ટેલિવિઝન અને બોલીવૂડની વચ્ચે ગોથા ખાઇને ફરી ટેલિવિઝનમાં સ્થાન જમાવનાર કલાકારો


ટેલિવિઝનના શો દ્વારા સફળતા મેળવતા કલાકારો ઘણી વખત બોલીવૂડમાં કામ કરવાનું ભાગ્ય અજમાવતા હોય છે. પરંતુ તેમાં સફળ ન થતાં તેઓ ફરી ટેલિવિઝન શોમાં જોવા મળતા હોય છે. 

ગ્રેસી સિંહ

ફિલ્મ લગાન, મુન્નાભાઇ એમબીબીએસમાં કામ કરનારી આ અભિનેત્રી બોલીવૂડમાંથી ગાયબ થઇ ગઇ હતી. પરંતુ વરસો પછી તે  સંતોષી માતા સિરીયલમાં દેવીના પાત્રમાં જોવા મળી. 

અમૃતા રાવ

વિવાહ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કામ કરનારી અમૃતા પણ બોલીવૂડથી દૂર થઇ ગઇ હતી.આ પછી તેણ ટેલિવિઝન પરના શા ે મેરી આવાજ હી પહચાનમાં કામ કર્યું હતું. 

રાજીવ ખંડેલવાલ

ટેલિવિઝનનો લોકપ્રિય અભિનેતા રાજીવ ખંડેલવાલે બોલીવૂડમાં ભાગ્ય અજમાવાના પ્રયાસ કર્યા. તેણે ફિલ્મ આમિરમાં શાનદાર અભિનય કર્યો. પરંતુ પછીથી તેની ફિલ્મો બોક્સઓફિસ પર ખાસ કલેકશન કરી શકી નહીં. અને એ પછી તે બોલીવૂડથી દૂર થઇ ગયો.

આમના શરીફ

આમના શરીફે ટેલિવિઝનમાંથી બોલીવૂડમાં નસીબ અજમાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ખાસ ઓળખ બનાવી શકી નહોતી.જોકે તે લાંબા સમયથી બોલીવૂડમાં જોવા મળી નથી. 

એઝાઝ ખાન

એઝાઝે ટેલિવિઝન પર ખાસ્સી  ઓળખ બનાવી હતી. પછી તેણે બોલીવૂડ તરફ પ્રયાણ કર્યું પરંતુ  કોઇ સ્થાન જમાવી શક્યો નહીં અને ફરી ટેલિવિઝનમાં સક્રિય થઇ ગયો. 

 રોનિત રોય

રોનિતે બોલીવૂડમાં પોતાની કિસ્મત અજમાવી પણ ખાસ હાસિલ કરી શક્યો નહીં.એ પછી તે એક વખત ફરી તે ટેલિવિઝન શોમાં જોવા મળ્યો અને પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા.  

જય ભાનુશાલી

જયે પણ બોલીવૂડમાં પોતાની કિસ્મત અજમાવ્યું છે. તેણે હેટ સ્ટોરી ટુમાં પાત્ર ભજવ્યું હતું પરંતુ પછીથી તેણે ફરી ટેલિવિઝનના શોમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો.

 અપૂર્વ અગ્નિહોત્રી

પરદેેશ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કામ કરનાર અપૂર્વ અગ્નિહોત્રી એ પછી બોલીવૂડમાં ખાસ ચાલ્યો નહીં. આ પછી તેણે જસ્સી જૈસી કોઇ નહીં સિરીયલમાં કામ કરીને ખાસ ઓળખ બનાવી. બોલીવૂડમાં ટેલન્ટની સાથેસાથે ભાગ્ય પણ સાથ આપે તે મહત્વનું છે. 

નકુલ મહેતા

નકુલે બોલીવૂડમાં કદમ રાખ્યો પરંતુ તે એક જ ફિલ્મ હાલ-અ-દિલમાં જોવા મળ્યો હતો.આ પછી તે ટેલિવિઝનના શોમાં જોવા મળે છે.  

મનીષ પોલ

લોકપ્રિયતા મળ્યા પછી મનીષે બોલીવૂડમાં કામ કરવામાં રસ લીધો પરંતુ તેને ખાસ કોઇ લાભ મળ્યો નથી. આ પછી તે ફરી ટેલિવિઝન પર જોવા મળી રહ્યો છે. અને દર્શકો તેનાથી સંતુષ્ટ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nwAX7c
Previous
Next Post »