છેલ્લા કેટલાંક વર્ષમાં બોલીવૂડમાં શારીરિક કે માનસિક રીતે વિકલાંગ પાત્રને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ઘણી ફિલ્મો આવી અને ટોચના કલાકારોએ આવી વિવિધ પ્રકારની ભૂમિકાઓ બખૂબી ભજવી છે. 'બ્લેક' (૨૦૦૫), 'પા' (૨૦૦૯), 'ગુઝારિશ' (૨૦૧૦), 'બરફી' (૨૦૧૨), 'મારગરિટા વિથ અ સ્ટ્રો' (૨૦૧૪) અને 'હિચકી' (૨૦૧૮) જેવી ફિલ્મોમાં ટોચના અભિનેતા અને અભિનેત્રીઓએ શારીરિક કે માનસિક રીતે વિકલાંગ હોય એવા પાત્રોને જે રીતે રજૂ કર્યાં. આ મૂવીઝને જે માવજત મળી હતી તે કાબિલે તારીફ હતી. આવી ફિલ્મોમાં કામ કરવા બહુ હિમ્મત અને ભરપૂર તૈયારીની જરૂર પડે છે. જ્યારે રાણી મુખરજીએ તો 'બ્લેક' અને 'હિચકી' જેવી બબ્બે ફિલ્મોમાં આ પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિન વખતે રાણી મુખર્જીએ આ ભૂમિકાઓ સંભારતા કહ્યું હતું કે આ બંને પાત્રોએ તેના વાસ્તવિક જીવન પર ભારે પ્રભાવ પાડયો છે. તેને કારણે તે વધુ સારી ઈનસાન બની છે. મને એ વાતનો આનંદ છે કે મેં સંજય લીલા ભણશાળીની 'બ્લેક'માં અને સિધ્ધાર્થ પી. મલ્હોત્રાની 'હિચકી'માં મુખ્ય કિરદાર નિભાવ્યા હતા. હું માનું છું કે આ ફિલ્મો જોયા પછી લોકોને લાગ્યું હશે કે આપણે બધા સાથે એકસમાન રીતે વર્તવું જોઈએ. તેણે વધુમાં કહ્યું હતું કે આ પાત્રો દ્વારા મને સમજાયું કે આપણી પાસે બધું જ છે તેથી આપણે તેની કદર નથી કરતાં. પરંતુ જે લોકો શારીરિક રીતે અક્ષમ છે તેમને રોજિંદા કામો માટે પણ કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે. તેઓ પોતાની ઊણપને ગણકાર્યા વિના પોતાની સામે આવતાં પડકારો ઝીલતાં રહે છે. એટલું જ નહીં, તેમાંથી બહાર પણ આવે છે. આવા પાત્રોને મારા જીવનમાં ઉતારીને હું વધુ મજબૂત બની છું. ખરું કહું તો આવી ફિલ્મો આંખ ઉઘાડનારી હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38do2kd
ConversionConversion EmoticonEmoticon