બોલીવૂડના પ્રેમી પંખીડાઓનું બ્રેકઅપ પછી પણ ગાઢ મિત્રતા


એક સમય એવો હતો કે, બ્રેકઅપ થયા પછી એક-બીજાનો ચહેરો જોવા લોકો રાજી નહોતા. પરંતુ હવે એવું નથી. બોલીવૂડમાં કામ કરનારા લોકો તો આવું હવે લગીરે માનતા નથી. તેથી બ્રેકઅપ પછી કે લગ્ન ભંગાણ બાદ પણ સેલેબ્સ પોતાના એક્સ પાર્ટનરના સંપર્કમાં રહેવા માટે ખોટું નથી માનતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા-આલિયા ભટ્ટ

કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ ઇયરથી આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના સંબંધો શરૂ થયા હતા જે પછીથી ગાઢ બન્યા હતા. પરંતુ  થોડા સમય પછી બન્ને છુટા પડી ગયા હતા. જોકે હવે આલિયા રણબીર કપૂરના પ્રેમમાં ગળાડૂબ છે, જ્યારે આલિયા અને સિદ્ધાર્થ સારા દોસ્ત છે. 

સલમાન ખાન-કેટરિના કૈફ

પાંચ વરસ સુધી એકબીજાના પ્રેમમાં રહ્યા પછી પણ સલમાન અને કેટરિનાએ કદી એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેરમા ંસ્વીકાર કર્યો નહોતો. આજે પણ બન્ને સારા મિત્રો છે અને હજી પણ કેટરિના પોતાના દરેક કાર્યમા ંસલમાનની સલાહ લે છે. 

રણબીર કપૂર-દીપિકા પદુકોણ

રણબીર અને દીપિકા પદુકોણનું બ્રેકઅપ બોલીવૂડમાં સૌથી વધુ ચર્ચિત બ્રેકઅપમાંનું એક હતું. અલગ થયા પછી પણ બન્ને સ્ટાર્સે પોતાને સંભાળી લીધા અને સમજદારીથી કામ લીધું. આ પછી તેઓ ઘણા પ્રોજેક્ટસમાં સાથે જોવા મળ્યા હતા. દીપિકાએ પોતાના લગ્નમાં રણબીરને આમંત્રણ આપીને સાબિત કરી દીધું હતુ ંકે આ બન્ને સારા મિત્રો છે અને તેમના સંબંધો સારા છે. 

અરબાઝ ખાન-મલયકા અરોરા

અરબાઝ ખાન અને મલયકા અરોરા પણ લગ્નના  વરસો પછી છુટા પડયા. જોકે તેમણે આ ફેંસલો આપસી સહમતિથી લીધો હતો. આજે બન્નેના જીવનમાં કોઇએ સ્થાન લઇ લીધું છે. મલયકાના જીવનમાં અર્જુન કપૂર છે જ્યારે અરબાઝ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. 

આદિત્ય રોય કપૂર-શ્રદ્ધા કપૂર

ફિલ્મ આશિકિ ૨ દરમિયાન આદિત્ય અને શ્રદ્ધા કપૂર એક બીજાની ઘણી નજીક આવી ગાય હાત. જોકે થોડા સમય પછી તેમના છૂટા પડવાના પણ સમાચાર  પ્રસરી ગયા હતા. એક સમય ગંભીર સંબંધો ધરાવતા આ કપલ છુટા પડયા પછી પણ સારા મિત્રો છે. બ્રેકઅપ પછી પણ તેમણે ફિલ્મ ઓકે જાનુમાં સાથે કામ કર્યું હતું. 

ફરહાન અખ્તર-અધુના ભમ્બાની

ફરહાન અખ્તર અને અધુનાના લગ્ન ૧૬ વરસના પરિણિત જીવન બાદ તૂટયા હતા. જોકે આટુંલ થયા પછી પણ બન્ને સારા મિત્ર બની રહ્યા છે અને એકમેકના સંપર્કમાં પણ છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3anwkbN
Previous
Next Post »