- તા. ૩૧-૧૨-૨૦૨૦ સુધી ચૂંટણી ન યોજવા સરકારનો આદેશ છતાં તારીખ જાહેર કરવામાં આવી હતી
ઠાસરાની ક્રેડિટ સોસાયટીમાં ચાર ડિરેક્ટરોની ખાલી પડેલી જગ્યા માટે ૩૧-૧૨-૨૦૨૦ સુધી સરકારી હુકમ પ્રમાણે ચૂંટણી ન યોજવાની જિલ્લા રજિસ્ટ્રારની ચેતવણી છતાં સોસાયટીના વહીવટકર્તાઓએ મનમાની રીતે ચૂંટણી જાહેર કરી દીધી હતી. તેના પર જિલ્લા રજિસ્ટ્રારે રોક લગાવી દીધી હતી. અગાઉ પણ લોકજીભે વારંવાર આ સોસાયટી માટે એકહથ્થું વહીવટ અને ગેરરીતિઓની ફરિયાદ સાંભળવા મળતી હતી.
ધી ઠાસરા વેપારી મંડળ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી લિ.ના ચાર ડિરેક્ટરોની ખાલી પડેલી જગ્યા માટે ૨૦-૧૨-૨૦૨૦ના રોજ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ થઈ ચૂક્યો હતો. ૧૬-૧૨-૨૦૨૦એ વ્યવસ્થાપક મંડળે તે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવા મંજૂરી આપવા માટે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. જોકે જિલ્લા રજિસ્ટ્રારે સામે જવાબમાં જણાવ્યું હતુંે કે રાજ્ય સરકારના જાહેરનામા પ્રમાણે વ્યાવસાયિક કમિટીઓની મુદ્દત તેની ચૂંટણીની તારીખ અને ૩૧-૧૨-૨૦૨૦માં જે વહેલું હોય ત્યાં સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આથી અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીના સંજોગોને જોતા વેપારી મંડળીની ચૂંટણી ૩૧-૧૨-૨૦૨૦ સુધી મુલત્વી રાખી સરકારના સૂચનો પ્રમાણે આગળ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. આમ છતાં ઠાસરા ક્રેડિટ સોસાયટીએ આપખુદશાહી ચલાવીને ખાલી પડેલી ચાર ડિરેક્ટરોની જગ્યા માટે ૨૦-૧૨-૨૦૨૦ના દિને ચૂંટણી જાહેર કરી દીધી હતી, જેથી ચૂંટણીમાં ઊભેલા યુવાનોએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો હતા, પણ ચૂંટણી રદ થતાં એમણે પ્રચાર માટે ખર્ચેલા પૈસા પાણીમાં ગયા છે. ક્રેડિટ સોસાયટમાં એકહથ્થું વહીવટ થતો હોવાની વાત લોકોમાં અવારનવાર સાંભળવા મળે છે.
છેલ્લાં ૨૫ વર્ષથી ક્રેડિટ સોસાયટીમાં એક જ ચેરમેન ચૂંટાઈ આવતા હોવે છે અને ખર્ચમાં ગેરરીતિઓ પણ થાય છે એવા આરોપ પણ લોકમુખે સાંભળવા મળે છે. એકહથ્થું વહીવટને લીધે એક ડિરેક્ટરે રાજીનામું પણ આપી દીધું હતું. ચૂંટણીમાં ઊભેલા છ ઉમેદવારો માટે મતદારોમાં પણ વ્યવસ્થાપકોએે વહાલાંદવલાંની નીતિ અપનાવી હતી અને નવા ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર કે સરનામાં આપ્યાં નહોતાં. એક જ પરિવાર અને એક જ સમાજના પ્રતિનિધિ ચેરમેન તરીકે ચૂંટાઈ એવો પણ ભ્રામક પ્રચાર કરવામાં આવે છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J01eMd
ConversionConversion EmoticonEmoticon