(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.26 ડિસેમ્બર 2020, શનિવાર
સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી રૂપેરી પડદે ફરી સાથે જોવા મળવાની છે. તેમની ટાઇગર ફિલ્મ હિટ રહી છે. જેની ત્રીજી ફ્રેન્ચાઇઝી બનવાની તૈયારી થઇ ગઇ છે. આ ફિલ્મનુ શૂટિગમ ાર્ચ ૨૦૨૧થી શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મને ત્રણ શેડયુલમાં શૂટ કરવાની છે.
મળેલી જાણકારીના અનુસાર, આ ફિલ્મનો પ્રથમ શેડયુલ મુંબઇમાં જ પૂરો કરવામાં આવશે. હાલ સલમાન બિગ બોસના શૂટિંગમાં વ્યસ્ત છે તેમજ કેટરિના ફોન ભૂતનું શૂટિંગ કરી રહી છે.
સલમાન-કેટરિના પોતપોતાના પ્રોજેક્ટસ પૂરા કર્યા પછી આ જોડી ટાઇગર થ્રીના શૂટિંગમાં વ્યસ્ત થઇ જશે. મુંબઇનું શેડયુલ માર્ચ ૨૦૨૧માં પુરુ કરીને ટીમ મિડલ ઇસ્ટ માટે રવાના થશે જ્યાં બીજા શેડયુલનું શૂટિગ કરવામાં આવશે. અને ત્રીજુ શૂટિંગ શેડયુલ ફરી મુંબઇમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
કહેવાય છે કે, ટાગિર સીરીઝનો આ ત્રીજો ભાગ પહેલી બે ફિલ્મોની સરખામણીમાં વધુ ભવ્ય બનાવામાં આવશે. આ ફિલ્મમાં અન્ય ક્યા કલાકારો હશે તે વિશે હજી જણાવામાં આવ્યું નથી.
આ ફિલ્મનું દિગ્દર્શન મનીષ શર્મા કરવાના છે. ટાઇગરના પહેલા ભાગને કબીર ખાન અને બીજા ભાગ ટાઇગર જિન્દા હૈને અલી અબ્બાસ ઝફરે ડાયરેકટ કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37R9kAE
ConversionConversion EmoticonEmoticon