અભિષેક બચ્ચન: 'સ્પોર્ટસને લોકપ્રિય બનાવવા સેલિબ્રિટીની જરૂર જ નથી


અભિનેતા અભિષેક બચ્ચને તાજેતરમાં 'સન્સ ઓફ ધ સોઇલ : જયપુર પિન્ક પેન્થર્સ'નું ટ્રેલર રિલિઝ કર્યું હતું.પ્રો-કબ્બડી લીગ (પીકેએલ)ની સાતમી સિઝનમાં ભાગ લેનારી જયપુર પિન્ક પેન્થર્સની પ્રેરણરૂપ જર્ની પર આધારિત સ્પોર્ટ્સ ડોક્યું સીરિઝ બનાવવામાં આવી છે. આ સાથે તેમણે પ્લેયર્સ વર્લ્ડ માટે લોકર-રૂમ વ્યૂની ઓફર પણ કરી છે.

ભૂલવા જેવું નથી અગાઉ અભિષેક ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમનો કો-ઓનર પણ હતો. અને હવે નવી. તમામ એમેઝોન સીરિઝમાં તેની કબ્બડી ટીમ પણ સામેલ હશે, જેને દર્શકો માણી શકશે.

અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે રમતો સાથે સંકળાયેલું પેશન અને ઉત્સાહ મને આકર્ષિત કરે છે. સાવ નિષ્ફળતા પછી ખેલ દિલી અને નેવર-સેડાય એટિટયુડથી ફરી લડત આપવી એ જ  તો ટીમ-સ્પોર્ટસ છે, જે શિક્ષકોએ  મને શીખવ્યું છે. કબ્બડીમાં આ બધુ આવે જ છે. અને હું ઘણો એક્સાઇટ્સ છું કેમ કે હવે વિશ્વઆખાને 'સન ઓફ સોઇલ' સાથે રમતગમતની એક ભિન્ન બાજું પણ જોવા મળશે.

ભારતમાં કબ્બડી જેવી રમતમાં તેને લોકપ્રિય બનાવવા તમારા જેવી સેલિબ્રિટીઝ જોઇએ ? એવા એક પ્રશ્નના ઉત્તરમાં અભિષેકે જણાવ્યું. 'જરાય ના જ્યારે પીકેએલ શરૂ થઇ ત્યારે ઘણાં બધા લોકો કહેતા હતા કે અભિષેક બચ્ચન આ ટીમ લઇ આવ્યો છે. આથી આ બધું ગ્લેમરસ બની ગયું. પણ ભૂલી નહીં જતા કે જો સુપરસ્ટાર્સ ટીમ માટે ચીયર્સ કરે તો રમતના મેદાનમાં ખેલાડીઓ સ્ટાર રહેતા જ નથી. આથી મેચનો કોઇ મુદ્દો નથી રહેતો. આથી જો હું ક્યાંય પણ કોઇ નાની સેલિબ્રિટી લઇ આવું તો બધું ધ્યાન તેની તરફ જાય અને તેના બદલે મેચના ખેલાડીઓ અને મેચ પછીની તેમની લાઇફસ્ટોરી અંગે લોકોનું ધ્યાન જાય તો તે વધુ સારું છે. આવું કંઇક થાય તો હું જરૂર ખુશ થાઉ. હું નથી માનતો કે  રમતને લોકપ્રિય બનાવવા માટે સેલિબ્રિટીની કોઇ જરૂર છે આજે પણ કબ્બડીના અનેક ફેન્સ છે. કેમ કે રમત પોતે જ શ્રેષ્ઠ છે,' એમ અભિષેકે જણાવ્યું હતું. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oHWxGc
Previous
Next Post »