હવે વર્ષ 2021... કોરોનાની રસી મુકાવવી કે નહીં તેની અવઢવનું રહેશે


- અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ બાઈડેન


- ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુ


કો રોના વાઇરસ નવો હોય તેની કોઈ વેક્સિન વિશ્વમાં ક્યાંય પ્રાપ્ય ન હતી. વાઇરસના લક્ષણ પ્રમાણે રસી નવી બનાવવાની હતી. કોરોના સામે જંગ લડવા વેક્સિન એક જ ઉપાય હોઈ મોટા ભાગના દેશો વેક્સિન શોધવા અને બનાવવાના કામમાં લાગી ગયા હતા.

સૌ પ્રથમ વેક્સિનના સમાચાર ૨૪મી માર્ચના રોજ આવ્યા. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસાચ્યુસેટસની બાયોટેક્નોલોજી ફર્મ 'મોડર્ના'એ સૌપ્રથમ રસી બનાવી અને તે  ૪૩ વર્ષની બે બાળકોની માતા જેનિફર હોલરને આપવામાં આવી. વિશ્વના પ્રથમ કોરોના વેક્સિનMRNA- 1273 નો ટેસ્ટ જેનિફર પર કરાયો.

પંદર જુલાઈના રોજ સમાચાર આવ્યા કે બ્રિટનમાં ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવાયેલ રસીનું સફળ પરીક્ષણ થયું. માનવ શરીરમાં કોરોના સામે પ્રતિકાર શક્તિ વધી. સપ્ટેમ્બર સુધીમાં રસી બધાને આપી શકાશે. માનવીઓ પરના પરીક્ષણમાં પણ પ્રથમ અને દ્વિતીય તબક્કામાં સફળ રહી ૧૦૭૭ લોકો પર ટ્રાયલ કરવામાં આવી.

બારમી ઑગસ્ટે રશિયાએ રસી તૈયાર કરી અને પુટિનની પુત્રીને આપવામાં આવી પણ વેક્સિનની ગરબડથી એથિક કાઉન્સિલના વરિષ્ઠ ડોક્ટર એલેકઝાન્ડર કુશલિનએ રાજીનામું આપ્યું. આ વેક્સિન સુરક્ષિત હોવાની કોઈ ગેરન્ટી ન હતી. વેક્સિનનું નામ 'સ્પુટનિક- ફ' રાખવામાં આવ્યું. ચીનની વેક્સિનને પણ પેટન્ટ મળી વર્ષના અંતમાં બજારમાં આવશે. વિશ્વભરમાં ૨૬ રસી ક્લિનિકલ ટ્રાયલ વ્યસ્ત છે. છ રસીની ટ્રાયલ ત્રીજા તબક્કે પહોંચી હતી.

નવ સપ્ટેમ્બરે બ્રિટનમાં વોલિયન્ટર બીમાર પડતાં એસ્ટ્રાજેને કોરોનાની રસીની ટ્રાયલ હોલ્ડ કરી. ત્રણ દિવસ પછી પુન: ઑક્સફર્ડ કોરોનાની રસીની ટ્રાયલ શરૂ કરાઈ. એક્સ્ટ્રાજેન ટ્રાયલ સાથે ૩૦,૦૦૦ સ્વયંસેવકો જોડાયા હતા.

જર્મનીમાં અત્યંત પ્રભાવશાળી એન્ટિબોડી શોધાયા હવે વેક્સિન બનાવવામાં સફળતા મળી શકે છે. ચીનની કંપનીએ દાવો કર્યો કે ૨૦૨૧ની શરૂઆતમાં ચીન તરફથી વિશ્વ આખાને વેક્સિન મળી શકશે.

કોરોના સામે જંગ લડવા વિશ્વની ૩૦૦ સંસ્થા રસી બનાવવામાં વ્યસ્ત છે અને ૪૦ જેટલી સંસ્થાઓ હ્યુમન ટ્રાયલના તબક્કે છે. 

વિશ્વનો પ્રથમ વેક્સિનને મંજૂરી આપનારો દેશ બ્રિટન

બીજી ડિસેમ્બરના રોજ સામાન્ય લોકોને વેક્સિનની મંજૂરી આપતો બ્રિટન દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ફાઇઝર વેક્સિનની બ્રિટનમાં મંજૂરી મળી. અમેરિકાની કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકએ મળીને વેક્સિન વિકસાવી. વિશ્વમાં પ્રથમવાર કોઈ મહામારીની વેક્સિન આટલી ઝડપથી શોધાય અને માત્ર ૩૮૧ દિવસમાં તો માનવીને આપવામાં આવી. ૧૭ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ચીનમાં પ્રથમ કોરોનાનો દર્દી મળ્યો હતો ત્યારથી લઈને આ ૨જી ડિસેમ્બર, ૨૦૨૦ સુધીના ૩૮૧ દિવસમાં જ આ શોધાયેલી રસીનું વિશ્વના ઇતિહાસમાં આટલી ઝડપથી અમલીકરણ થયું. ફાઇઝર અને બાયએનટેક મળીને ડિસેમ્બરમાં ૫ કરોડ ડોઝ બનાવશે. ૨૦૨૧માં ૧૩૦ કરોડ ડોજ બનાવશે. એક વર્ષ પછી ખબર પડી શકશે કે કેટલી સુરક્ષા આપી શકે છે.  MHRA ના હેડ જુન રૈનીએ કહ્યું કે અમે દિવસ રાત કામ કર્યું છે. વેક્સિનની મર્યાદા એ છે કે તેને  માઇનસ ૯૦ ડિગ્રી તાપમાન પર રાખવી જરૂરી છે.

વિશ્વની પ્રથમ વેક્સિન મહિલા માર્ગારેટ કિનન

વિશ્વમાં સૌ પ્રથમ કોરોનાની વેક્સિન બ્રિટનના ૯૧ વર્ષના માર્ગારેટ કિનને આપવામાં આવી. માર્ગારેટ કિનન જેઓ એક સપ્તાહ પછી ૯૧ વર્ષના થશે. તેઓએ ૮૫ વર્ષ સુધી જ્વેલરી શોપમાં આસિસ્ટન્ટ તરીકે સેવા બજાવી હતી. બ્રિટને બીજો પણ એક ઇતિહાસ રચ્યો કે ૨૨૪ વર્ષ બાદ બ્રિટનમાં ફરી કોઈ મહામારીની વેક્સિન પ્રથમ અપાઈ ! આજથી ૨૨૪ વર્ષ પહેલાં એટલે કે ૧૭૯૬માં બ્રિટને સ્મોલપોક્ષની મહામારીની પ્રથમ વેક્સિન આઠ વર્ષના ખેડૂત પુત્ર જેમ્સ ફિલિપ્સને આપી હતી. હવે ૨૨૪ વર્ષ પછી કોરોના મહામારીની પ્રથમ રસી ૯૧ વર્ષની મહિલાને અપાઈ !!

વિશ્વની પ્રથમ અશ્વેત વેક્સિન મહિલા - સેન્ડ્રા લિંડસે

વિશ્વમાં સૌ પ્રથમ અશ્વેત મહિલા તરીકે અમેરિકામાં નર્સનું કામ કરતી સેન્ડ્રા લિંડસેને ૧૪મી ડિસેમ્બરના રોજ કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી અને એક નવું પ્રકરણ અમેરિકાએ આલેખ્યું હતું. પ્રથમ તબક્કામાં અમેરિકાએ હેલ્થકેર વર્કસને વેક્સિન આપી છે . દેશનું અનેક રાજ્યોમાં ૧૪૫ જગ્યાએ વેક્સિન પહોંચાડવામાં આવી છે.

કોરોના ડિક્ષ્નેરી

કોવિડ-૧૯, નોવેલ કોરોના, કોરોના વાયરસ, ઈમ્યુનીટી, પેન્ડેમીક, ક્વૉરન્ટાઈન, ક્લસ્ટર, વૉરિયર, ક્લિનિકલ ટ્રાયલ, ધમણ, વેન્ટિલેટર, સંક્રમિત, લોકડાઉન, અનલોક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, ગ્લોઝ, પી.પી.ઈ. કિટ, રેપિડ ટેસ્ટ, એરબોર્ન, એરલિફ્ટ, હોટ સ્પોટ, ઓનલાઈન, થર્મલગન, વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ, ક્લાઉડ, ઝૂમ, વેબિનાર, મહામારી, જનતા કર્ફ્યુ, ફેસશિલ્ડ, કોરોના પેકેજ, ટેસ્ટિંગ કિટ, આર.ટી. પીસીઆર, સ્ક્રિનિંગ, ઉકાળો, નાસ, ડિપ બ્રિધિંગ, બાયોટેક સિરમ, ફાઈઝર, સ્પૂટનિક-૫, કોવેક્સિન, ઝાયકોવિડ, સનોરી, હાઈડ્રોક્સી ક્લોરોક્વિન, રેમડેસિવર, ટોસિલિઝુમેલ ઈન્જેક્શન, સ્ટ્રિમીંગ, એન્ટીબોડી, રેડઝોન, ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન, વંદે ભારત મિશન, વંદે આઈએનએસ જલાશય, બુસ્ટર ડોઝ, ઓટીટી, એપ સ્ટ્રાઈક, કોમ્યુનીટી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WKNwQD
Previous
Next Post »