વિશ્વ સુંદરી માનુષી છિલ્લર કરે છે શાકાહારની તરફેણ


વ ર્ષ ૨૦૧૭માં ૧૭ વર્ષના અંતરાલ પછી માનુષી છિલ્લર ભારત માટે 'મિસ વર્લ્ડ'નો તાજ લઈ આવી. પોતાને ભીતરથી અદાકારા માનીતી માનુષીને  આ સન્માન મળ્યા પછી અભિનય જગતમાં આવવા માટે ઝાઝો સંઘર્ષ ન કરવો પડે એ વાત સ્વાભાવિક છે. જોકે તેની પહેલી ફિલ્મ આવે તેનાથી પહેલા જ માનુષીને ઘણી બ્રાન્ડ્સ માટે બ્રાન્ડ એમ્સેબેડર બનવાની તક મળી ગઈ. મહત્ત્વની વાત એ છે કે અભિનય જગતમાં આવવા થનગનતી માનષી વ્યવસાયે ડોક્ટર છે અને વર્ષ ૨૦૨૧માં તેની અક્ષયકુમાર સાથેની ફિલ્મ 'પૃથ્વીરાજ' આવવાની છે.

મહત્ત્વની વાત એ છે કે માનુષી ગ્લેમર વર્લ્ડમાં હોવા છતાં સંપૂર્ણ શાકાહારી છે. તે કહે છે કે શાકાહાર મારી વ્યક્તિગત પસંદગી છે. હું હમેશાંથી શાકાહારી જ રહી છું. મારા માતાપિતા શાકાહારી છે તેથી મારામાં પણ આ ગુણ ઉતરી આવ્યો છે.

અલબત્ત, મારા માતાપિતાએ ક્યારેય મારા ઉપર શાકાહારી રહેવાનું દબાણ નથી કર્યું. પરંતુ મને એમ લાગે છે કે મારા માટે વેજિટેરિયન ફૂડ જ ઉપયુક્ત છે. તેથી મેં શાકાહાર પસંદ કર્યો છે. મારા મતે ફિટ એન્ડ ફાઈન રહેવા માટે આ ભોજનશૈલી શ્રેષ્ઠ છે. હું હમેશાંથી સ્વચ્છ આહાર લેવાની આગ્રહી રહી છું અને તેને માટે પણ શાકાહાર ઉત્તમ છે.

તે વધુમાં કહે છે કે જ્યારે મને એમ લાગ્યું કે વૃક્ષો આધારિત આહાર મારા સ્વાસ્થ્ય માટે બહેતર છે ત્યારે અન્ય કોઈ પ્રકારના ભોજનનો વિચાર જ શા માટે કરવો. આ આહારશૈલીમાં તમે શોધવા જાઓ તોય કોઈ ક્ષતિ ન જડે. તેથી જે લોકોને મારી વાત માનવામાં ન આવતી હોય તે સ્વયં અજમાવી જૂએ. મારા માટે તો શાકાહાર. મારા જીવનનો અભિન્ન ભાગ છે અને તેને કારણે મને હમેશાં ફાયદો જ થયો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gBr5Xp
Previous
Next Post »