વ નસ્પતિના પાન, ફૂલ, ડાળી અને ફળો તેમાં રહેલા દ્વવ્યકણો અનુસાર રંગના હોય છે. પાનમાં લીલા રંગનું કલોરોપાસ્ટ હોવાથી લીલા હોય છે. વનસ્પતિના બધા ભાગોને રંગ આપવાનો હેતુ જુદો જુદો છે. પાન સૂર્ય પ્રકાશમાંથી ખોરાક બનાવવાનું કામ કરે છે એટલે લીલાં છે. પરંતુ ફૂલોને તો સુંદર બની પતંગિયા અને કિટકોને આકર્ષવાના હોય છે એટલે પાન કરતાં જુદો અને અલગ તરી આવે એવો રંગ જરૂરી છે. એટલે જ ફૂલો તેજસ્વી લાલ, પીળા અને સફેદ હોય છે. લીલા હોતા નથી. થોડીક વનસ્પતિના ફૂલો લીલા પણ જોવા મળે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KgXO86
ConversionConversion EmoticonEmoticon