'મિ ર્ઝાપુર-૨' વેબ-સીરિઝ અને પીઢ લેખક સુરેન્દ્ર મોહન પાઠક વચ્ચે જાગેલા કથા અંગેના વિવાદથી એક વાત પુરવાર થઇ ગઇ છે કે હિન્દી ફિક્શન કથા લખનારા લેખકોને, તેઓ જે માનમરતબો અને નાણાં માટે લાયકાત ધરાવે છે એ પ્રાપ્ત થતી નથી. ૧૯૬૦માં જે પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ આજે-૨૦૨૦માં પણ ઉપલબ્ધ છે. હિન્દી ક્રાઇમ નોવેલને કલકા-નીચલા સ્તરની માનવામાં આવે છે, તેનું કન્ટેન્ટ નીચલા સ્તરનું હોય છે એવું માનવામાં આવે છે. આવી નોવેલ મોટે ભાગે નાના શહેરમાં ઘણી વાંચવામાં આવે છે.
રસપ્રદ બાબત તો એ છે કે કેટલીક હિન્દી ક્રાઇમ થ્રિલર ફિલ્મો તો બની છે અનેતે પણ બેસ્ટ-સેલર લેખક વેદ પ્રકાશ શર્માની કથાઓ પરથી આમ છતાં હિન્દી ફિલ્મસર્જકોએ એવી નોવેલો પરથી કદીય તેને પૂરતું માન આપી તેના પરથી અન્ય ફિલ્મ નથી બનાવીએ પણ એટલું જ સાચું છે.
સરળ શબ્દોમાં કહીએ તો, ૧૯૬૦-'૭૦ના દાયકાથી કલાકારો આવા પુસ્તકો વાંચે છે અને એ પણ ઓન-સ્ક્રીન વાંચે છે પછી ભલે ફિલ્મ બનાવવા માટે ફેમસ અંગ્રેજી નોવેલ/મેગેઝિનનો અથવા તો સૌથી લોકપ્રિય હિન્દી મેગેઝિનો અથવા હિન્દી / ઉર્દુ પુસ્તકો કે જે પ્રતિષ્ઠિત હિન્દી/ ઉર્દૂ સાહિત્યમાંથી લેવામાં આવ્યા હોય. આમ છતાં ભાગ્યે જ તેઓ હિન્દી ક્રાઇમ નોવેલમાં કોઇ પાત્ર કે ઘટનાને ઉપાડતા હશે. વાસ્તવમાં જો ફિલ્મના મુખ્ય પાત્રો લેખકો હોયતો તેઓ તેને હિન્દી સોશિયલ સાહિત્ય અથવા કવિઓ હોય એવું દાખવવામાં છે. જેમ કે 'નયા જમાના', 'આનંદ', 'કભી કભી', 'આખિર ક્યો?' અને અન્ય કેટલીક ફિલ્મો.
વધુ અગત્યની વાત તો એ છે કે ઘણીવાર હિન્દી ૫૯૫ ફિક્સશન ફિલ્મ બનાવવામાં આવે તો તેને અત્યંત શૃગાંરિક, હોરર અથવા તો કોમેડી ફિલ્મનો આપી દેવામાં આવે છે, જેથી દેખિતી રીતે જ આવી વાર્તાઓ અંગે ખોટું અર્થઘટન અસ્તિત્વમાં આવે છે.
આ માટે એક રમૂજી ઉદાહરણ વાંચો. હિન્દી ૫૯૫ ફિક્શનનોવેલ પરથી એક હિન્દી ફિચર ફિલ્મ બની હતી. 'વો કોઇ ઔર હોગા' (૧૯૬૭), જેમાં અભિનેતા ફિરોઝ ખાને એવો જ સીન હિન્દી હોરર નોવેલ 'પ્રેત- આત્મા'માં વાચ્યો હતો. પણ હાસ્યાસ્પદ વાત તો એ છે કે નોવેલનું પ્રથમ કવરનું શિર્ષક હિન્દીમાં લખાયેલું હતું અને બેક-કવર તથા અંદરના પાના અંગ્રેજીમાં પ્રિન્ટ કરાયા હતા. આનાથી મોટું બીજું શું હોય શકે ?
આવી જ એક વધુ ગૂંચવણ 'જાની દુશ્મન' (૧૯૭૯)માં સર્જાય હતી, જેમાં અમરીશ પુરી એક અંગ્રેજી નોવેલ (હિન્દી નોવેલને બદલે) વાંચે છે, જેનું શિર્ષક હોરરસ્ટોરીઓને લગતું હોય છે.
ત્રણ વર્ષ પછી 'અંગૂર' (૧૯૮૨) ફિલ્મ મૂળભૂત રીતે હિન્દી ૫૯૫ ફિક્શન નોબેલ પરથી બની હતી. આ પછી 'અજ્ઞાાત અપરાધી' ફિલ્મ જાણીતા લેખક વેદ પ્રકાશ કંબોજની નવલકથા પરથી બની હતી, પણ તેની બધી જ સિકવન્સ કોમેડીમાં શૂટ કરવામાં આવી હતી, જેમાં સંજીવકુમારે આ નવલકથા તેના મૂળ સ્વરૂપમાં વાંચી હતી.
૧૯૬૫માં ઓફ-બિટ ફિલ્મ 'દેબશિશુ' બની હતી, જેમાં ઓમ પુરીએ નેગેટિવ પાત્ર ભજવ્યું હતું અને એ કથા ઓમપુરીએ સુરેન્દ્ર મોહન પાઠકની નોવેલ 'ખૂન કે આંસુ'માં વાંચી હતી. આ પરથી ફરી એકવાર એ વાત પુરવાર થાય છે હિન્દી નોવેલ માટે અને તેમને તેમનું નામ આપવા બાબત ફિલ્મસર્જકો કેટલાં સંકુચિત, રૂઢિચુસ્ત વલણ ધરાવતા હતા.
આ પછી એકાદ-દાયકા બાદ-૧૯૯૯માં સુરેન્દ્ર મોહન પાઠકની અન્ય એક એક નોવેલ 'લેટ ન્યૂઝ' જે અભિનેતા પરેશ રાવલે વાંચી હતી અને તેમણે'હસીના માન જાયેગી' ફિલ્મમાં શંકાસ્પદ ગોરખા વોચમેનની ભૂમિકા નિભાવી હતી. અને આ કથાને પણ કોમિક મેનરમાં રજૂ કરવામાં આવી હતી.
'રેઇનકોટ' (૨૦૦૫)ના દિગ્દર્શક સુરેન્દ્ર મોહન પાઠકની બધી ક્રાઇમ નોવેલ બતાવી હતી અને તેને અજય દેવગણના ટેબલ પર સારી રીતે ગોઠવી હતી. 'ગેંગ્સ ઓફ વસ્સેપુર-૧'માં હુમા કુરૈશીને દિનેશ ઠાકુરની નોવેલ 'જાલ' વાંચતી દાખવવામાં આવી છે બીજી બાજુ 'ચાર ફૂટિયા છોકરે' (૨૦૧૪)માં સોહા અલી ખાનના કબાટમાં વેઠ પ્રકાશ શર્માની કેટલીક નોવેલ મુકવામાં આવી હોવાનું દાખવવામાં આવે છે. 'બરેલી કી બરફી' (૨૦૧૭)માં ક્રીતિ સેનન રેલવે સ્ટેશનના બુક સ્ટોલ પરથી હિન્દી ક્રાઇમ નોવેલ લેતી બતાવવામાં આવે છે અને ત્યાંથી સસ્તી હિન્દી બુક માગતી બતાડવામાં આવે છે આજ રીતે 'મેરી પ્યારી બિન્દુ' (૨૦૧૭) ફિલ્મમાં આયુષ્યમાન ખુરાનાને સફળ લેખક તરીકે દાખવવામાં આવે છે અને તેની પાસે હોરર, ઇરોટિક હિન્દી નોવેલ દેખાડવામાં આવી છે.
આમ છતાં ઉક્ત ફિલ્મ સર્જકોએ સંપૂૂર્ણપણે શાંત રીતે હિન્દી ફિક્શન પુસ્તકોને તેમની ફિલ્મમાં દાખવ્યાછે. તાજેતરમાં સ્ટ્રિમિંગ થયેલી વેબ સીરિઝ 'મિર્ઝાપુર-૨'ના સર્જકોએ તો ઔચત્યની તમામ મર્યાદા ઓળંગી દીધી છે અને એક સીનમાં પોર્ન જેવા ટેક્સને વાંચવા માટે બનાવટી વોઇસ ઓવરને ઉપયોગ કર્યો છે, જે સુરેન્દ્ર મોહન પાઠકે લખેલી 'ઢાબા' નામની નવલકથામાં જ નથી. તત્કાલિક નોટિસ આપીને પીઢ લેખકે આ અંગે તેનો વાંદો તત્કાળ ઉઠાવ્યો છે અને સર્જકોએ તે અંગે માફી માગી ઝડપભેર સુધારો કરવામાં આવશે, એવો પત્ર પણ પાઠવ્યો છે.
આવી જ એક ટાળી શકાય એવો વિખવાદ પાઠક અને 'મિર્ઝાપુર-૨'ના સર્જકો સાથે થયો છે અને તેમણે તેમની હલકી મનોવૃત્તિ હિન્દી ક્રાઇમ ફિક્શન નોવેલ સાથે દાખવી છે. હજુય આવી વૃત્તિ આજના યુવા ફિલ્મસર્જકોમાં નજરે પડે છે, જેનો લેખકો વિરોધ કરે છે. આવા પ્રકારની મનોવૃત્તિ ખરેખર આંચકો આપે છે. સુરેન્દ્ર મોહન પાઠક અને વેદ પ્રકાશ શર્મા જેવા મોટા ગજાના લેખકો હવે તેમની હિન્દી નોવેલો હાર્પર કોલિન્સ, વેસ્ટલેન્ડ અને પેગ્વિન બુક્સ જેવા આંતરરાષ્ટ્રીય પબ્લિશર્સ પાસે પ્રગટ કરાવતા હોવા છતાં ખરાબ મનોવૃત્તિને કશી આંચ નથી આવી.
૧૯૬૦થી અત્યાર સુધીમાં અડધી સદી પૂરી થવા આવી છે ત્યારે હજુય હિન્દી લેખકોએ આવી નાલેસીરહેવી પડે છે, તેના જેવા શરમજનક અને ખેજનક બાબત બીજી કોઇ નથી. હિન્દી સિનેમા અને હિન્દી ક્રાઇમ નોવેલ વચ્ચેના આ ખટમધુરા સંબંધો ક્યારે સુધરશે ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r5O5m7
ConversionConversion EmoticonEmoticon