ખેડા જિલ્લામાં કોરોનાની વણથંભી રફતાર : નવા 21 જેટલા પોઝિટિવ કેસ


- નડિયાદ તાલુકામાં ૧૨ અને ગળતેશ્વર, ઠાસરામાં ત્રણ-ત્રણ કપડવંજ, માતર, મહુધામાં એક એક દર્દી નોંધાયા

નડિયાદ, તા. 17 ડિસેમ્બર 2020, ગુરુવાર


ખેડા જિલ્લામાં આજે આજે એકવીશ નવા કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ નડિયાદના જાહેર થયા છે. આ ઉપરાંત ગળતેશ્વર, ઠાસરા, કપડવંજ, માતર અને મહુધામાં પોઝીટીવ કેસો જોવા મળ્યા છે. આજે જાહેર થયેલા એકવીશ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોનો આંક  ૨૫૮૩  પર પહોંચી ગયો છે. 

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવીને જિલ્લાના ૨૬૬ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૧૧,૦૬૨  થી વધુ ઘરોમાં ૪૫,૬૦૦  થી વધુ વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરાઇ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ૪૫ જેટલા ધનવંતરી રથ ફેરવવામાં આવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લાં ૮ મહિનામાં ૨૫૮૩  જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 

આજે નોંધાયેલા કોરોના પોઝીટીવ એકવીશ  કેસોમાં સૌથી વધુ નડિયાદ  તાલુકામાં અને સૌથી ઓછા માતર અને મહુધા તાલુકામાં જાહેર થયા છે. સૌથી વધુ નડિયાદ  તાલૂુકામાં બાર,ગળતેશ્વરમાં ત્રણ,ઠાસરામાં ત્રણ,કપડવંજમાં એક,માતરમાં  અને મહુધામાં એક  એક નવા કેસ નોંધાયો છે. ખેડા જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા આજે જાહેર કરાયેલી યાદીમાં આજે  એકવીશ  દર્દીઓ પોઝીટીવ આવ્યા છે. અત્યાર સુધી  ૨૫૮૩  દર્દીઓ પોઝીટીવ જાહેર થયા હતા.જેમાંથી  ૨૫૬૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી પોતાના ઘરે પરત ફર્યા છે. હાલ જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલોમાં  ૧૦૪ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.  આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા ૨૯૬ જેટલા કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથેઅત્યાર સુધીમાં  ૩૯,૫૯૭ સેમ્પલ લીધેલા છે,જેમાંથી ૩૭,૦૬૮ જેટલા નેગેટીવ અને ૨,૬૮૧  જેટલા પોઝીટીવ જાહેર થયા છે. જ્યારે ૩૧૩ જેટલા દર્દીઓના હજુ પણ રીઝલ્ટ પેન્ડીંગ છે.

જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૨૬૬  જેટલા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૨૬૬ જેટલી ટીમો કાર્યરત્ કરાઇ છે. જેમને અત્યાર સુધીમાં ૧૧,૦૬૨ ઘરોમાં ૪૫,૬૦૦  વસ્તીનો સર્વે કર્યો છે. હાલ નડિયાદની કોવિડ-૧૯ સ્પેશ્યિલ એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ૧૬  દર્દીઓ ,સિવિલ હોસ્પિટલમાં ૭,શ્લોક હોસ્પિટલમાં ૨,મહાગુજરાત હોસ્પિટલમાં ૩ દર્દી સારવાર હેઠળ છે.જેમાંથી  ૪ દર્દી બાયપેપ પર, ૧૩ દર્દી ઓક્સિજન સપોર્ટ પર અને ૮૭ દર્દી સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gYUoTZ
Previous
Next Post »