(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.11 ડિસેમ્બર 2020, શુક્રવાર
અક્ષય કુમારની કારકિર્દી હાલ ટોચ પર જઇ રહી છે. અભિનેતા એક પછી એક બિગ બજેટ ફિલ્મો સાઇન કરી રહ્યો છે. છેલ્લી માહિતી મુજબ અક્ષય કુમારને એક વધુ બિગ બજેટ ફિલ્મ મળી છે.
સૂત્રની વાત સાચી માનીએ તો, અક્ષય તુમાર જલદી જ રાજા સુહેલ દેવના પાત્રમાં જોવા મળશે. આ રાજા ભારતીય ઇતિહાસના પરાક્રમી રાજાઓમાંનો એક છે. જેને સમય સાથે લોકો વીસરી ગયા છે.
રાજા સુહેલ દેવ પર લખાયેલું એક પુસ્તક પરથી ફિલ્મની વાર્તા લેવામાં આવી છે. અમિષ ત્રિપાઠીની પુસ્તકના હક્ક અશ્વિન વર્દે ખરીદવાનો છે. જે અક્ષયનો સારો મિત્ર છે. તેણે આ ફિલ્મ માટે અક્ષયનો સંપર્ક સાધ્યો છે.
સૂત્રના અનુસાર અક્ષય અને અમિષે હાલમાં જ બંધ બારણે એક મીટિંગ કરી છે. જેમાં આ પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી છે. અક્ષયને ફિલ્મનો આઇડિયા પસંદ આવ્યો છે. તેણે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દાખવી છે.
પહેલા અશ્વિન એક નવા કલાકાર સાથે આ ફિલ્મ બનાવાની યોજના કરતો હતો. પરંતુ અક્ષય સાથેની વાતચીત પછી તેણે અક્ષયને ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો છે.
આ ફિલ્મમાં શાનદાર સ્ટંટસ દાખવવામા ંઆવશે તેમજ એના માટે ઇન્ટરનેશનલ એકશન ડાયરેકટરને સાઇન કરવામાં આવશે. આ ફિલ્મને ભારતના અલદ-અલગ હિસ્સામાં શૂટ કરવામાં આવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gMiHo0
ConversionConversion EmoticonEmoticon