'બિગ બોસ' નવા રંગો ધારણ કરે છે


'બિગ બોસ'  ટીવી શોની ૧૪મી સિઝન અત્યારે ચાલી રહી છે 'બિગબોઝ' માં શું થાય છે, એ તો બધાને ખબર જ  છે, પણ એ બધી વાતોમાં ઉતરવાને બદલે હવે 'બિગબોસ' માં અગાઉની સિઝનમાં હતા એમાંથી ઘણાં બધા સ્પર્ધકો ફરી જોડાવા તૈયાર છે. દેખિતી રીતે જ આ શોમાં જોડાતા મળતી પ્રસિદ્ધિ બધાને ખેંચી રહી છે અને એમાં વિજેતા બનનારાને જે ઇનામ મળે છે એ વાત તો સાવ જુદી જ છે. હાલની જાણકારી મુજબ અત્યાર સુધીમાં કેટલાં સ્પર્ધકોએ આ ૧૪મી સિઝનમાં જોડાવાની તૈયારી બતાવી છે તેમાં રાખી સાવંત, કાશ્મીરા શાહ (સિઝન-વન), રાહુલ મહાજન (સિઝન-૨) મનુ પંજાબી (સિઝન-૧૦) વિકાસ ગુપ્તા અને આર્શી ખાન (સિજન-૧૧)નો સમાવેશ થાય છે અને આટલામાંથી અત્યારે કાશ્મીરા શાહ, રાહુલ મહાજન અને વિકાસ ગુપ્તાની પસંદગી થઇ ગઇ છે, જેઓ શોમાં જોડાવા તૈયાર છે ત્યારે તેમના ગેમ પ્લાન્સ, મોટિવેશન્સ અને શોમાં ફરી દાખલ થવાના કારણે અહીં રજૂ કર્યા છે.

'બિગ બોસ' ના હોસ્ટ સલમાન ખાન પણ આ અનુભવી કલાકારોને આવકારવા તૈયાર છે અને અત્યાર સુધીમાં ઘરમાં જેટલા કલાકારોએ વિદાય લીધી છે તેમના સ્થાને આ નવા, પણ અનુભવી કલાકારો સ્થાન ધરાવશે ત્યારે દેખિતી રીતે જ 'બિગ બોઝ'  શો અને બિગ બોઝ હાઉસની રોનક ઔર વધી જશે, નક્કી છે ત્યારે ચાલો વાતો કરી લઇએ કાશ્મીરા શાહ અને રાહુલ મહાજન સાથે.

કાશ્મીરા શાહ : મેં મારા ગુસ્સા પર કાબૂ રાખવાના પ્રયત્ન કર્યા છે, પણ...

કાશ્મીરા શાહ કે જેણે તેનો જન્મ દિવસ કોરેન્ટાઇનમાં વિતાવ્યા છે અને ઘરમાં પ્રવેશ કરવા પહેલા જ તે ઘરથી દૂર રહી છે. આ શોમાં પ્રવેશ મેળવવો એક પડકાર છે, તેની સાથોસાથ અહીંનો અનુભવ ખરેખર એક્સાઇટ કરે એવો છે. કાશ્મીરા કહે છે, 'હું તો માનું છું કે આ તો ખૂબ સારું ડેવલપમેન્ટ છે આવું બન્યું તેને કારણે હું ખુશ છું. અમે બધા જ આ શો જોવા ઘણાં ઉત્કૃષ્ઠ હોઇએ છીએ... બની શકે એ બીજી સિઝન માટે હોય શકે. બધા જ સ્પર્ધકો આ શોની અગાઉની સિઝનના પણ હોય શકે. ભૂતપૂર્વ સ્પર્ધકોની ચોક્કસ ઇમેઝ કંડારાય જાય છે અને તેમનો ઇતિહાસ હોય છે તેથી આ એક ફન બની જાય છે. મારું જ ઉદાહરણ લો ને હું સ્ટ્રોગ મગજની અને શોર્ટ ટેમ્પર્ડ છું. હું મારો વ્યૂપોઇન્ટ મજબૂતાઇથી મુકવા માટે જાણીતી છું. હું જ્યારે પણ બોલું છું ત્યારે દર્શકો તેને સાંભળવા ઉત્કૃષ્ઠ હોય છે હું કદીય બિનજરૂરી બૂમબરાડા નથી કરતી.

આ  વર્ષની સિઝનની વધુ ટીકા એ  માટે  થઇ કે તેઓ દર્શકો સાથે સંબંધ સ્થાપવામાં નિષ્ફળ ગયા છે. આ શોના જૂના સ્પર્ધકો કહે છે કે આ શોમાંથી બાકાત થવું ઘણું સહેલું છે. અને એ સરળતાથી બાકાત પણ  થયા છે. આમ છતાં કાશ્મીરાનું મંતવ્ય જુદુ છે. એ કહે છે, 'મને તેનો વિચાર, પરિકલ્પના ગમે છે. લોકો કાયમ  અને તો પણ અવલંબિત હોય છે. સિદ્ધાર્થ શુકલા અને ગૌહર ખાનને જોવા લોકો ઇચ્છે છે. તેમને ગમે છે આમ છતાં, હું માનું છું કે તેમણે ઘણું સારું કામ કર્યું હતું,' એમ કાશ્મીરા ઉમેરે છે.

આમ છતાં કાશ્મીરા કંઇ પહેલી જ  સ્પર્ધક નથી જે પહેલી સિઝનમાં ઘરમાં પ્રવેશી હતી. એ રાખી સાવંત સાથે ઘરમાં આવી હતી. કાશ્મીરા કહે છે, વર્તમાન સિઝનમાં એ રાખી સાવંત સિવાય અન્ય કોઇને ઓળખતી નહોતી. કાશ્મીરા કહે છે. 'બિગ બોસ' ના ઘરમાં કોઇ કોઇનું મિત્ર કે દુશ્મન હોતું નથી. હું ત્યાં ગેમ રમવા જઇ રહી છું અને તેના પર ફોક્સ રાખવા માગું છું. કોઇ હેતુ માટે હું કોઇની સાથે લડવા નથી માગતી, પણ જો કોઇ મારા માટે મુશ્કેલી ઉભી કરશે તો હું કંઇ ચૂપ બેસી નથી રહેવાની. વર્ષોથી મેં મારા ગુસ્સા પર કાબૂ લાવવાના પ્રયાસો કર્યા છે, પણ તેનો અર્થ એ નથી થતો કે હું મરેલી વાઘણ છું, જો કોઇ મારું અપમાન કરશે તો તમે મને પણ એ જ ભાષામાં જવાબ આપતા સાંભળશો.

હું ટ્રોફી લઇને પાછો ફરીશ : રાહુલ મહાજન

વિવાદોને એક બાજુએ મૂકીને વાત કરવી હોય તો રાહુલ મહાનજને 'બિગ બોઝ' ની બીજી સિઝનમાં ભાગ લીધો હતો અને તેણે ઘરમાંના અને ઘર બહારના દર્શકોના દિલ જીતી લીધા હતા અને એ પણ બાળસહજ  અને સારા હૃદય સાથે ! તેને તો બિગ બોસના ઘરમાં 'બડે દિલવાલા ઓફ ધ સિઝન' તરીકે ઓળખવામાં આવતો હતો. રાહુલ હવે 'બિગ બોસ' માં એક ચેલેન્જર તરીકે જોડાઇ રહ્યો છે અને એવું નથી કે એ પહેલીવાર ઘરમાં જઇ રહ્યો છે એ તો આઠમી સિઝન જ્યારે લંબાવવામાં આવી હતી ત્યારે પણ એ તો ઘરમાં પ્રવેશ્યો હતો, આ શો ત્યારે ફરાહ ખાન હોસ્ટ કરતી હતી.

'હા હું  'બિગ બોસ' માં બે વખત જઇ આવ્યો છું. પણ  પહેલીવાર જ્યારે હું સલમાન ખાન સાથે  સ્ક્રીન શેર કરીશ. હું સ્પર્ધકોને પડકાર ફેંકવા માગું છું. ગેમ બદલવા માગુ છું અને દરેક જણાનું મનોરંજન કરવા માગું છું. હું તો લોકોને હસાવવા માગું છું, જેઓ કોવિદ અને અન્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે.'

તમારી ગેમ માટે મનમાં કોઇ યોજના ઘડી છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં રાહુલ મહાજને જણાવ્યું, 'પ્લાન કુછ નહીં હોતા હૈ... દરેક શો ભિન્ન હોય છે. અને દરેકની જુદી જુદી કેમેસ્ટ્રી હોય છે. દર્શકોએ મને એવી કેમેસ્ટ્રીમાં જોયો છે હવે હું તેમના માટે જૂનો થઇ ગયો છું મને ખાતરી છે કે ટિનેજરો મને ઓળખતા નથી, પણ તેમના વડીલો મને જાણે છે મને ગયા વખતે ટ્રોફી નહોતી મળી. પહેલી  વખતે હું જતો રહ્યો હતો અને બીજી વખત હું મિસ થયો હતો. પણ આ વખતે મને લાગે છે કે એ  ટ્રોફી બાકી છે અને હું ટ્રોફી લઇને જઇશ.'

રાહુલ નસીબમાં  માને છે અને તે ખુશ છે કે એ તેના પિતાના વ્યવસાયમાં ન  ગયો. તેમના પિતા પ્રમોદ મહાજન રાજકારણીય હતા. 'હા, હું અન્ય કોઇ ઝોનમાં છું. ભગવાને મને શો કરવા જણાવ્યું છે. હું ટીવી પર મારી રીતે નામ મેળવીશ. 

ભગવાને બધુ જ ઘડયું છે. નેપોટિઝમ માટે મારી કોઇ ટીકા નથી કરતું એનો મને આનંદ છે. હું પહેલા પાઇલોટ હતો અને જુદી જુદી કામગીરી બજાવતો હતો... મને જીવનમાં મલ્ટીપલ અનુભવો થયા છે, જે મારે કબૂલ કરવા જ રહ્યા,' એમ રાહુલે જણાવી વાતો પૂરી કરી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r6rLZx
Previous
Next Post »