કંગના ભડકી દિલજિત પર..


છેલ્લાં કેટલાંક સમયથી સોશિયલ મીડિયા પર ઝેર ઓકવામાં આવી રહ્યું છે. જો કે પહેલાં પણ આવું બનતું હતું અને અત્યારે પણ જે બની રહ્યું છે તે તેનાથી અનેક ગણું છે. આટલું જ નહીં આ ઝેર ઓકવામાં, ન ગમે એવા શબ્દો અને ભાષા બોલવામાં સોશિયલ મીડિયા સામાન્ય યુઝર્સ જ નહીં, પણ હવે તો તેમાં સેલિબ્રિટિઝનો પણ જબરદસ્ત વધારો થયો છે. આ બાબત માત્રમર્યાદા ઓળંગવા જેટલી જ નહીં, પણ એથીય વધુ ખરાબ છે. આનું કારણ તો મનોવિરગનીઓ શોધે તો જ સારું આમાંય આ મહામારીના વર્ષ ૨૦૨૦માં તો બધી જ સરહદ ઓળંગાઈ હોય એવું લાગે છે.

હજુ થોડા દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પરની બહુ બોલકી અભિનેત્રી કંગના રનોતે સરકારનો દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે ગમે તેવું બોલીને ખેડૂતોને સાથ આપી રહેલા ગાયક-અભિનેતા દિલજિત દોસંજ સાથે ઝઘડી પડી હતી.

આંદોલન કરી રહેલા ખેડૂતોની રેલીમાં કંગનાને દિલ્હીમાં થોડા સમય પહેલા મુસ્લિમોએ જે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો, તેમાં ભાગ લેનારી મુસ્લિમ મહિલા દેખાય ગઈ હતી અને તેને કારણે કંગનાએ ગમે તેવી ભાષામાં કંઈક કહ્યું હતું. વાસ્તવમાં, એ મહિલા ધરણાંમાં ભાગ લેનારી મુસ્લિમ મહિલા નહીં, પણ પંજાબના ખેડૂતની પત્ની હતી- આ વાતની જાણ કરી દિલજિતે તેને થોડી સમજ આપતાં કહ્યું હતું કે આ તો વિરોધ કરી રહેલા ખેડૂતની પત્ની છે. આથી, કંગનાએ મગજ ગુમાવ્યું અને દિલજિતને ગમે તેમ કહી તેનું અપમાન કર્યું. આટલે જ નહીં અટકતાં કંગના તેની ઔકાત પર આવી અને દિલજિતને ફિલ્મસર્જક કરણ જોહરનો 'પાલતુ' કહી દીધો.

'આ રીતે કંગનાને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં, પણ દુરુપયોગ કરતાં સારી રીતે આવડે છે, એ ફરી બતાવી દીધું. આવી રીતે એકબીજા વચ્ચે વાતચીતને બહાને ઝેર ઓકવાની વર્તણૂક અગાઉ નહોતી થતી? એ સાચું કે સોશિયલ મીડિયા પર અગાઉ આવું નહોતું થતું. કંગના જે બોલે છે અને તેમાં જે ઉમેરો કરે છે, એ લોકોને ગમે છે,' એમ ફિલ્મસર્જક હંસલ મહેતા કહે છે.

'આ સાથે હંસલ મહેતા ઉમેરે છે કે બે પ્રકારના લોકો હોય છે તેમાં એક ઝેરી લોકો અને બીજા તેનું નિવારણ લાવનારા કે દૂર રહેનારા હોય છે તેઓ પોતાનો બચાવ કરે છે અથવા સમગ્ર કોમનો ઝેરથી બચાવ કરે છે. જો ઝેર ઓકનારી સેલિબ્રિટી આવું કરતાં નહીં અટકે તો આનો અંત આવવાનો નથી,' એમ તેમણે ઉમેર્યું હતું.

આમ છતાં, અભિનેત્રી તાપસી પન્નુ કહે છે કે આવી પળો ખરેખર ક્યારે ઉદ્ભવે છે. તાપસી કહે છે, 'સેલિબ્રિટી કઈ એ નથી કે તેને પગપાળા ન ચલાવી શકાય કે પૂજા કરવી પડે. આપણે માનવી છીએ, જેમને લાગણી-ઇમોશન્સ હોય છે.' આ સાથે તેણે ઉમેર્યું દરેક વ્યક્તિની હવાખાવાની અલગ સ્ટાઈલ હોય છે. 'જ્યારે આવી વાતચીત થાય છે ત્યારે તમે માત્ર તે અંગે વિચારી શકો. તમારી પોતાની મત સામે વિચારો જેની પાછળ તમે ખરેખરી વ્યક્તિ હો છો.. અને વધુ માનવીય બાજુ નિહાળો સેલિબ્રિટીઝની,' એમ તેણે કહ્યું.

નિર્માતા પ્રિતીશ નાંદીને એ નથી ખબર પડતી કે શા માટે દલીલો આટલા ઊંચા સ્તરે પહોંચે છે. 'જ્યારે એક બાજુ ગંદી ગાળો દે છે ત્યારે બીજા એવું કરે છે.' 'જે બાજુ કાયમ આક્રમક હોય છે તે કાયમ ગુમાવે છે. એનો અર્થ એ નથી થતો કે એ કેસ બને છે. જે કાંઈ પણ દલીલ કરે છે, પણ જે જોરજોરથી બૂમો પાડે છે, ચીસો પાડે છે.. એ કોઈ દિવસ દેખિતી રીતે જ સોશિયલ મીડિયા પર વધુ ઝબકે છે,' એવું તેઓ માને છે.

આ વધુ ખતરનાક નથી, જ્યારે સેલિબ્રિટીઝ તેમાં સંકળાયેલી હોય. કેમ કે લાખો લોકો પર અસર કરવાની તેમની વગ હોય છે ? 'હું માનું છું કે આવું ત્યારે જ બને જ્યારે લોકો એ સ્ટેજ સુધી પહોંચે છે અને તેઓ એવું ઇચ્છે છે કે તેમણે બહાર આવવું જોઈએ. અને બોલવું જોઈએ. અથવા તો એ બાબત ઘણો ખરાબ ટર્ન લઈ શકે છે. અથવા તો લોકો તેમની ગવર્નમેન્ટ બોડી થકી બોલી શકે છે. આ માટે બે વિકલ્પો હોય છે,' એમ નાન્દીએ જણાવ્યું હતું.

દિલજિત દોસાંજના ટેકામાં ઘણા બહાર આવ્યા છે. આવા જ એક અભિનેતા મહમદ ઝિશાન અયુબ-જે અત્યારે ગાયક-એક્ટર સાથે એક પ્રોજેક્ટ કરી રહ્યો છે, તેણે જણાવ્યું હતું કે એ કંઈ ઝેર ઓકવાની ઘટના નહોતી. તેણે જે કહ્યું એ સાવ સરળ અને સીધું હતું. આવું હોય ત્યારે તેણે (કંગના) શા માટે એવું કહેવું જોઈએ કે તેણે (દિલજિત) શું કર્યું છે. પોતે જ્યારે ખેડૂતોના વિરોધ અંગે બોલી રહી છે ત્યારે તેણે શું કર્યું છે. આવું પૂછવાની કોઈ જરૂર જ નહોતી.

આમ આવી માત્ર એક જ બાબત નથી જ્યાં સેલિબ્રિટીઝ હોય કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પર આવું ઝેર ઓકવાનું ચાલુ રાખે છે. આવું તો અનેકવાર બન્યું છે અને હવે તો તેનો અંત આવવો જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38c4qwV
Previous
Next Post »