ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મ કાનૂની કેસમાં સપડાઇ, આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીને નોટિસ મોકલાઇ


- ગંગુબાઇ એક જમાનામાં માથાભારે મહિલા માફિયા ડૉન હતી

મુંબઇ તા.26 ડિસેંબર 2020 શનિવાર

ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની વધુ એક ફિલ્મ વિવાદાસ્પદ બને એવી શક્યતા હતી. એની આગામી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી કાનૂની દાવપેચમાં સપડાઇ હોવાની જાણકારી મળી હતી. 

1950ના દાયકામાં મુંબઇના રેડ લાઇટ એરિયામાં કૂટણખાના ચલાવતી હોવાના મિડિયા અહેવાલ હતા. 

આ મહિલા એક સમયે કહેવાતી માથાભારે માફિયા ડૉન ગણાતી હતી. સંજય લીલા ભણસાલીએ એના જીવન પર આધારિત મનાતી ફિલ્મ બનાવી હતી જેમાં આલિયા ભટ્ટે ગંગુબાઇનો રોલ કર્યો છે. ગંગુબાઇના પુત્ર બાબુજી રવજી શાહે કર્યો હતો.

મુંબઇના એક અંગ્રેજી સાંધ્ય દૈનિકના પત્રકાર હુસૈન જૈદીએ ગંગુબાઇ વિશે લખેલા પુસ્તકના આધારે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ બનાવી છે. બાબુજી રવજી શાહે ભણસાલી સામે કાયદેસરનો કેસ ઠોકી દીધો હતો. બાબુજીએ હુસૈન જૈદી અને રિપોર્ટર જેન બોર્ગિસને પણ કાયદેસરની નોટિસ મોકલાવી હતી.

બાબુજીએ આ કેસ દ્વારા ફિલ્મના શૂટિંગને તત્કાળ અટકાવી દેવાની માગણી કરી હતી. હુસૈન જૈદીના પુસ્તક ધ માફિયા ક્વીન ઑફ મુંબઇ પુસ્તક પર આ ફિલ્મની કથા આધારિત હોવાનું કહેવાય છે. રિપોર્ટર જેન બોર્ગિસે કરેલા મૌલિક સંશોધન પછી પોતે આ પુસ્તક લખ્યું હોવાનો હુસૈન જૈદીનો દાવો છે. ગંગુબાઇના પુત્રે આ પુસ્તકને પોતાની પ્રતિષ્ઠા જોખમાવતી હોવાનો અને પુસ્તકના 50થી 69 પાનાંના લખાણને બદનામી કરનારું ગણાવીને દાવો માંડ્યો હતો.

બાબુજીની અરજીમાં એવો દાવો કરાયો હતો કે આ પુસ્તક અમારી અંગત બાબતોમાં દખલ કરી રહ્યું હતું. તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મના શૂટિંગને તત્કાળ રોકવાની, પુસ્તકમાંનાં આ પાનાં રદ કરાવવાની, પુસ્તકની છપાઇ અને વિતરણ રોકવાની અને એના વેચાણને રોકવાની પણ માગણી કરી હતી. 22 ડિસેંબરે કોર્ટમાં કરાયેલી અરજીના અનુસંધાનમાં મુંબઇની એક કોર્ટે ભણસાલીને સાતમી જાન્યુઆરી સુધીમાં જવાબ આપવાની તાકીદ કરી હતી. 

બાબુજીએ એક મિડિયા પોર્ટલ સાથે વાત કરતાં એવો દાવો કર્યો હતો કે અમે સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ અને અન્યો સામે માનહાનિનો અને મહિલાના જીવનની ખોટી પ્રસ્તુતિનો દાવો કર્યો છે. ફિલ્મનો પ્રોમો પ્રગટ થતાંની સાથે મારી માતા વિશે જાતજાતની અફવા ફેલાવાની શરૂઆત થઇ ચૂકી હતી અને મને લોકો હેરાન કરવા માંડ્યા હતા. મારો પગ ભાંગી નાખવામાં આવ્યો હતો. મારા સગાંસંબંધીઓને પણ હેરાન કરવામાં આવે છે અને અમને વેશ્યા પરિવારના નબીરા હોવાના આક્ષેપ થાય છે.

લૉકડાઉન પછી ભણસાલીએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. નાઇટ શિડ્યુલ પૂરું થઇ ચૂક્યું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rtb22B
Previous
Next Post »