હ જુ અત્યાર સુધી તે 'ગલીબોય'ના રેપર તરીકે-એમ.સી. શેર તરીકે ઓળખાતો હતો, પણ હવે સિદ્ધાંત ચતુર્વેદી તેની બીજી ફિલ્મ ૨૦૦૫ની કોમેડી બન્ટી ઔર બબલી'નીં સિકવલ રિલિઝ થવાની તૈયારીમાં છે જેમાં તેની જોડીમાં છે, શરવરી વાઘ અને શૈફ અલી ખાન અને રાની મુકરજી છે લીડ ભૂમિકામાં સિદ્ધાંત ચતુર્વેદીએ જણાવ્યું કે ફિલ્મના બીજા ભાગમાં બે જોડકાં વચ્ચેના બે પેઢીઓનો જનરેશન ગેપભરવાનો પ્રયત્ન કરાયો છે.
'બન્ટી ઔર બબલી' પહેલી ફિલ્મ બનીને અત્યાર સુધીમાં ૧૫ વર્ષ થઇ ગયા છે અને આ સમયગાળામાં જબરદસ્ત ફેરફાર અને પરિવર્તન થયા છે. એક ફેમિલી એન્ટરટેનર, કે જે મહત્વાકાક્ષા અને કરપ્શન તથા દરેક વય-જૂથને અપીલ કરે છે. હું કંઇ બધાને સમજાવવાની રાહ જોવાનો નથી,' એમ હસતાં હસતાં સિદ્ધાંત કહે છે, ફિલ્મમાં પાંચજુદા જુદા દેશદ્રો હીરો હોય છે, જે ઘણી બધી કૃત્રિમતામાં સંડોવાયેલા હોય છે.
દરમિયાન આ અભિનેતા શકુન બત્રાની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે દીપિકા પદુકોણ છે. આ ઉપરાંત એ ફિલ્મમાં અનન્યા પાંડે પણ છે. અભિનેતા સ્વીકારે છે કે કોવિદ સમયકાળમાં શુટિંગ કરવું સાવ ભિન્ન અનુભવ છે કેમ કે દિગ્દર્શક સહિત બધા જ માસ્ક હોય છે. 'અહીં થોડું વિચિત્ર હોય છે. તમારો કેમેરામેન કે લાઇટ દાદા કેવી રીતે જોતા હોય છે, પણ મને આનંદ છે કે સેટની પાછળ જ હોઉછું.
એમ તે કહે છે. સિદ્ધાંત સાથે ઉમેરે છે કે હજુ સુધી આને અનટાઇટલ ફિલ્મ તરીકેવર્ણવવામાં આવે છે, જેને કારણે લોકો અને રિલેશનશિપમાં ગૂંચવણ સર્જાય છે. 'સ્કેલ ઘણો મોટો છે. અને શકુન ભારતીય સિનેમાની બાઉન્ડ્રી વધુ વિસ્તારવા માગે છે. છેલ્લા પાંચવર્ષમાં વિશ્વ સિનેમાંભણી એ વધુ ઢબેલા છે જ્યારે પોતે તો હિન્દી ફિલમો જોઇ જોઇને જ મોટો થયો છે. 'આ ફિલ્મમાં સ્પેસ છે. શકુન અને ઝોયા ('ગલી બોય'ના દિગ્દર્શક ઝોયા અખ્તર) ફિલ્મસર્જનની સમાન સ્કૂલમાં આવ્યા છે, પણ બંનેનો પોતાનો અલગ દ્રષ્ટિકોણ છે.
દીપિકા પદુકોણ સાથે કામ કરવાની સૌથી મોટી સમસ્યા છે એ સ્વીકારે છે કે નર્વસનેસ છતાં શૂટ તો સ્મુથ થયું છે. 'તેણે સંપૂર્ણપણે પોતાની જાતને સમર્પિત કરી છે અને તેના પાત્રને ભરોસાપાત્ર બનાવ્યું છે. અને હું શક્ય હોય ત્યાં સુધી મારા સ્વપ્નોની દુનિયાથી બગાર વસ્યો છું. એમ સિદ્ધાંત કહે છે.
ડિસેમ્બરના મધ્ય સુધી આ ફિલ્મ પૂરી કર્યા બાદ સિદ્ધાંત હોરર કોમેડી ફિલ્મ શરૂ કરશે, જેનું નામ છે 'ફોનભૂત' જેમાં તેની સાથે કટરિના કૈફ અને ઇશાન ખટ્ટર પણ છે. 'આ ફિલ્મની પટકથા તો રમૂજથી ભરપૂર છે એ વાંચતાં વાંચતા તો અમારા પેટ દુઃખી ગયા હતા. ફિલ્મમાં જબરદસ્ત જુગલબંધી છે અમારા ત્રણ વચ્ચે. આ અમારું આગામી પોપ કલ્ચર હશે,' એમ કહી તેણે ઉમેર્યું કે તેનો લુક સંપૂર્ણપણે જુદુ હશે.
આ પછી તેની એક એકશન -ફિલ્મ પણ છે. જે નવા વર્ષે શરૂ થશે. અને તે કહે છે કે એ તેની મનગમતી જેનરની છે. 'હું મિક્સ માર્શલ આર્ટ્સ અને ટાઇકોન્ડો ઉપરાંત અન્ય એકસરસાઇઝ શીખ્યો છું અને વીડિયો પર તેની તાલીમ પણ લીધી છે. આ ફિલ્મ મહામારી પહેલા ઘોષિત કરવામાં આવી હતી. આશા રાખું છું તમે આ અંગે જલ્દી સાંભળશો, એમ તેણે કહ્યું. શું એ તારો નેગેટિવ રોલ હશે ? 'તમે કેવી રીતે કહી શકો કે આ ફિલ્મોમાંથી કોઇમાં હું નેગેટિવ રોલ નહીં કરી શકું ? ' એમ સિદ્ધાંત હસવા લાગ્યો, પછી તરત જ બોલ્યો, 'હું સૌ પહેલાં તો હીરો બનવા માગતો હતો અને બાદમાં નેગેટિવ રોલ માટે વિચારતો.' મને જુદી જુદી જેનરની ફિલમો કરવામાં આનંદ આવે છે. આ સાથે સિદ્ધાંત ઉમેરે છે, 'હું મારી જાતને રિપિટ કરી કરીને બોર થઇ જાઉ છું. 'હું સતત કંઇ નવું કરવા ઇચ્છું છું. મારી કલ્પના શક્તિને ફરતે તમામ પાત્રો ભીડ કરીને એકત્ર હોય છે.
હું નથી ઇચ્છતો કે લોકો મારામાં છેદ પાડે. તેઓ સિનેમાં હોલમાં આવે ત્યારે હું તેમને દરવખતે નવી ભૂમિકામાં જોવા મળું. નવા સિદ્ધાંત ચતુર્વેદીને ઇન્ટરવ્યૂ દ્વારા જ શોધી શકાશે.' તેણે જણાવ્યું, 'ઘરમાં લીધેલી તાલીમ માટે મને પ્રેમ છે. અને ત્યાંથી તમે મને પાછો શોધી શકો છે. લોકડાઉનમાં મેં ઘરમાં બનેલા હેલ્થી ભોજન આરોગ્યા છે. 'હું ફરી મારા રૂટ્સમાં જવા માગું છું. કીકિંગ, બોક્સિંગ અને ટાઇકોન્ડો મને શેપ આપવામાં મદદરૂપ બને છે,' એમ કહી સિદ્ધાંતે વાતો પૂરી કરી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r6FYWe
ConversionConversion EmoticonEmoticon