આ પણે સૌએ એક અનુભવ કર્યો હશે કે નાની નાની વાત ક્યારેક ભૂલી જવાય છે. તાત્કાલિક યાદ આવતી નથી. થોડાક સમય પછી ક્યારેક યાદ આવે પણ છે અને ક્યારેક થોડાક દિવસો સુધી યાદ કરવા મથીએ છીએ છતાં પણ યાદ આવતી નથી. ઘણા બધાને આવો અનુભવ થયો હશે. અથવા તો થતો હશે - મોટાભાગે તો યાદ આવી જ જાય છે - પરંતુ જ્યારે અમુક નાની વસ્તુ ભુલાઈ જાય - દા. ત. કોઈ પરિચિત વ્યક્તિનું નામ, સરનામું, અગત્યનું કાર્ય, ટેલીફોન નંબર અને જ્યારે ખુબ જ જરૂર હોય ત્યારે યાદ ના આવે ત્યારે મનોમન ક્ષોભ અનુભવતા હોઇએ છીએ. દા. ત. ઘણા સમય પછી કોઇ અંગત વ્યક્તિ મળે ત્યારે સ્વાભાવિક છે કે આપણે નામથી તે વ્યક્તિને બોલાવીએ છીએ. પરંતુ ક્યારેક એ જ વખતે તે વ્યક્તિનું નામ યાદ નથી આવતું. ભુલી જવાય છે - અને તેમાં પણ સામેની વ્યક્તિ આપણને નામથી બોલાવે - ત્યારે ખુબજ શરમજનક પરિસ્થિતિ પેદા થાય છે.
ભૂલી જવાની ફરિયાદ સાથે અનેક વ્યક્તિઓ આવતી હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે અમુક ઉંમર પછી યાદશક્તિ ઓછી થઈ જાય - પરંતુ ક્લીનીકમાં તો નાની ઉંમરના વિદ્યાર્થીથી માંડીને ૩૦ થી ૫૦ વર્ષની વ્યક્તિઓ પણ ભૂલી જવાની ફરિયાદ લઇને આવતાં હોય છે. આજના લેખમાં ભુલી જવાની ફરિયાદ વિષે ચર્ચા કરીએ.
આપણને ખ્યાલ છે કે મગજના કેટલાય અગત્યના કાર્યોમાં યાદ રાખવાનું કાર્ય મુખ્ય છે. બાળકને પણ ધીમે ધીમે મગજનો વિકાસ થતાં યાદશક્તિની તીવ્રતા વધતી હોય છે. કોઇકને ઝડપથી યાદ રહેતું હોય છે - તો કેટલાકને યાદ રાખવામાં સમય લાગતો હોય છે. યાદશક્તિની સાથે સાથે ભૂલી જવાની શક્તિ પણ ઉદ્ભવે છે. કેટલીક વસ્તુ જલદીથી ભુલી જવાય છે - કેટલીક વસ્તુ ભૂલતાં વાર લાગે છે. ભૂલી જવાની ફરિયાદ હકિકતમાં કોઇ બીમારી નથી - પરંતુ કેટલીક માનસીક બીમારીઓ એવી હોય છે કે જેમાં ભૂલી જવું એ સામાન્ય ફરિયાદ રહેતી હોય છે. દા. ત. ડીપ્રેશન (ઉદાસીનતા), બેચેની- રઘવાટ, ગભરામણ (એન્ઝાઇટી), સ્મૃતિભ્રંશ (આલઝાઇમર) વિ.વિ.
૩૦ થી ૫૦ વર્ષની ઉંમરની વ્યક્તિઓ જ્યારે ભૂલી જવાની ફરિયાદ કરતાં હોય છે કે ત્યારે સામાન્ય રીતે તેઓને કોઇ ગંભીર બીમારી હોવાની શક્યતા હોતી નથી. પરંતુ મોટેભાગે તેઓ ડીપ્રેશન અથવા એન્ઝાઇટીની બીમારીથી પીડાતા હોય છે. આમાંય ડીપ્રેશન એક એવી માનસિક બીમારી છે કે જેમાં વ્યક્તિની યાદશક્તિ નબળી થઇ જાય છે - અને વારંવાર નાની નાની વસ્તુઓ ભૂલી જાય છે. અને શરૂઆતમાં જેમ કહ્યું તેમ જ્યારે નાની વસ્તુ પણ યાદ નથી આવતી ત્યારે મન ખુબ જ શરમ અનુભવે છે. મનની આવી સ્થિતીને કારણે ઉદાસીનતામાં વધારો થાય છે - કારણ કે પછી એવા વિચારો આવે છે કે 'આટલી વસ્તુ પણ મને યાદ નથી રહેતી - પહેલાં તો મને કેટલું બધું યાદ રહેતું હતું - અને હવે ભૂલી જવાય છે. વગેરે' આવા વિચારોના પરિણામે પાછું ડીપ્રેશન વધે છે અને સાથે સાથે યાદશક્તિ ઘટે છે.
મુળ સવાલ નાની નાની વાત ભૂલી જવાની જે ફરિયાદ છે એ કોઇ ગંભીર બાબત નથી. પરંતુ સાથે સાથે એટલું પણ નક્કી છે કે ભૂલી જવાની ફરિયાદનું તાત્કાલીક નિરાકરણ લાવવું જોઈએ. જેથી ભવિષ્યમાં કોઇ મોટી માનસીક તકલીફ ઉભી ના થાય.
મનોચિકિત્સક દ્વારા આ ફરિયાદનું યોગ્ય વિશ્લેષણ કરવામાં આવે છે. દર્દીની વિગતથી માનસીક તપાસ કરવામાં આવે છે. ભુલી જવાની ફરિયાદ સાથે અન્ય ફરિયાદો પણ જોવામાં આવે છે. ત્યારબાદ દર્દીને યોગ્ય સલાહ-સુચન આપવામાં આવે છે. એટલું યાદ રાખવું
મનોચિકિત્સક દ્વારા આ ફરિયાદનું યોગ્ય વિશ્લેષણ કરવામાં આવે છે. દર્દીની વિગતથી માનસિક તપાસ કરવામાં આવે છે. ભૂલી જવાની ફરિયાદ સાથે અન્ય ફરિયાદો પણ જોવામાં આવે છે. ત્યારબાદ દર્દીને યોગ્ય સલાહ-સૂચન આપવામાં આવે છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે ભૂલી જવાની ફરિયાદ દુર કરવા કોઇ દવા આવતા નથી પરંતુ તેની સામેની બીમારીનો ઇલાજ કરવો જોઇએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3piyjTe
ConversionConversion EmoticonEmoticon