અક્ષય કુમારે ફિલ્મ સુહેલદેવમાં કામ કરવાનો ઇનકાર કર્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.26 ડિસેમ્બર 2020, શનિવાર

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, અક્ષય કુમાર જલદી જ રાજા સુહેલ દેવના પાત્રમાં જોવા મળશે. પરંતુ હવે જાણવા મળેલ અનુસાર અક્ષય કુમારે આ ફિલ્મમા ંકામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. 

રિપોર્ટના અનુસાર, રાજા સુહેલદેવ પર લખાયેલું પુસ્તક લોકપ્રિય થયું હોવાથી તેના પર ફિલ્મ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે અક્ષયને આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં ખાસ રસ પડયો હતો. સ્ક્રિપ્ટમાં ઘણા ફેરફાર જરૂરી હતા. એટલું જ નહીં અક્ષય પાસેથી આ ફિલ્મના શૂટિંગ માટે એકસાથે ૭૦  દિવસથી પણ વધુ દિવસો માંગવામાં આવ્યા હતા.અક્ષય પાસે બેક ટુ બેક પ્રોજેક્ટસ છે અને તેની પાસે એકસાથે આટલા દિવસો ફાળવવા મુશ્કેલ હતા. તેથી તેણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો છે.

અક્ષય અને અશ્વિન વર્દે સારા મિત્રો હોવાથી તેણે અક્ષયનો ફિલ્મ માટે સંપર્ક કર્યો હતો. કહેવાય છે કે, બન્નેની બંધ બારણે આ ફિલ્મ માટે વાતચીત પણ થઇ હતી. અક્ષયને ફિલ્મની વાર્તાનો ટૂંકસાર સંભળાવામાં આવ્યો હતો જે તેને પસંદ પડયો હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી. પરંતુ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી અને તેની પાસે ૭૦ દિવસ શૂટિંગ માટે માંગવાથી તેણે કામ કરવાની ના પાડી દીધી.  

મળેલી જાણકારી અનુસાર આ પહેલા આ ફિલ્મ અજય દેવગણને ઓફર થઇ હતી. લાંબી વાતચીત પછી અજયે આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં તેને પણ ફિલ્મની વાર્તા વાંચીને આ નિર્ણય લીધો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Eydyq
Previous
Next Post »