કોરોનાએ વિશ્વભરમાં ૨૦૨૦ દરમિયાન ઐતિહાસિક હાહાકાર મચાવ્યો છે. ૧૯૧૮ના સ્પેનિશ ફલુ પછી આ સૌથી મોટી મહામારી છે. વિશ્વના નાગરિકો એવું માને છે કે જાણે ૨૦૨૦ની વિદાય સાથે કોરોના પણ ગુડબાય કહેશે. પણ આપણે એટલી આશા રાખીએ કે નવા વર્ષમાં તેનો ખૌફ ઘટતા ક્રમે રહે અને વાઈરસ નિષ્ક્રીય થાય કે રસી સફળ થાય .
અમેરિકા અને બ્રિટનમાં વર્ષની આ વિદાય વેળાએ જ કોરોનાએ ફરી માથું ઉચક્યુ છે. બ્રિટનમાં વાઈરસ નવા સ્વરુપે ફેલાયો હોઈ ભારત સહિતના દેશોએ એરલાઈન્સ વ્યવહાર હાલ પુરતો મોકુફ રાખ્યો છે. અને બ્રિટનમાં પણ લોકડાઉન જાહેર થયો છે. અમેરિકામાં પ્રમુખ બાઈડેન સત્તા સભાળશે તે પછી તે લોકડાઉનથી માંડી કડક નિયમનો સાથે કોરોનાને નિયંત્રણમાં લેવા માંગે છે. આશા રાખીએ કે કોરોનાના વળતાં પાણી થાય.
બ્રિટનમાં 68000ના મૃત્યુ કોરોનાનું નાતાલ વખતે કમબેક
આ ગામી પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન પદ શોભાવનાર બોરિસ જોનસન જે દેશના મુખ્ય વડાપ્રધાન છે એ બ્રિટનમાં કોરોનાથી કુલ ૬૮૦૦૦ થી વધુના મૃત્યુ થયા છે. બ્રિટનમાં કુલ ૨૧ લાખ સંક્રમિત થયેલા છે. બ્રિટનના ૭૧ વર્ષના પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના પોઝિટિવ થયા હતા. તેમના પત્ની કેમિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પણ તેઓ આઇસોલેટેડ થયા હતા. બ્રિટનમાં પણ કોરોનાએ - હાહાકાર મચાવ્યો હતો. શાલા-કોલેજો બંધ રહી હતી. સ્કોટલેન્ડમાં ૪૧૧૧, વેલ્સમાં ૨૮૮૨ અને નોર્ધન આયરલેન્ડમાં ૧૧૨૯ના મોત થયા હતા. બ્રિટનમાં બરાબર નાતાલ વખતે જ કોરોના વાઈરસ નવા સ્વરુપે બહાર આવી ચેપ ફેલાવતા લોકડાઉન જાહેર થયું એટલું જ નહીં વિશ્વના ભારત સહિતના ઘણાં દેશોએ વિમાન સેવા સંપર્ક હાલ પુરતો રદ કર્યો છે. વિશ્વમાં સૌ પ્રથમ કોરોના વાઇરસની વેકિસન માટે મંજૂરી આપનાર તેમજ સૌ પ્રથમ સામાન્ય લોકો માટે વેકિસન આપનાર બ્રિટન દેશમાં પ્રથમ મૃત્યુ ૬ઠ્ઠી માર્ચના રોજ રોયલ બકેશેર હોસ્પિટલમાં થયું હતું. જ્યારે દુનિયામાં ૩૩૦૦ લોકોના મોત થઇ ચુકયા હતા.
અમેરિકા પછી બ્રાઝિલમાં મોતનું તાંડવ: 1,88,000ના મૃત્યુ
કોરોનાથી મૃત્યુઆંક હાલ અમેરિકા પછી સૌથી વધુ મૃત્યુ લેટિન અમેરિકાના બ્રાઝિલ દેશમાં ૧,૮૮,૦૦૦ મૃત્યુ થયા છે અને કુલ ૭૩ લાખ સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધુ મોત સાઓ પાઉલો સ્ટેટમાં ૪૪,૨૮૨ અને રિઓ ડી જનેરિયો સ્ટેટમાં ૨૩૮૮૭ના મોત થયા છે. બ્રાઝિલમાં પ્રથમ મોત ૨૬ ફેબુ્રઆરીના રોજ ૬૧ વર્ષની વ્યક્તિનું થયું હતું. જે ઇટાલિથી બિઝનેસ કામ પતાવીને વતન બ્રાઝિલ પાછો ફર્યો હતો.
ફ્રાંસનો મૃત્યુઆંક 60,000
યુરોપના અનેક દેશો કોરોનાગ્રસ્ત થયા હતા તેમાં ફ્રાંસમાં પણ ૬૨,૦૦૦ ના મૃત્યુ થયા છે અને કુલ ૨૫,૦૦૦૦૦ સંક્રમિત થયા છે. ફ્રાંસમાં સૌ પ્રથમ મૃત્યુ ૨૧મી ફેબુ્રઆરીના રોજ ૬૦ વર્ષની વ્યકિતનું પેરિસ હોસ્પિટલમાં થયું હતુ. એ સમય દરમ્યાન વિશ્વના ૨૯ દેશોમાં કોરોના પ્રસરી ગયો હતો અને ૨૪૦૦થી વધુ લોકોના મોત થઇ ગયા હતા. ઇટાલીમાં કોરોનાએ હાહાકાર મચાવવો શરૂ કરી દીધો હતો. ૧૭મી માર્ચે ફ્રાંસમાં શટડાઉનના આદેશ જારી કરાયા. ફ્રાંસમાં ૭૩મો કાન્સ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો. ૧૦મી ઓકટોબરે ફ્રાંસમાં એક જ દિવસમાં જ ૨૦,૦૦૦થી વધુ કેસ આવ્યા.
ઇટાલીમાં 70,000ના મોત ફૂટપાથ પર મૃતદેહો રઝળ્યાં
ચી નની બહાર જો સૌથી વધુ કોરોના વાયરસ ઝડપભેર ફેલાયો હોય તો એ ઇટાલી દેશ હતો. ઇટાલીમાં એટલી બધી અસર થઈ હતી કે મૃતદેહો ખસેડવા લઈ જવા સેનાની ટ્રકો લાવવી પડી હતી. ચર્ચમાં મૃતદેહોના ઢગલા થયા હતા. ચીનથી બમણી સંખ્યામાં લોકો ટપોટપ મરી રહ્યા હતા. કબ્રસ્તાનમાં કોઈ જગ્યા બચી ન હતી. લોમ્બાર્ડા, મિલાન, મિલાનના દક્ષિણ-પૂર્વ કોડોગ્નોમાં ઢગલાબંધ મૃતદેહો પડયા હતા. અચાનક કેસો વધી જતાં માર્ચની ૨૦ તારીખે ૧૦ જેટલા શહેરોમાં લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું તમામ પ્રકારના રમતોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ કરી દેવામાં આવ્યા. અનિશ્ચિત મુદત સુધી રદ કરી દેવામાં આવ્યા. વિદેશી સહેલાણીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, બાગ- બગીચા, જાહેર સ્થળો બંધ કરી દેવાયા.
ઇટાલીમાં કુલ ૭૦,૦૦૦થી વધુ મોત થયા છે જેમાં સૌથી વધુ લોમ્બાર્ડીમાં ૨૩,૮૧૦ના મૃત્યુ થયા હતા. સૌથી વધુ ૮૦થી ૯૦ વર્ષની વય ધરાવતા ૨૪૦૦૦થી વધુ લોકો વાયરસથી મૃત્યુ પામ્યા હતા.
વિશ્વનું પ્રથમ મૃત્યુ ચીનમાં
કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ ચીનમાં વુહાન શહેરમાં એક ૬૧ વર્ષની વ્યક્તિનું થયું હતું. જે ચીનના મિડિયાએ ૧૧મી જાન્યુઆરીએ અધિકૃત રીતે વાયરસથી થયેલ મૃત્યુ જાહેર કર્યું હતું. આ અહેવાલ ત્યારે આવ્યો કે જ્યારે ચીનમાં મોટી રજાઓ આવતી હતી અને લાખો લોકો એ વખતે પ્રવાસ ખેડયો હતો જેના કારણે આ વાયરસ સૌ પ્રથમ તાઇવાન, જાપાન, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં આ વાયરસે પગપેસારો કર્યો હતો. આ બધામાં સૌ પ્રથમ અમેરિકાના વૉશિંગ્ટનમાં એક વ્યક્તિમાં લક્ષણ દેખાયા હતા જે વુહાનથી આવ્યો હતો.
ચીન સિવાય એશિયામાં પ્રથમ મૃત્યુ
કોરોના વાયરસથી ચીનની બહાર પણ એશિયા ખંડમાં સૌ પ્રથમ મૃત્યુ ફિલિપાઇન્સમાં થયું હતું. પહેલી ફેબુ્રઆરીના રોજ ફિલિપાઇન્સના ૪૪ વર્ષની વ્યક્તિનો ચેપ લાગવાથી મૃત્યુ થયું હતું. આ પ્રથમ મૃત્યુના સમાચાર આવ્યા ત્યાં સુધીમાં ૩૬૦ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા.
યુરોપમાં પ્રથમ મૃત્યુ ફ્રાંસમાં
યુરોપમાં સૌ પ્રથમ મૃત્યુ ફ્રાન્સમાં પેરિસની એક હૉસ્પિટલમાં ૧૪મી ફેબુ્રઆરીના રોજ થયું હતું જે એક ૮૦ વર્ષની વ્યક્તિ ચીની પર્યટક હતી. આ ચીનની બહાર થયેલું કુલ ચોથું મૃત્યુ હતું. આ તારીખ સુધીમાં કોરોના વાયરસથી કુલ ૧૫૦૦ જેટલા લોકોના મોત થઈ ચૂક્યા હતા જેમાં મોટા ભાગના ચીનના હુબેઈ પ્રાંતના હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mNtUpB
ConversionConversion EmoticonEmoticon