દોહરાવ્યો.
આ વખતે પણ પ્રત્યુ્ત્તર ન મળ્યો. ધૂંઆપૂંઆ થયેલા જનરલ જેકબે કહ્યું, ‘તમારા મૌનને હું તમારી સંમતિ સમજી લઉં છું. આજે બપોરે તમે ઢાકાના રેસ કોર્સ ખાતે જાહેર જનતાની સમક્ષ શરણાગતિના દસ્તાીવેજ પર હસ્તાળક્ષર કરવા આવો છો... આપણે ત્યાંન મળીશું!’
જનરલ નિયાઝીએ દબાયેલા અવાજમાં વિરોધ પ્રગટ કર્યો, પરંતુ તેઓ આગળ કંઈ બોલે એ પહેલાં જનરલ જેકબે ફરમાવી દીધું, ‘શરણાગતિના દસ્તાસવેજ પર સહી કર્યા વિના તમારો છૂટકો નથી એ તો ખરું, પણ તે અૌપચારિક લશ્ક્રી વિધિ માટે ઢાકા પધારનાર ભારતીય દળના જનરલ જગજીત સિંહ અરોરાને તમારે પૂરા લશ્કલરી સન્માિન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવું પડશે. આમાં પણ તમારો છૂટકો નથી.’
જનરલ નિયાઝી માટે પડ્યા પર પાટુ જેવી સ્થિશતિ સર્જાઈ. પરાજિત થવું આમેય કોઈ લશ્કારી અફસરને છાજે નહિ, જ્યારે અહીં તો પરાજય ઉપરાંત શરણાગતિનો કડવો ઘૂંટડો પીવાનો થયો. વધુમાં શત્રુ સૈન્યડના વરિષ્ઠ અફસરને ગાર્ડ ઓફ ઓનર આપી ઓર અપમાનિત થવું પડ્યું. પાકિસ્તાતનની લશ્કારી તવારીખ પરથી ક્યારેય ન ભૂંસાય તેવો કાળો ધબ્બોં વાગવાને હવે થોડા કલાકોની વાર હતી.
■■■
માત્ર ૩,૦૦૦ જવાનોના દમ પર દુશ્મ ન સૈન્ય ના સેનાપતિને બિનધાસ્તશ દમદાટી મારીને જનરલ જેકબ ભારતીય છાવણીમાં પરત આવ્યા. ડિસેમ્બ ર ૧૬, ૧૯૭૨ બપોરે ૧ઃ૦૦ વાગ્યે ઢાકાના રેસ કોર્સ પર શરણાગતિની વિધિ માટે આયોજન શરૂ થઈ ગયું. ભારત વતી શરણાગતિનો દસ્તારવેજ સ્વી કારવા માટે જનરલ જગજીત સિંહ અરોરા ઢાકા આવી પહોંચ્યા . પૂર્વ પાકિસ્તાસની લશ્ક રના વડા જનરલ નિયાઝીએ તેમને લશ્ક રી સમ્માહન સહ આવકાર્યા અને પછી બન્નેિ મહાનુભાવોનું રેસ કોર્સમાં આગમન થયું. વિશાળ મેદની વચ્ચેહ એક ટેબલ અને બે ખુરશીઓ મૂકવામાં આવી. બન્નેઆએ સ્થા.ન ગ્રહણ કર્યું. પૂર્વ પાકિસ્તાખનનું લશ્ક્ર વિના કોઈ શરતે ભારતીય સેનાના શરણે થાય છે એવા મતલબના દસ્તા્વેજ પર જનરલ અમીર અબ્દુગલ્લાોહ ખાન નિયાઝીએ સહી કરી આપી. આ મહામૂલો દસ્તાેવેજ સ્વી કાર કર્યાની ખાતરીરૂપે જનરલ જગજીત સિંહ અરોરાએ હસ્તાછક્ષર કર્યા. બન્ને લશ્કારી અધિકારીઓ પોતપોતાના સ્થા ને ઊભા થયા, હસ્ત્ધૂનન કર્યું અને પછી લશ્ક રી પ્રણાલી મુજબ જનરલ નિયાઝીએ તેમની સર્વિસ રિવોલ્વિર કાઢીને જનરલ અરોરાના હાથમાં મૂકી. ભારત સામે પાકિસ્તાનને શસ્ત્રો હેઠાં મૂક્યાંની એ સૂચક વિધિ હતી.
ડિસેમ્બવર ૧૬, ૧૯૭૧ના એ ઐતિહાસિક દિવસે સાંજે સાડા ચાર વાગ્યે ત્રીજા ભારત-પાક યુદ્ધનો વિધિવત્ અંત આવ્યો.
શૌર્ય અને પરાક્રમની ગાથા હંમેશાં રણભૂમિ પર લખાય. પરંતુ ક્યારે રણભૂમિની પૃષ્ઠ ભૂમિમાં પણ દિલધડક ઘટનાઓ બનતી હોય છે. શત્રુ છાવણીમાં એકલા અટૂલા તથા નિહથ્થામ જવું, સીનિઅર લશ્કટરી અફસર જોડે કડક હાથે કામ લેવું એટલું જ નહિ, પણ ફક્ત ૩,૦૦૦નું સૈન્યાબળ હોવા છતાં અને સામે પક્ષે ૩૦,૦૦૦ની જંગી સેના હોવા છતાં એક પણ બુલેટ દાગ્યા વિના માત્ર દિમાગના જોરે યુદ્ધનો તખતો પલટી નાખવો એ કંઈ જેવું તેવું કામ નથી. જનરલ ફર્ઝ રાફેલ જેકબે બેકગ્રાઉન્ડધમાં રહીને જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી એ બદલ તેમને સલામ અને વંદન.
જય હિંદ! જય હિંદની કી સેના!■
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37jbzMG
ConversionConversion EmoticonEmoticon