ઓછી ઊંચાઈવાળી યુવતીઓ માટે ડ્રેસ-કોડ

શરીરનો બાંધો અને ઊંચાઈ એ બંને પર વ્યક્તિની પર્સનાલિટીનો આધાર રહેલો છે. છોકરીઓની ઊંચાઈ વધારે હોય એ સારું નથી લાગતું પરંતુ   ઓછી હોય તો મુશ્કેલી ઓર વધી જાય છે. કેવા કપડાં પહેરવાં, શું સારું લાગશે, મારી હાઈટ પ્રમાણેનાં કપડાં મળશે કે નહીં એવા અસંખ્ય પ્રશ્નો ઓછી ઊંચાઈ ધરાવનારી યુવતીઓના મનમાં આવે છે. નાની હાઈટ હોવા છતાં નખશિખ સુંદર દેખાવા માટે શું કરવું એ વિશેની કેટલીક ટિપ્સ અહીં આપી છે.

* સૌપ્રથમ તો ઓછી ઊંચાઈ ધરાવતી યુવતીઓએ ઊંચી એડીનાં સેન્ડલ પહેરવાં જોઈએ. પણ વધુ પડતી ઊંચી એડી ન હોવી જોઈએ કે જેથી એ સ્પષ્ટ થાય કે તમારી હાઈટ ખૂબ  જ નાની છે.

* શક્ય હોય ત્યાં સુધી પેન્સિલ હિલ ધરાવતા સેન્ડલ ખરીદવાં. બોક્સ કે પ્લેટફોર્મ હિલવાળા ચંપલ તો જરાય ન પહેરવાં.

* તમારી ઊંચાઈના પ્રમાણમાં  ચહેરો અને આંખો ખૂબ જ નાનાં હોય તો લેન્સ ટ્રાય કરો.  આનાથી તમારી આંખો મોટી લાગશે અને ચહેરો વધુ સુંદર દેખાશે. 

* ચહેરાને વધુ ઉઠાવ આપવા માટે ઘેરા રંગની લિપસ્ટિક લગાડવી.

* ઓછી ઊંચાઈ ધરાવનાર યુવતીઓએ ચશ્માની ફ્રેમ પણ નાની જ પસંદ કરવી. બને ત્યાં સુધી ગોગલ્સનો પ્રયોગ ટાળવો. કારણ કે એ તેમના ચહેરા પર નહિ શોભે.

* ઓછી હાઈટવાળી છોકરીઓએ વાળ થોડા લાંબા રાખવા. સ્ટેપ કટ અથવા લેઅર્સ કટ કરાવેલા વાળ તેમને સારા લાગશે. બને ત્યાં સુધી વાળ ખુલ્લા રાખવા.

* વાળ વધારે લાંબા હોય તો નીચે છેડા તરફથી કર્લ્સ કરાવી લેવા. તેનાથી તમારા વ્યક્તિત્વમાં વજન  પડશે. પરંતુ એટલું ધ્યાનમાં રાખોે કે વાળની લંબાઈ ઓછી ન થવી જોઈએ.

*  હાઈટ ઓછી હોય અને શરીર થોડું જાડું હોય તો બહુ ટૂંકા કપડાં ન પહેરવાં. એ જ રીતે વધુ પડતી લંબાઈવાળા ડ્રેસ પણ સારા નહિ લાગે.

* લાલ,  ભૂરો, જાંબલી વગેરે  ઘેરા રંગના કપડાં પહેરવાં કરતા આછો ગુલાબી, પીળા, આસમાની વગેરે રંગ તમારા પર ખીલશે.

* ઓછી ઊંચાઈ અને પાતળું શરીર હોય તો ડ્રેસ મટિરિયલની પસંદગી કાળજીપૂર્વક  કરવી. સિલ્કનું મટિરિયલ ખરીદી શકાય.

* આવી યુવતીઓએ મોટી પ્રિન્ટવાળા અથવા જાડી લેસ લગાડેલા કપડાં પહેરવાનું ટાળવું.  ઝીણી ડિઝાઈનના ડ્રેસ અથવા કુર્તી તમારી ઊંચાઈને અનુકૂળ રહેશે.

* જિન્સ પણ નેરોમ બોટમની પહેરશો તો ઉત્તમ રહેશે. બેલ બોટમ પહેરવાથી ઊંચાઈ ઓછી લાગશે.

*  ટોપ પણ બને ત્યાં સુધી થોડા જાડા મટિરિયલના જ ખરીદવાં.

*  જો ક્યારેક સાડી પહેરવાનું થાય તો તે પણ કમરથી નીચે જ પહેરવી. આમ કરવાથી શરીરના બે વ્યવસ્થિત ભાગ પડશે. અને તમારી હાઈટ વધુ છે એવો આભાસ થશે.

*  શક્ય હોય ત્યાં સુધી ઊભી લાઈનની ડિઝાઈનવાળાં કપડાં પસંદ કરવા કારણ કે આડી લાઈનવાળા કપડામાં તમે સ્થૂળ દેખાશો. 

* ઓછી હાઈટવાળી યુવતીઓ માટે સ્કર્ટ એક ઉત્તમ પર્યાય છે. અને એમાંય જો ફ્રીલવાળું સ્કર્ટ પહેરશો તો  એ તમારા પર ખૂબ જ સારું લાગશે.

* દાગીના અને જ્વેલરી પસંદ કરતી વખતે તમારી ઊંચાઈ અને ચહેરાને શોભે એવા જ પસંદ કરવા. લાંબાલચક ઈયરરિંગ્ઝ પહેરવા કરતા નાના ટોપ્સ પહેરવાથી તમારો ચહેરો સુંદર લાગશે.

* ઓછી ઊંચાઈ ધરાવતી યુવતીઓએ પર્સ અથવા હેન્ડ બેગ પણ કાળજીપૂર્વક પસંદ કરવી. ઘૂંટણ સુધી લટકે એવી બેગ ખરીદવી નહિ. કમરથી ઉપર રહે એવી જ બેગ ખરીદવી. આમ આવી કેટલીક ટિપ્સ તમારી પર્સનાલિટીને વધુ આકર્ષક બનાવવામાં મદદરૂપ નીવડશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M4DpnB
Previous
Next Post »