આપણા માટે પ્રભુની પ્રાર્થના .


ભૂ ખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી અને ભટકતા ગરીબોને ઘેરે લાવવા શું એ ઉપવાસ નથી ? નાગાને જોઇને તારે તેને (વસ્ત્ર) પહેરાવવું, ને તારા બંધુઓથી મોં સંતાડવું નહિ, ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે ને તારું આરોગ્ય જલદી થશે. તારું ન્યાયપણું તારી આગળ ચાલશે. અને યહોવાનું ગૌરવ તારો પીઠરક્ષક થશે. તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બુમ પાડશે. એટલે તને કહેશે, હું આ રહ્યો જો તું જુલમની ઝુંસરીને તને તથા ચેસ્ટા કરવાનું તથા ભૂંડું બોલવાનું તારામાંથી દુર કરે અને તારા ઇસ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે. અને દુઃખી માણસના જીવને તુપ્ત કરે, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઉઠશે ને તારો ગાઢ અંધકાર બપોરના જેવો થઈ જશે. યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તુપ્ત કરશે, ને તને નવુંબળ આપશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો, ને ઝરાના અખૂટ પાણીના જેવો થઇશ. પવિત્ર શાસ્ત્ર - યશાયા ૫૮/૭ઃ૧૨

- વિઠ્ઠલભાઈ કે. વાઘેલા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rG5aTY
Previous
Next Post »