પાણીમાં ડૂબી જતાં મલયાલી અભિનેતાનું મોત


-અનિલ નેદુમંગડુ માલંકારા બંધ પાસે નહાવા પડ્યા હતા

રાજ્યના મુખ્ય પ્રધાને શોકાંજલિ આપી

ચેન્નાઇ તા.26 ડિસેંબર 2020 શનિવાર

મલયાલી અભિનેતા અનિલ નદુમંગડુનું શુક્રવારે માલંકારા બંધ નજીકના પાણીમાં નહાવા જતાં ડૂબી જવાથી મરણ થયું હતું. સમગ્ર મલયાલી ફિલ્મ ઉદ્યોગમાં સન્નાટો છવાઇ ગયો હતો.

પોલીસે આપેલી માહિતી મુજબ અય્યપાનુમ કોશિયમ નામની ફિલ્મમાં અનિલ પોલીસ અધિકારીનો રોલ કરીને રાતોરાત સ્ટાર ગણાતો થયો હતો. એણે કેટલીક ર ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો.

હાલ અનિલ પોતાની આગામી ફિલ્મ પીસના શૂટિંગ માટે થોડુપુઝા વિસ્તારમાં માલંકારા બંધ નજીક ગયા હતા. અહીં શૂટિંગ ચાલુ હતું. શૂટિંગ પૂરું થતાં એ પોતાના કેટલાક મિત્રો સાથે બંધના પાણીમાં નહાવા પડ્યા હતા. એ સમયે આ ઘટના બની હતી. 

અનિલના કમોત વિશે બોલતાં અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતાં રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને કહ્યું હતું કે અનિલે કેટલીક ફિલ્મોમાં યાદગાર અભિનય દ્વારો લોકહૃદયમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

શાહરુખ ખાન અને બીજા કેટલાક અભિનેતાઓની જેમ અનિલે ટીવી સિરિયલોથી કારકિર્દી શરૂ કરી હતી અને પછી ફિલ્મોમાં આવ્યો હતો. એક દાયકામાં એ દર્શકો પર છવાઇ ગયો હતો. મલયાલી ફિલ્મોના અન્ય કલાકારો અભિનેતા પૃથ્વીરાજ, ડી સલમાન, બીજુ મેનન અને અન્યોએ સોશ્યલ મિડિયા પર અનિલને ભાવાંજલિ આપતા સંદેશા મૂક્યા હતા.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WJ6cjR
Previous
Next Post »