જેમના પરિવારોને કોરોના થયો તેઓને ત્યાં તો ઉદાસિનતા હતી જ પણ નહતો થયો તેઓ પણ ફફડતા હતા. એવા નાગરિકો પણ હતા કે જેઓ કોરોનાથી દૂર રહી શકાય તેની તકેદારી નહતા રાખતા. જુદા જુદા પરિવારો, બાળકો જ ડિસ્પ્લે બોર્ડ પર અવનવી સૂચના, પ્રેરક સુવાક્યો સાથે વીડિયો કોન્ફરસથી મળ્યા હતા અને વિશ્વને સાંત્વના આપતા મેસેજ પોસ્ટ કે ડિસ્પલે કરતા હતા. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ઇટાલી, જેવા દેશોના નાગરિકોએ સોશિયલ મીડિયા પર ગુ્રપ બનાવ્યા હતા.
સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ શકે તેથી ઇટાલીની રેસ્ટોરામાં બેઠક વ્યવસ્થા રસપ્રદ બની રહી હતી
અમેરિકા અને યુરોપિયન બીચ પર કોરોનાના લોકડાઉનની કે મૃતકોના વધતા આંક છતા નાગરિકોનો એક બહોળો વર્ગ બીચ પર ઉમટી પડે છે
ઇટાલીમાં લોકડાઉન દરમ્યાન રહીશોએ એકબીજાને હૂંફ આપતા અભિવાદન કર્યું... કદાચ બે પાડોશીની પ્રથમ વખત પહેચાન થઇ
મફત ફુડ પેકેટ માટે અમેરિકામાં પણ લાઈન
અમેરિકા જેવા ઘનાઢ્ય દેશમાં પણ લાખોની સંખ્યામાં નાગરિકોએ ધંધો રોજગાર ગુમાવ્યા અને તેવી જ રીતે નોકરીમાં કર્મચારીઓની હકાલપટ્ટી પણ થઈ. ભાગ્યે જ જોવા મળે તેમ મફત ફુડ પેકેટ લેવા માટે અમેરિકાના શહેરોમાં કારની લાઈન લાગી હતી.
રોબોટ એટ યોર સર્વિસ
રોબોટ કહે છે કે 'ગભરાશો નહીં કોરોના વાઈરસ મારામાં નહીં પ્રવેશી શકે.'
રોબોટે રેસ્ટોરન્ટમાં ફુડ પણ પીરસ્યું અને હોસ્પિટલ અને હોટલોમાં પણ ક્વોરન્ટાઈન થયેલાં દર્દીઓને ફુડ ડિલીવરી અને મેડિકલ ટેસ્ટિંગમાં પણ મદદ કરી હતી.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જાહેરમાં નિવેદન કરી માસ્ક ઉતારતા જણાવ્યું કે માસ્કને પહેરવાની જરૂર નથી. કોરોના વાયરસ વુહાન વાયરસ છે તેમ કહીને તેમણે બેજવાબદારી બતાવી હતી. અમેરિકન પર કોઈ બંધન ન હોઈ શકે તેવા નાગરિકોના ટ્રમ્પ હીરો બન્યા હતા. અમેરિકા વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃતકોનો આંક ધરાવે છે અને હજુ તે જારી જ છે છતા ટ્રમ્પ 'નો માસ્ક'ના જાણે એમ્બેસેડર બન્યા હતા.
શોપિંગ મોલમાં ખરીદી માટે વહેલી પરોઢથી લાઈન લાગી હતી. મોટાભાગના પરિવારોએ મહિના-બે મહિનાનું કરિયાણુ ભરી લેવાનો અભિગમ રાખતા મોટા મોલ અને ગ્રોસરી સ્ટોરનો માલ પણ ગણતરીના કલાકોમાં ખાલી થઇ જતો હતો.
99 વર્ષના ભૂત૫ૂર્વ બ્રિટીશ સૈનિકે 40 લાખ પાઉન્ડનું ફંડ ભેગુ કરી આપ્યું
બીજા વિશ્વયુધ્ધમાં જેમણે ભાગ લીધો હતો તેવા ૯૯ વર્ષની વયના કેપ્ટન મુરે બ્રિટનથી નેશનલ હેલ્થ સર્વિસ માટે ૪૦ લાખ પાઉન્ડનું ફંડ ભેગુ કરી આપ્યું. મુર પોતે મહામહેનતે એક એક ડગલુ બીમારી અને વૃધ્ધાવસ્થાને લીધે ચાલી શકે છે. તેણે ફંડ ભેગુ કરવા તેના ગાર્ડનમાં ૧૦૦ ડગલા ચાલવાની ચેલેન્જ જાતે જ આપી અને સફળતા મેળવી તેની સામે તેમણે દેશભરમાંથી ડોનેશન મેળવ્યું. બ્રિટનના રાણીએ તેમનું સન્માન કર્યુ હતું
'અમારે લોકડાઉન નહીં, નોકરી જોઇએ છે' તેવા બેનરો સાથે અમેરિકામાં બેરોજગાર બનેલાઓએ દેખાવ કર્યા હતા.
'અમારે લોકડાઉન નથી જોઈતુું.' અમેરિકામાં નાગરિકોનું આશ્ચર્યજનક આંદોલન
કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે વિશ્વની ટોચની કંપનીઓમાં આજે પણ વર્કફ્રોમ કલ્ચર જારી છે. રસોડા કમ ઓફિસ જેવા દ્રશ્યો ઘેરઘેર કોમન બન્યા.
જાપાનની પ્રિન્સેસ ડાયના શિપના પ્રવાસીઓ પણ કોરોનાગ્રસ્ત નીકળ્યાં :16ના મૃત્યુ
ચીન કોરોના વાઈરસનું ઉદ્ભવ સ્થાન મનાતું હોય વિશ્વભરના નાગરિકોને ચીન પ્રત્યે ભારે રોષ છે. વાઈરસ ચામાચિડીયામાંથી પ્રસર્યો હતો તેમ છતાં ચીને ટુંકા ગાળામાં જ તેમની પશુ-પંખીની વાનગીઓ આરોગવાની પધ્ધતી ફરી જાળવી હતી.
મલેશિયા માસ્ક અને ગ્લોવ્ઝનું વિશ્વને માટે સૌથી મોટુ સપ્લાયર બન્યું હતું.
હોસ્પિટલમાંઆખરી શ્વાસ લઇ રહેલા દર્દી તેના કુટુંબી જોડે વીડિયો ટોક કરી રહ્યા છે
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aJaTm0
ConversionConversion EmoticonEmoticon