સૈ ફ અલી ખાન તેની પત્ની કરિના અને નાનકડો તૈમુર વર્ષોથી વર્ષના અંતે સ્વિટ્ઝરલેન્ડના ગસ્ટાડ જતાં હતા, પણ આ વર્ષે એ શક્ય બન્યું નથી. કેમ કે આ વર્ષે કરિના બાળકને જન્મ આપે એવી શક્યતા છે અને આથી તેમણે સ્વીસની બરફાચ્છાદિત ભૂમિ પર વાર્ષિક વેકેશન માણવાનો પ્લાન પડતો મુક્યો છે. આ માટે કોઈ ફરિયાદ પણ નથી અને વસવસો પણ નથી. સૈફની હોરર-કોમેડી ફિલ્મના શુટિંગ માટે તેઓ હિમાચલ પ્રદેશની પહાડીઓ પર ગયા છે અને તેમની સાથે કરિના અને તૈમુર પણ જોડાયા છે. આથી અત્યાર સુધીના દિવસો તો તેમણે બરાબર માણ્યા છે.
'ભૂત પોલીસ' ફિલ્મ ફન્ની અને ભૂત-પ્રેતના વિષય ધરાવતી ફિલ્મ છે. હું આવા પ્રકારની ફિલ્મ લાંબા સમયથી કરવા ઇચ્છતો હતો. તેની કથા, પાત્રો અને લોકેશન્સ અદ્ભુત છે. સામાન્ય રીતે, હું કામ કરતો હોવાથી મેં મારા ફેમિલી ટાઈમનો ભોગ આપ્યો છે, પણ આ વખતે હું કરિના અને ટીમ સાંજે પેક-અપ થયા પછી દરરોજ મળતા.' એમ સૈફ ખુશખુશાલ થઈને કહે છે. લકઝરી અને પ્રાઈવસી, ફૂડ અને વાઈન એ બધાનો ઉલ્લેખ કરતાં સૈફ કહે છે, ગસ્ટાડ સ્પેશિયલ છે તો હિમાચલે અનોખું ભોજન ઓફર કર્યું છે સાથે તેના ઢોળાવ ધરાવતા માર્ગો અફલાતુન છે. 'વાસ્તવમાં આ સ્થળ ગસ્ટાડ કરતાં નિસર્ગથી વધુ નજીક છે. આ સ્થળે આજુબાજુમાં વધુ લોકો નથી તેથી પહાડો પર તમે સહેલાઈથી ટ્રેકિંગ કરી શકો છો. અને નદીમાં માછલી પણ પકડી શકો છો. હોલી-ડે માટે પણ આ સ્થળ અત્યંત ઉત્તમ છે અને તેના ગ્રામીણ પ્રદેશો પણ,' એમ સૈફે પોતાના સ્થળનો ઉલ્લેખ કરતાં જણાવ્યું. તેણે સ્વીકાર્યું કે ધરમશાલામાં બૌદ્ધિષ્ટ કળાના અકલ્પનીય નમૂના હતા, જેમાંથી મેં કેટલાંક પેઇન્ટિંગ્સ અને સ્થાપત્ય કળાના નમૂના ખરીદ્યા છે.
સાંજે સાત વાગ્યા. સૈફનો તેના સ્યુટમાં પાછા ફરવાનો સમય આવતાં જ તેણે તૈમુરનો કલબલાટ સાંભળ્યો અને ડેડી પણ ખુશ થઈ ગયા કે હોટેલમાં આયોજિત કરાયેલા ક્રોકરી અને પોટ્ટરીના ક્લાસિસથી અને ખુબસુરત આઉટડોર્સના દ્રસ્યોથી તેનો પુત્ર પણ આઇપોડ અને હેન્ડસેટને સંપૂર્ણપણે ભૂલી ગયો છે. રેતીને મોલ્ડ કરીને બનાવાયેલા ચિત્રોને જોઈ તૈમુર પણ ખુશખુશાલ થઈ ગયો. સૈફે કહ્યું કે હું તો સોશિયલ મીડિયા પર ક્યાંય છું જ નહીં. આથી કોઈ કોમેન્ટથી અપસેટ થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. 'હું તો લકી છું કે મને અહીંના સ્થળે અમેજિંગ જોબ કરવાની તક મળી છે. મારા જેવા કંઈ બધા જ લકી નથી હોતા અને તેમને મોટા શહેરમાં નાનું એપાર્ટમેન્ટ પણ નથી મળતું. નેગેટિવિટી ત્યાંથી જ આવે છે. હું તેને ક્ષમા યાચું છે,' એમ સૈફે જણાવ્યું.
તેની ઓટોબાયોગ્રાફી અંગેનો પ્રશ્ન અને તેને લખવા માટે આવેલા વિચારના અહેવાલ અંગે સૈફને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે 'હું પબ્લિશર્સ સાથે વચનબદ્ધ છું અને એ હું લખીશ જ. મને થોડો ગભરાટ થઈ રહ્યો છે કેમ કે હું તેને પ્રામાણિકતાથી અને સત્યતાપૂર્વક લખવા માગું છું જેમાં ઊંડાણ હોય, પણ કોઈનેય કોઈ પ્રકારની હાનિ પહોંચાડયા, માત્ર સરળતાથી મારું જીવન વ્યક્ત કરવા અને મારા અનુભવો શેર કરવાનો મારો ઉદ્દેશ છે,' એમ તેણે જણાવ્યું હતું.
દિવાળી દરમિયાન મેં સોશિયલ મીડિયા પર ઇબ્રાહિમનો ફોટો જોયો જેને પગલે મને યુવાન વયના સૈફની સ્મૃતિઓ મને યાદ આવી ગઈ. તેણે તેના મોટા પુત્રને 'સારા દેખાતા બાળક સાથે' સરખાવ્યો જેનું તેને ગૌરવ છે. તે એવું માને છે કે એ પણ સોશિયલ મીડિયાથી દૂર રહેતો હશે. 'હૃત્વિકરોશનની જેમ એ પણ હજુ સ્ક્રીન પર ધડાકાભેર ઝળકી રહ્યો છે. આ કારણે મારી સરખામણી પણ થઈ રહી છે, જેનો હું ઇનકાર કરી શકું એમ નથી, પણ એ હજુ વિકસી રહ્યો છે, તે તેની પર્સનાલિટી વિકસાવી રહ્યો છે આથી તે ઓછો દેખાય એ જ સારું છે,' એમ તેણે જણાવ્યું હતું.
અને તેણે તેની પુત્રી સારા અલી ખાનની ક્રિસમસમાં રિલિઝ થનારી ફિલ્મ 'કુલ નં.૧'નું ટ્રેલર જોયું? એવા પ્રશ્નના ઉત્તરમાં સૈફે જણાવ્યું, 'ના. મેં નતી જોયું, પણ મેં તેને કેટલાંક ગીતોમાં જોઈ છે. અને તેમાં એ ફન માણતી જોવા મળી. સારાને સ્ક્રીન પર જોતા રમૂજ લાગે છે કેમ કે મારા માટે તો હજુય નાની બાળકી જેવી જ લાગે છે, પણ બેશક, હવે એ બધા જ મોટાં થઈ ગયા છે,' એમ સૈફે જણાવ્યું હતું.
સૈફ ટૂંક સમયમાં આવનારા બાળક માટે એક્સાઈટેડ હશે નહીં? એવા પ્રશ્નના ઉત્તરમાં એ કહે છે, 'હા, હું ખૂબ ખુશ છું.' જો કે તત્કાળ એ કહે છે, 'કલાકારો ખરેખર એકલા અટુલા હોય છે. તેઓ દિવસના અંતે હોટેલના ખાલી ઓરડામાં પાછા ફરે છે. મને યાદ રાખજો 'સેક્રેડ ગેમ્સ'ના સરતાજ સિંહે પોતાના પર જ લાઈટ ફેંકે છે જેથી તેમને ડાર્ક રૂમમાં પાછા ફરવું પડતું નથી. હું મારી જાતને પ્રેમની ભગવાને આવી ગિફ્ટ આપી છે, તેથી તેનો આભાર માનું છું. મારી પાસે ઉષ્માભર્યો પરિવાર છે જેના માટે હું કાયમ ભગવાનનો આભાર માનીશ. કોઈક તો મને જરૂર પ્રેમ કરે છે,' એમ સૈફ લાગણીપૂર્વક કહે છે.
વ્યાવસાયિક રીતે તેણે રસપ્રદ પસંદગી કરી છે. ૨૦૨૧મું વર્ષ તેના માટે ચોક્કસપણે ખૂબ ઉષ્માભર્યું વર્ષ હશે કેમ કે 'વિક્રમ વધ' રિ-મેક અને 'આદિપુરુષ' કે જેમાં સૈફ પ્રભાસ 'રામ' સામે લંકેશની ભૂમિકા ભજવે છે. કૃતિ સેનોન સીતા બને છે. 'એક રાજાની ભૂમિકા ભજવવી ખરેખર રસપ્રદ છે, જેમાં ઓછું જોખમ છે. પણ અમે તેને માનવ બનાવીશું. જે રામ સામે જરૂર લડશે. સીતાના અપહરણ બાદ તે તેની બહેન સુપર્ણખાને લક્ષ્મણ પાસે મોકલશે, જે તેનું નાક કાપી લેશે,' એમ સૈફ કહે છે. આ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત છે, જેમની સાથે મેં 'તાન્હાજી-ધ અનસંગ હીરો'માં કામ કર્યું હતું. દિગ્દર્શક તરીકે હું તેમને સન્માન આપું છું. કંઈક એક્સાઇટિંગ સર્જન કરવું હોય તો અમે બંને એકબીજાને આગળ ઢકેલીએ છીએ. મેં રિતેશ સિંધવાણી અને ફરહાન અખ્તર સાથે કંઈક એક્સાઈટિંગ સર્જન માટે વાતો કરી જ છે.'
સૈફના ઉત્ક્રાંત કાળમાં અને એ સ્વીકારે છે કે '૯૦ ના દાયકામાં એ જ્યારે યુવાન અને બેફિકર હતો. 'તે વેળા વધુ આત્મસંતૃષ્ટિનો સમય હતો. માત્ર પોતાનું કામ કરવું અને પાછા ફરવું. પણ હવે તો સિનેમા બદલાઈ રહ્યું છે અને ટેકનોલોજીનો દિગ્દર્શકોના હાથમાં રમે છે, જેવા કે દિગ્દર્શક ઓમ. તેમની ફિલ્મો તો મારા માટે મોટા પડકાર સમી હોય છે,' એમ કહી તેણે વાતોનું સમાપન કર્યું.
હવે જે ફિલ્મો છે એ તો હવે આવતા વર્ષે - ૨૦૨૧માં જ આવશે. સૈફની વર્ષના અંતે તો કોઈ ફિલ્મ રિલિઝ થાય એવું લાગતું નથી.
'બન્ટી ઔર બબલી-૨' પણ કંઈ કહેવાય એમ નથી. 'મને ખબર છે આપણા મગજમાં હજુય મહામારી ઘૂમી રહી છે, પણ 'બન્ટી ઔર બબલી-૨' ફિલ્મ તો થિયેટરની ફિલ્મ છે. એ એક સારી, સ્વચ્છ અને પારિવારિક મનોરંજન છે. અંગત રીતે કહું તો આ પ્રોડ્ક્શન હાઉસ સાથે જોડાતા મને આનંદ થાય છે. શાહરૂખ ખાન પછી વધુમાં વધુ ફિલ્મો મેં તેમની સાથે કરી છે,' એ વાત સૈફે કરી હતી. સૈફે પોતાના પ્રોડક્શન હાઉસની 'જવાની જાનેમન' ફિલ્મથી ૨૦૨૦ને સલામી આપી દીધી છે. કોઈ નવા પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે? સૈફ કહે છે, 'મને સારી ઓફરો મળતી બંધ થઈ જશે ત્યારે હું ફિલ્મનિર્માણ શરૂ કરીશ. અત્યારે તો હું એક એક્ટર તરીકે ખૂબ મનોરંજન માણી રહ્યો છું, પણ જો કંઈક સારું મારી સમક્ષ આવે તો અમે ફરી રસ્તા પર ઉતરી આવીશું,'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rhJBJg
ConversionConversion EmoticonEmoticon