હોલીવૂડ સુપરસ્ટાર જોન ટ્રેવોલ્ટાની પત્ની કેલી પ્રેસ્ટનના નિધનને ચાર મહિના વીતી ગયા. પ્રેસ્ટન ૫૭ વર્ષની વયે બ્રેસ્ટ કેન્સર સામે બે વર્ષની લડાઈ બાદ અવસાન પામી. ત્યારથી ટ્રેવોલ્ટા સતત પ્રેસ્ટનના સંસ્મરણો તાજા કરીને તેને શ્રધ્ધાંજલિ આપતો રહ્યો છે. ઓક્ટોબરમાં તેણે પ્રેસ્ટન માટે એક જન્મદિન સંદેશો પણ આપ્યો હતો. હાલમાં યોજાયેલા થેન્ક્સગિવિંગ દરમ્યાન ટ્રેવોલ્ટાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોનો આ કપરા સમય દરમ્યાન દિલસોજી દાખવવા બદલ આભાર માન્યો હતો. પત્ની પ્રેસ્ટન વિનાનો આ તેનો પ્રથમ થેન્ક્સ ગિવિંગ હતો. ૬૬ વર્ષના આ સુપરસ્ટારે પોતાને દિલસોજી આપવા બદલ ચાહકોનો આભાર માન્યો હતો.
ટ્રેવોલ્ટાના આ વીડિયો મેસેજના પ્રતિસાદમાં તેની અને પ્રેસ્ટનની ૨૦ વર્ષની પુત્રી એલા ટ્રેવોલ્ટાએ ત્રણ હાર્ટની નિશાની સાથે કમેન્ટ કરી હતી. ટ્રેવોલ્ટા દંપતિને ૧૦ વર્ષનો પુત્ર બેન્જામીન ટ્રેવોલ્ટા પણ છે. તેમના પહેલા પુત્ર જેટ ટ્રેવોલ્ટાનું ૨૦૦૯માં ૧૬મે વર્ષે નિધન થયું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oA18Km
ConversionConversion EmoticonEmoticon