કો ઇ કલાકાર નવો હોય અને તેને તત્કાળ ગ્રેમી એવોર્ડ્સમાં નોમિનેશન સુદ્ધાં મળી જાય તો તેના માટે એ એવોર્ડ્સથી કંઇ કમ તો ન જ કહેવાય. આવું જ કંઇક બન્યું છે બોકલીનમાં રહેતી મૂળ ભારતીય ગીતકાર અને ગાયિકા પ્રિયદર્શિનીના જીવનમાં. તેના પ્રથમ આલ્બમને 'બેસ્ટ ન્યૂ એઝ આલ્બમ કેટેગરીમાં સ્થાન મળ્યું છે અને તે પણ આગામી ૬૩માં ગ્રેમી એવોડર્ઝમાં !
'હું હજુય માની નથી શકતી,' એમ પ્રિયદર્શિની કહે છે અને હસતાં હસતાં ઉમેરે છે, 'જે વાસ્તવિકતા છે તેને સ્વીકારતા થોડો સમય તો લાગશે ને. આ આશ્ચર્યજનક, અકલ્પનીય લાગણી છે. મારો કહેવાનો અર્થ એ તો નથી જ કે હું તેની કોઇ કાયદેસરતા ભણી નજર નાખી રહું છું, પણ હું જે કંઇ લાગણી અનુભવી રહી છું એ ખરેખર સાચી તો છે ને,' એમ તે ઉમેરે છે.
૩૬ વર્ષની આ ગાયિકા સ્પષ્ટતા કરતા વધુમાં જણાવે છે કે તેણે મુંબઇથી માંડીને ન્યૂયોર્ક સુધી મ્યુઝિક માટે દોડ લગાવી. બોલીવૂડની ફિલ્મોમાં ગીતો ગાવાને બદલે અને નોન ફિલ્મી / પોપ ગીતો પાછળ પાગલ બનવાને બદલે મેં જુદો માર્ગ અપનાવ્યો. 'મેં કદીય ફેન્સ માટે તેમની જરૂરિયાત માટે કદીય વિચાર્યુ જ નથી. મે મારી જાતને મારી કળામાં સમર્પિત કરી દીધી અને મેં મારા કામને જ બોલવા દીધું. મારી અગત્યતતા મારા ફોલોઅર્સ કે મારે ફેમસ થવું છે, એવી નહોતી, પણ મારા કળાના ફોર્મમાં અને કળાકૌશલ્યમાં ડૂબકી મારવાની છે. હું એવું દ્રઢપણે માનું છું કે જ્યારે તમે કંઇક સારું સર્જન કરો છો ત્યારે લોકો કોઇ પણ રીતે તમારી પાસે આવે જ છે,' એમ પ્રિયદર્શિની કહે છે. જેણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે.
પ્રિયદર્શિનીએ તેના પતિ અને અન્ય એક પ્લેયર મેક્સ ઝેડસે પર્કસસિનસ્ટ ચક્ પાલ્મેર, ડવ ઇગર અને ફમર વિલ કાલ્હોન્ટની આ આલ્બમ માટે સહાય લીધી છે. અને ૧૨ કલાકમાં આ આલ્બમ રેકોર્ડ કર્યો અને આલ્બમના ગીતો લખ્યા છે, બાર કલાકમાં એમ તેણે જણાવ્યું હતું.
બીજી બાબત એ છે કે અમે બધાએ જે રીતે આ આલ્બમ તૈયાર કર્યો તે અમારા વચ્ચેની ઐક્ય અને સમજણને કારણે શક્ય બન્યું છે,' એમ તેણે જણાવ્યું અને સ્પષ્ટ કર્યું કે આ ગ્રેમી નોમિનેશન માટે સ્પેશિયલ એ છે કે ઘણાં બધા સ્ટુડિયો આલ્બમ વચ્ચે આ લાઇવ આલ્બમની પસંદગી થઇ છે. સ્ટુડિયો રેકોર્ડેડ આલ્બમમાં એક તક એ મળે છે કે તેમાં પોસ્ટ પ્રોડક્શન પછી વધુ ઇફેક્ટ ઉમેરી શકાય છે તેને એડિટ કરી શકાય છે અને કોઇ એરર (ક્ષતિ) રહી ગઇ હોય તો તેને દુર પણ કરી શકાય છે.
ઉપરાંત મલ્ટીપલ ટેક્સનો પણ ઉપયોગ કરી શકાય છે. આ આલ્બમના કેસના આનું એક ટેક રેકોર્ડિંગ થઇ ગયું એ પણ મોટેભાગે ઓર્ગેનિક રીતે અને પોસ્ટ પ્રોડ્કશન પછી તો બહુ સુધારા કરાયા છે. જો કે જે સુધારા કરાયા છે, તે ઘણાં મોટા પ્રમાણમાં કરાયા છે,' એમ તેણે જણાવ્યું છે.
આમ છતાં સૌથી મોટી વાત તો એ છે કે આ આલ્બમ પરંપરાગત ભારતીય સંગીત, અમેરિકન ફોક-મ્યુઝિક અને પોપ મ્યુઝિકના સમન્વયથી તૈયાર કરાયો છે. આમ આ આલ્બમ ક્રોસ-કલ્ચરલ કોલોબોરેશનના સૌંદર્યનો અદ્ભુત નમૂનો છે. વિશ્વના વિભિન્ન હિસ્સાનું ભિન્ન પ્રકારના સમન્વયનો આ ખજાનો છે અને હવે એ ન્યૂ એજ'ને આ કેવી રીતે સ્પર્શી શકે છે, એ જોવાનું રહે છે,' એમ પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nIaMe9
ConversionConversion EmoticonEmoticon