એ જ તો છે તુ
વૃક્ષે પાન જેવી હથેળીમાં
સાચવે ઝાકળમોતી
સૂર્યોદય હસે ચમકે થૈ મોતી
કૂચણની કયાં પરવાહ
પણ.....
અસ્તિત્ત્વ ખોઈ બેસે તે પહેલાં જેવી
માણી લેવાની ઘટનાં છે તુ
સૂર્ય ડૂબવાની ક્ષણે
પંખ ફેલાવી ખીલેલાં કમળો
મદમસ્ત સુગંધે બેસે ભમરો થૈ જાય કેદી
કયાં પરવાહ છે એને
પણ....
જિંદગી ગુમાવે એ પહેલાં જેવી
માણી લેવાની ઘટનાં છે તું
વસંતના આગમને આંબાડાળે
કૂટે આમ્રંજરી
વસે કોયલ ટહૂંકે કોયલ
મનભાવ થૈ વાતે
પછી આખું વર્ષ મૌન
પણ.....
ટહુંકો અસ્તિત્ત્વ ખોઈ
બેસે એ પહેલાં જેવી
માણી લેવાની ઘટનાં છે તું
પેલ્લા વરસાદે ધરતી ભીંજે
મદમસ્ત મોળી સુગંધે
ખળખળ વહે ડહોળાં ઝરણાં
મોરલા ટહુંકે વાદળગાજે
ભીંજે તન ભીંજાય મન
પણ....
તારી યાદ રહે કોરુ કટમન
એ અવસરને માણી લેવાની ઘટનાં છે તુ
'મીત' - સુરત
તને જોઈને....
જ્યારે મેં પહેલી વાર તન જોઈ,
ત્યારથી તારી આંખોમાં ખોવાયો છું.
મને તનેજોતા તું જોઈ ના જાય,
એટલા માટે તને જોતા સંતાયો છું.
આ આંખ મિંચુને સામે તુંજ દેખાય
એવા સ્વપ્નની સંગે હું બંધાયો છું.
તું મુજની આસપાસ ના અનુભવાય,
એટલા બધા દિવસો હું રઘવાયો છું.
ભલે તું ક્યારેય મારી તો ના કહેવાય,
પણ આજેય હું તુજમાં ખોવાયો છું.
ખોવાયો છું....
- જીમિલ પટેલ 'પાલનપુરી સુરતી'
પ્રેમ રતન-ધન પાયો
આજના કલિયુગના
જમાનામાં મીક્સિંગના વાતાવરણમાં
તમે સાચો - પવિત્ર - સુંદર પ્રેમના
દર્શન કરાવ્યા!
તારો હસતો પ્રેમાળ ચહેરો,
મન-હૃદયની સુંદરતાં અને
આંખોમાં પ્રેમ-પ્રેમ પ્રેમ હંમેશા જોયો!
તને પરી કહું કે અપ્સરા?
રાધા જેવો સુંદર
પ્રેમ કરવાવાળી,
મીરાં જેવી શ્રેષ્ઠ પ્રેમ ભક્તિ
કરવાવાળી,
તારા જેવો પ્રેમ આ સૃષ્ટિમાં કોઈ જ
નહીં કરી શકે! તારા જેટલો અતૂટ અતૂટ
પ્રેમ કોઈ જનહીં કરી શકે આ વિશ્વમાં!
તારા અવિસ્મરણીય પ્રેમની શી વાત કરું?
તારો પ્રેમાળ હસતો ચહેરો
તથા તારો સાચો પ્રેમ
ખુબ જયાદ આવે છે!
હૃદય -મનને ખૂબ જ પ્રસન્નતા
આનંદ થાય છે
આંખોમાં આંસુ ભરાઈ આવે છે
તારા પ્રેમને યાદ
કરતાં! તારા હસતા ચહેરાને યાદ કરતાં!
તમે પુણ્યશાળી આત્મા છો
જેણે મને આટલો
અત્યંત પ્રેમ કર્યો!
હું ખૂબ જ નસીબદાર છું
કેમને તમારા પ્રેમના દર્શન થયા!
ખરેખર ખુબ જ
ભાગ્યશાળી છું!
તમે સાત્ સાત્ વરસ સુધી
સાચા પવિત્ર પ્રેમના
દર્શન કરાવ્યા જાણે
રાધા-કૃષ્ણના પ્રેમની યાદ
અપાવી સાથે સાથે
મીરાં-શ્યામની પ્રેમ-ભક્તિની
યાદ અપાવી!
- જગદીશ બી. સોતા: (મુંબઈ- મુલુંડ)
ફરી નિશાળે જવું છે
નિર્દોષ આનંદ કિલ્લોલ કરવા
ફરી નિશાળે જવું છે.
ફરી નિશાળે જવું છે.
નિઃસ્વાર્થ દોસ્તી પામવા
ફરી નિશાળે જવું છે
ફરી નિશાળે જવું છે
છેલ્લી બેચ પર
બેસી, બ્લેક બોર્ડ ને
ચોક નો નિશાનો
બનાવો છે.
ચાલ ને ફરી નિશાળે જવું છે.
ફરી નિશાળે જવું છે
ઈતિહાસ ના
પિરિયડમાં છેલ્લી બેચ પર
માથું ઢાળી ને જે ઉધવા મઝા
આવતી તે ઠંડા એર કન્ડિશન
માં પણ નથી આવતી
ફરી નિશાળે જવું છે
શિક્ષક વગર ના
ક્લાસ માં
તોફાન મસ્તી
કરવાં
ફરી નિશાળે જવું છે
સંગીતના
પિરિયડમાં
ઉંઘવા
ફરી નિશાળે જવંું છે
''સખી''
- દર્શિતા બાબુબાઈ શાહ - (અમદાવાદ)
ગઝલ
ખાલી ફક્ત છે પહેચાનનું
કોઈ ધારા ધોરણ,
સંબંધનું નામ આપીએ એવું
કયાં છે સગપણ
કોઈ સદી નદીની જેમ વહેવા
લાગે બેઉ કાંઠે,
કાફલામાંથી સમયના છૂટી પડે
કોઈ એક ક્ષણ
હર કોઈજુવે છે મારા
એબને પ્રતિબિંબની જેમ
કેવી રીતે બતાવું,
મારા કોઈ હુનરનું દર્પણ
ઘરનું સૂનાપન કેવું વિસ્તરેલ છે
ચારે બાજુ,
મિસ્રે - ઉલા કવિ શ્રી
''દિલીપ જોષી'' ને નામે
મિસ્રે- સાની કવિ
શ્રી ''સંજુવાળા'' ને અર્પણ
- મહેશ અઘેરા''અસર'': (નવા થોરાળા રાજકોટ)
'ચાલ જીવી લઈએ'
જીવન સરિતાની નાવમાં
નિરંતર કિનારાની શોધમાં
ચાલ જીવી લઈએ
પ્રેમના પુષ્પો ખીલવી
અનેરી ફોરમ મેળવી ચાલ જીવી લઈએ!
વિપુલ વ્યોમ અને -
ધરા અન્યોરન્યમાં સમાય
એમ ચાલ જીવી લઈએ
પૂનમના ચંદ્રના -
પૂર્ણત: તેજ પ્રકાશ
સમ ચાલ જીવી લઈએ!
સમુદ્રના ઘૂઘવતા -
મોજાઓની ઉછાળની
જેમ ચાલ જીવી લઈએ,
આત્મનિરીક્ષણ કરી
આપણે 'સ્વ' ને ઓળખી
ચાલ જીવી લઈએ!
હૃદયનું તાદાત્મ્ય અને
પરસ્પરની આત્મિક
અનુભૂતિથી ચાલ જીવી લઈએ
નામ વગરનો સંબંધ અને
સરનામા વિનાની જગ્યાએ
ચાલ જીવી લઈએ!
માનવતાના સાદે માનવીને
સંપૂર્ણત: માનવ બનાવે એમ
ચાલ જીવી લઈએ!
માનવતાના સાદે માનવીને-
સંપૂર્ણત: માનવ બનાવે એમ
ચાલ જીવી લઈએ!!
- દિપક મહેશચંદ્ર પંડયા 'સ્નેહ' (બીલીમોરા)
પ્રીતના પગલાં
દિલની દિવાલ પર પ્રીતના પગલાંને
અરમાનોના રંગથી સજાવી દીધાં ....
અષાઢી મેઘને ઝીલ્યો ખોબામાં
સોનેરી શોણલા ભીંજાવી દીધા...
તૂટેલા સપનાની ભરી એક ટોપલી
જીવનના કયારામાં સમાવી દીધાં.....
વીતેલી યાદોને સંસાર સાગરમાં
સમયના વ્હેણમાં વહાવી દીધા....
કળીઓ અને કૂપળનું કર્યું જતન
ફૂલોના કયારા મહેકાવી દીધા...
જીવનના પથપર ચાલ્યા સથવારે
સફળતાના શિખરો વટાવી દીધા....
- ભગુભાઈ ભીમડા :(હલદર-ભરુચ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qUfION
ConversionConversion EmoticonEmoticon