ગ્વેન સ્ટેફની અને બ્લેક શેલ્ટનના લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે?


ગ્વે ન સ્ટેફની અને બ્લેક શેલ્ટન ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે. ૪૪ વર્ષીય શેલ્ટન અને ૫૧ વર્ષીય સ્ટેફનીની સગાઈ બે મહિના અગાઉ જ અમેરિકાના ઓક્લાહોમા રાજ્યના તિશોમિનગોમાં શેલ્ટનના રાન્ચમાં થઈ હતી. તેમના નજીકના જાણકારોના મતે આ યુગલ હવે લગ્ન બંધનમાં બંધાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમના નજીના સૂત્રોએ જણાવ્યું કે બંને જણા સગાઈ પછી વધુ  રાહ નથી જોવા માગતા. ઉપરાંત બંને જણા ખૂબ ધામધૂમથી પણ લગ્ન નથી કરવા માગતા. સ્ટેફનીને કોવિડ મહામારીની ચિંતા હોવાથી તે વધુ લોકોને અકત્ર કરવા નથી ઈચ્છતી. માત્ર નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં જ તેઓ લગ્નની ઉજવણી કરવા ઈચ્છે છે.

શેલ્ટન અને સ્ટેફનીએ ૨૭મી ઓક્ટોબરે પોતાની સગાઈની ઘોષણા કરી હતી. આ જાહેરાત બંનેએ સાથે મળીને કરી હતી અને સગાઈની વીંટી ઈન્સ્ટાગ્રામ પર દેખાડી હતી.

એક અહેવાલ મુજબ સ્ટફની અને શેલ્ટન સૌ પ્રથમ ૨૦૧૫માં એક રિયલ્ટી શો દરમ્યાન ભેગા થયા. લાંબો સમય સાથે કામ કરતા બંને વચ્ચે પ્રેમ થયો. બંને જણા પોતાના બ્રેક અપ અને છૂટાછેડાથી હજી ઊભરી રહ્યા હતા. ત્યારથી બંને જણા સાથે જ છે. તેમની સગાઈ થઈ ત્યારથી બંનેના ચાહકો તેમના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યા છે. અગાઉ તેમના લગ્નની અફવા પણ ઊડી હતી. જો કે ત્યારબાદ બંનેની સગાઈ થતા હવે તેમના ફેન્સ લગ્નની તારીખની ઘોષણાની રાહ જોઈ રહ્યા છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mu0cWG
Previous
Next Post »