- જીવનની હરેએક ઇચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે, ભરપૂર પણે પૂરા હૃદયથી તે માણવા મળી હોય, અઢળક સંપત્તિના માલિક બન્યા હોય, છતાં જીવનમાં એક ક્ષણ એવી આવી જાય છે, કે આ બધું વ્યર્થ ભાસે છે જીવનની હરેએક ઇચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે, ભરપૂર પણે પૂરા હૃદયથી તે માણવા મળી હોય, અઢળક સંપત્તિના માલિક બન્યા હોય, છતાં જીવનમાં એક ક્ષણ એવી આવી જાય છે, કે આ બધું વ્યર્થ ભાસે છે.
સા માન્ય રતે સૌમાં એવી ધારણા છે કે પરમાત્માને શોધવા સંસારનો ત્યાગ કરવો પડે. પણ હકીકત કંઇક જુદું જ સૂચવે છે. સંસારમાં પણ રહીને પરમેશ્વર માટેની સાધના થઇ શકે છે. સત્ય એ જ ઇશ્વર છે. ઇશ્વરની શોધ એટલે સત્યને પામવાની સાધના. સંસારમાં રહીને સત્યનાં સાક્ષાત્કાર માટે ઘણાં સાહસની જરૂરત પડે છે. કોઈપણ વાસ્તવિક્તાને તેનાં સાચા સ્વરૂપમાં ઓળખવા જબરી હિંમત રાખવી પડે. સમાજનાં પરિવારનાં સંબંધોથી દૂર રહેવાનો કોઈ મતલબ નથી. દિલ દઇને એની નજીક જવાનું છે. ત્યારે જોવાનું છે કે આ બધાનો પણ ક્યારેક અંત આવવાનો છે. ત્યારે જ સંબંધોની વ્યર્થતા સમજાશે.
સંસારમાં જીવીને, રહેવાથી જ ખ્યાલ આવે છે, કે એ સંબંધો કેટલા સુરક્ષિત રહી શકે છે ? ઘણીવાર તો એમાં ઉંડા ઉતરવાથી ખબર પડે છે કે સાંસારિક સંબંધો છીછરા અને ક્ષણ જીવી છે. કેટલુંક અંતર સાથે કાપ્યા પછી, ભલે બહારથી સંસારના સંબંધો સારા દેખાતા હોય, પણ અંદરથી તેના વચ્ચેનું અંતર પડી ગયેલું હોય છે. નજીકના આવા સંબંધો નિભાવવામાં આવે છે, પરંતુ જો તેઓ થોડુંક પણ તાણવા જાય તો એ તૂટી જાય છે.
જીવનની હરેએક ઇચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે, ભરપૂર પણે પૂરા હૃદયથી તે માણવા મળી હોય, અઢળક સંપત્તિના માલિક બન્યા હોય, છતાં જીવનમાં એક ક્ષણ એવી આવી જાય છે, કે આ બધું વ્યર્થ ભાસે છે. એ સમયે પ્રશ્ન થાય છે કે શું આ બધું શાંતિ આપી શકશે ખરા ? પરમાત્માનો એ ઝલક આપી શકશે ખરા ? જીવનની બધી આસક્તિ ભોગવ્યા પછી ખ્યાલ આવે છે, કે અંતે તો ધન, સંપત્તિ કે બાહ્ય કોઈ પ્રલોભન કોઇપણ જાતની તૃપ્તિ આપતા નથી. બસ, આ વાસ્તવિક્તા ને જાગૃતિભાવથી, સાક્ષી બનીને જોવાનું સાહસ એ સત્યનું દ્વાર બની જતું હોય છે.
સંસારમાં મોટા સ્થાને પહોંચ્યા પછી ઉંચામાં ઉંચું પદ પ્રાપ્ત કર્યા બાદ પ્રશ્ન થાય છે કે છેવટે શું ? આગળ ક્યાં સુધી જવાનું છે. ? અંતે તો માનવજીવન ખાલી હાથે આવ્યો છે. ખાલી હાથ જવાનું છે. આ જિંદગી મૂઠી રાખ સિવાય બીજું પાછળ કશું જ બચતું નથી. તોપછી આ બધી દોડધામનો શો અર્થ ? આ પ્રમાણે જગત અને તેની હરકોઈ ચીજવસ્તુના અંત સુધી જઇને જોવાથી, સંસારનાં નિષ્કર્ષનું જ્ઞાાાન થતાં 'સત્ય'નો સામનો થશે. ત્યારબાદ સત્યના પ્રદેશમાં પરમાત્માનું રાજ્ય શરૂ થઇ જશે.
આવા સ્વાનુભવ વગર આત્મપ્રતીતિ કે અંતરયાત્રા શરૂ થતી જ નથી. આત્મા અનુભવ માનવને નક્કરતા આપે છે. પોકળ જ્ઞાાાનનો કોઈ અર્થ જ નથી.
મગજમાં અનેક પુસ્તકો ગ્રંથોનું જ્ઞાાન ભરીને જીવનારા લોકો હકીકતમાં બોદા હોય છે. અને ભલે ઓછું જ્ઞાાન હોય પણ તે અનેક અનુભવોમાં પસાર થઇને આત્મવિશ્વાસ મેળવ્યોહોય તો તેમની વાતોમાં અને તેમની આંખોમાં એક સચ્ચાઇનો રણકાર જોવા મળે છે.
મન અને વિચારનો જ્યાં અંત આવે છે જ્યાં માનવીના 'અહમ' શૂન્ય થાય છે. ત્યાંથી જ સત્ય અને પરમેશ્વરના પ્રદેશનો પ્રારંભ થતો હોય છે. જ્યાં સુધી માનવીના મનનો વ્યાપાર ચાલે છે ત્યાં સુધી આ સંસાર છે. માનવના અહમથી જ આ સંસારનું ચક્ર ચાલતુ હોય છે. માનવ મનમાંના અહમનો અંત આવતાં મન ખાલી થવા લાગે છે અને તેના માટે જગત વ્યર્થ બને છે. આથી જે સાદ્યક મનોજગતની વ્યર્થતા તથા તેનો અંત જુએ છે તેને એક શૂન્યાવકાશની અનુભૂતિ થઇ જાય છે. એવાઓને સત્ય અને પરમાત્માનાં પ્રદેશમાં આપો આપ પ્રવેશ મળવાની સંભાવના વધી જાય છે.
પરંતુ માનવમાં અહમમાનું વિસર્જન થવાથી શૂન્યતાનું સર્જન થતું હોય છે. જેનાથી માનવને અસુરક્ષા અને એક જાતની પીડાનો અનુભવ થાય છે. એ વખતે તેનાથી દૂર જવાનું નથી. પણ શાંત ચિત્તે સજાગતાથી તેને સાક્ષી ભાવે નિહાળવાના છે. ત્યારે જ તેને સત્ય, પરમાનંદ, પરમ સુખની અનુભૂતિ થાય છે.
અહમનો અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે જ સત્ય અને પરમાત્માનો સાક્ષાત્કાર થતો હોય છે.
- પરેશ અંતાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KEOHPj
ConversionConversion EmoticonEmoticon