ક લાકારો ઓલિવ્યા વાઈલ્ડ અને જેસન સુડેઈકિસે તેમના એક દશકાથી ચાલી રહેલા રોમાન્સ પર પૂર્ણવિરામ મુકવાનું નક્કી કર્યું છે. બૂકસ્માર્ટના દિગ્દર્શક અને સેટર્ડે નાઈટ લાઈવની કલાકારે ૨૦૧૧થી ડેટિંગ કરવાની શરૂ કર્યું હતું અને છેલ્લા સાત વર્ષથી રિલેશનશીપમાં હતા. તેમને ૬ વર્ષનો પુત્ર ઓટિસ અને ૪ વર્ષની પુત્રી ડેઝી નામના બે બાળકો પણ છે.
બંને વચ્ચેના સંબંધમાં આ વર્ષના પ્રારંભથી જ તિરાડ પડવાનું શરૂ થયું હતું. બંને કલાકારોની નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ બંને રાજીખૂશીથી છૂટા પડી રહ્યા છે અને બંને બાળકોની જવાબદારી પણ સંયુક્ત રીતે ઉઠાવવા તૈયાર થયા છે. બંને બાળકો તેમની પ્રાથમિકતા છે અને તેમના સંબંધોનો મુખ્ય આધાર પણ છે.
જો કે બંને કલાકારોએ વ્યક્તિગત રીતે આ અહેવાલો પર પોતાના સત્તાવાર નિવેદન હજી નથી આપ્યા. બીજી તરફ કારકિર્દી ક્ષેત્રે વાઈલ્ડ બહુ ચર્ચિત ફિલ્મ ડોન્ટ વરી ડાર્લિંગનું શૂટીંગ શરૂ કરશે જેમાં તેની સાથે ફ્લોરેન્સ પઘ અને હેરી સ્ટાઈલ્સ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W5BuAW
ConversionConversion EmoticonEmoticon